________________
૧૪૪
અંગઆગમ
કહેવાય છે. આયાવાઈનો અર્થ છે આત્મવાદી અર્થાત્ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
સ્વીકાર કરનાર. લોગાવાઈનો અર્થ છે લોકવાદી અર્થાત્ લોકનું અસ્તિત્વ માનનાર. કમ્માવાઈનો અર્થ છે કર્મવાદી અને કિરિયાવાઈનો અર્થ છે ક્રિયાવાદી. આ ચારેય વાદ આત્માના અસ્તિત્વ પર આધારિત છે. જે આત્મવાદી છે તે જ લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. જે આત્મવાદી નથી તે લોકવાદી, કર્મવાદી અથવા ક્રિયાવાદી નથી. સૂત્રકૃતાંગમાં બૌદ્ધ મતને ક્રિયાવાદી દર્શન કહેવામાં આવેલ છેઃ મહાવરંપુરવાયું જિરિયાવારિસ (અ. ૧, ઉ. ૨, ગા. ૨૪). આની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર પણ આ જ કથનનું સમર્થન કરે છે. આ જ સૂત્રકૃત-અંગસૂત્રના સમવસરણ નામના બારમા અધ્યાયમાં ક્રિયાવાદી વગેરે ચાર વાદોની ચર્ચા કરવામાં આવી છે. ત્યાં મૂળમાં કોઈ દર્શનવિશેષના નામનો ઉલ્લેખ નથી તો પણ વૃત્તિકારે અક્રિયાવાદીના રૂપમાં બૌદ્ધ મતનો ઉલ્લેખ કર્યો છે. આમ કેમ? સૂત્રના મૂળ પાઠમાં જેને ક્રિયાવાદી કહેવામાં આવેલ છે અને વ્યાખ્યા કરતી વખતે સ્વયં વૃત્તિકારે જેનું એક સ્થળે સમર્થન કર્યું છે તેને જ બીજા સ્થળે અક્રિયાવાદી કહેવાનું કેટલું યુક્તિસંગત છે?
આચારાંગમાં આવતા “પયાવંતિ” અને “સંધ્યાવંતિ” એ બે શબ્દોનું ચૂર્ણિકારે કંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. વૃત્તિકાર શીલાંકસૂરિ તેમની વ્યાખ્યા કરતા કહે છે “તૌ શબ્દો મા ધીમા પ્રસિદ્ધયા' “પતાવન્તઃ સર્વેડપિ રૂટ્યતત્પર્યાયો (આચારાંગવૃત્તિ, પૃ. ૨૫) અર્થાત્ આ બે શબ્દો મગધની દેશી ભાષામાં પ્રસિદ્ધ છે અને તેમનો “આટલું બધું એવો અર્થ છે. પ્રાકૃત વ્યાકરણની કોઈ પ્રક્રિયા દ્વારા “તાવન્તઃ'ના અર્થમાં “યાવંતિ’ સિદ્ધ કરી શકાતું નથી અને ન તો “સર્વેડ'િના અર્થમાં “સબાવંતિ’ સાધી શકાય. વૃત્તિકારે પરંપરા અનુસાર અર્થ સમજાવવાની પદ્ધતિનો આશ્રય લીધો જણાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં (તૃતીય બ્રાહ્મણમાં) “તો સર્વાવતઃઅર્થાત્ “આખા લોકની’ એવો પ્રયોગ આવે છે. અહીં “સર્વાવતઃ' “સર્વાવત’નું છઠ્ઠી વિભક્તિનું રૂપ છે. તેનું પ્રથમાનું બહુવચન “સર્વાવંતઃ' થઈ શકે છે. આચારાંગના “સબ્યાવંતિ' અને ઉપનિષદના “સર્વાવત:' આ બંને પ્રયોગોની તુલના કરી શકાય.
આચારાંગમાં એક સ્થળે ‘ સ્મા’ શબ્દનો પ્રયોગ આવે છે. આઠમા અધ્યયનમાં જયાં અનેક વાદો-લોક છે, લોક નથી વગેરેનો નિર્દેશ છે ત્યાં આ બધા વાદોને નિર્દેતુક બતાવવા માટે “મમ્માતુ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ આચારાંગમાં, ત્યાં સુધી કે સમસ્ત અંગસાહિત્યમાં, અંત્ય વ્યંજનયુક્ત આવો વિજાતીય પ્રયોગ અન્યત્ર ક્યાંક નજરે પડતો નથી. વૃત્તિકારે આ શબ્દનું સ્પષ્ટીકરણ પણ પહેલાંની માફક મગધની દેશી ભાષાના રૂપમાં જ કર્યું છે. તેઓ કહે છે : “
અ ત્ રૂતિ માTદ્દેશે બાપાતીફનવિના બંતવૈવડવીરાદપિ તથૈવ ક્વારિતઃ તિ' (આચારાંગવૃત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org