________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૪૩
'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।'
'अच्युतोऽहम्, अचिन्त्योऽहम्, अतक्र्योऽहम्, अप्राणोऽहम्, अकायोऽहम्, अशब्दोऽहम्, अरूपोऽहम्, अस्पर्शोऽहम्, अरसोऽहम्, अगन्धोऽहम्, अगोत्रोऽहम्, अगात्रोऽहम्, अवागोऽहम्, अदृश्योऽहम्, अवर्णोऽहम्, अश्रुतोऽहम्, अदृष्टोऽहम्... ।
આચારાંગમાં બતાવવામાં આવ્યું છે કે જ્ઞાનીઓના બાહુ કુશ હોય છે તથા માંસ અને રક્ત પાતળું હોય છે—ઓછું હોય છે. માત્રાળ વિકસી વીહા મવંતિ પથg, य मंस-सोणिए।
ઉપનિષદોમાં પણ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાની પુરુષે કુશ રહેવું જોઈએ, વગેરે : मधुकरीवृत्त्या आहारमाहरन् कृशो भूत्वा मेदोवृद्धिमकुर्वन् आज्यं रुधिरमिव त्यजेत् ।
– નારદપરિવ્રાજકોપનિષદ્ સાતમો ઉપદેશ. यथालाभमश्नीयात् प्राणसंधारणार्थं यथा मेदोवृद्धिर्न जायते। कृशो भूत्वा ग्रामे एकरात्रम्
– સંન્યાસોપનિષદ્, પ્રથમ અધ્યાય આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધનાં અનેક વાક્યો સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકમાં અક્ષરશઃ મળે છે. આ બાબતમાં શ્રી શૂબ્રિગે આચારાંગનાં પોતે સંપાદિત કરેલા સંસ્કરણમાં યથાસ્થાન પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે જ તેમણે આચારાંગનાં કેટલાંક વાક્યોની બૌદ્ધ ગ્રંથ ધર્મોપદ અને સુત્તનિપાતનાં સમાન વાક્યો સાથે પણ તુલના કરી છે. આચારાંગના શબ્દો સાથે મળતા શબ્દોઃ
હવે અહીં કેટલાક એવા શબ્દોની ચર્ચા કરવામાં આવશે જે આચારાંગની સાથે સાથે જ પરશાસ્ત્રોમાં પણ મળે છે તથા એવા શબ્દો સંબંધી પણ વિચાર કરવામાં આવશે જેમની વ્યાખ્યા ચૂર્ણિકાર તથા વૃત્તિકારે વિલક્ષણ રીતે કરી છે.
આચારાંગના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું છે કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈશ' એવી વિચારણા કરનારા આયાવાઈ, લોગાવાઈ, કમ્માવાઈ, કિરિયાવાઈ
નારે...
૧. તૈતિરીયોપનિષદ્, બ્રહ્માનંદ વલ્લી ૨, અનુવાક ૪. ૨. બ્રહ્મવિદ્યોપનિષદ્, શ્લોક ૮૧-૯૧. ૩. આચારાંગ ૧. ૬. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org