________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૪૧
માટે તેને નિયંત્રિત પણ ન કરે, ન તેની આદરપૂર્વક સેવા પણ કરે. એ રીતે અમનોજ્ઞ પાસેથી આ બધી વસ્તુઓ લે પણ નહિ, ન તેના નિમંત્રણને પણ સ્વીકારે કે ન તેની પાસે પોતાની સેવા ય કરાવે. જૈન શ્રમણોમાં અન્ય શ્રમણોના સંસર્ગથી કોઈ પણ પ્રકારની આચારવિચાર વિષયક શિથિલતા ન આવી જાય એ જ દૃષ્ટિએ આ વિધાન છે. આની પાછળ કોઈ પણ પ્રકારની દ્રષબુદ્ધિ અથવા નિંદાભાવ નથી. આચારાંગનાં વચનો સાથે મળતાં વચનોઃ
આચારાંગનાં કેટલાંક વચનો અન્ય શાસ્ત્રોના વચનો સાથે મળતાં આવે છે. આચારાંગમાં એક વાક્ય છે રોહિં વિ અંહિં ક્રિસમ–અર્થાત જે બંને સંતો દ્વારા અદૃશ્યમાન છે અર્થાત્ જેનો પૂર્વાન્ત–આદિ નથી અને પશ્ચિમાન્ત–અંત પણ નથી. આ રીતે તે (આત્મા) પૂર્વાન્ત કે પશ્ચિમાન્તમાં દેખાતો નથી. આની સાથે મળતું વાક્ય તેજોબિંદુ ઉપનિષદના પ્રથમ અધ્યયનના ત્રેવીસમા શ્લોકમાં આ પ્રમાણે છે :
आदावन्ते च मध्ये च जनोऽस्मिन्न विद्यते ।
येनेदं सततं व्याप्तं स देशो विजनः स्मृतः ॥ આ પદ્ય પૂર્ણ આત્મા અથવા સિદ્ધ આત્માના સ્વરૂપ વિશે છે.
આચારાંગના ઉપર્યુક્ત વાક્ય પછી તરત જ બીજું વાક્ય છે “સ ન છિન્નડું ને fમmડું ડબ્સ ન મ ૪ વ સત્રતો' અર્થાત્ સર્વ લોકમાં કોઈના પણ દ્વારા આત્માનું છેદન નથી થતું, ભેદન નથી થતું, દહન નથી થતું, હનન નથી થતું. આની સાથે મળતું વાક્ય ઉપનિષદ તથા ભગવદ્ગીતામાં આ પ્રમાણે છે :
न जायते न म्रियते न मुह्यति न भिद्यते न दह्यते । न छिद्यते न कम्पते न कुप्यते सर्वदहनोऽयमात्मा ।
- સુબાલોપનિષદ્, ખંડ ૯, ઇશાદ્યષ્ટોત્તરશતોપનિષદ પૃ.૨૧૦. अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥
– ભગવદ્ગીતા અ. ૨, શ્લો. ૨૩. જૈન પરંપરામાં “પુંજણી' નામનું એક નાનકડું ઉપકરણ પ્રસિદ્ધ છે. તેનો સંબંધ પણ પુછે ધાતુ સાથે છે અને આ ઉપકરણ પરિમાર્જન માટે જ વપરાય છે. “ોછા’ શબ્દનો સંબંધ પણ “મંjઇ શબ્દ સાથે છે. “છના' ક્રિયાપદ આ “પંઈ ધાતુ સાથે જ સંબંધ રાખે છે–“છના' એટલે પરિમાર્જન કરવું. ૧. આચારાંગ, ૧. ૩. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org