________________
૧૪૦
નિગ્રંથસમાજ :
તત્કાલીન નિગ્રંથસમાજના વાતાવરણ પર પણ આચારાંગમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે સમયના નિગ્રંથો સામાન્યપણે આચારસંપન્ન, વિવેકી, તપસ્વી અને વિનીત વૃત્તિવાળા જ હતા, છતાં પણ કેટલાક એવા નિગ્રંથો પણ હતા જે વર્તમાન સમયના અવિનીત શિષ્યોની માફક પોતાના હિતેચ્છુ ગુરુની સામે થવામાં પણ ખચકાતા નહિ. આચારાંગના છઠ્ઠા અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં આ જ પ્રકારના શિષ્યોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે જે રીતે પક્ષીના બચ્ચાંને તેની માતા દાણો દાણો આપી ઉછેરે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષો પોતાના શિષ્યોને દિવસરાત અધ્યયન કરાવે છે. શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ‘ઉપશમ' ત્યાગીને અર્થાત્ શાંતિ છોડીને જ્ઞાન આપનારા મહાપુરુષોની સામે કઠોર ભાષાનો પ્રયોગ શરૂ કરે છે.
અંગઆગમ
ભગવાન મહાવીરના સમયમાં ઉત્કૃષ્ટ ત્યાગ, તપ અને સંયમના અનેક જીવતા જાગતા આદર્શોની ઉપસ્થિતિમાં પણ કેટલાક શ્રમણો તપ-ત્યાગ અંગીકાર કર્યા પછી પણ તેમાં સ્થિર રહી શકતા ન હતા અને છુપાઈને દૂષણોનું સેવન કરતા હતા. આચાર્ય પૂછે ત્યારે જૂઠું બોલવા સુદ્ધાં તૈયાર થઈ જતા. પ્રસ્તુત સૂત્રમાં આવો એક ઉલ્લેખ મળે છે જે આ પ્રમાણે છે : ‘બહુ ક્રોધી, બહુ માની, બહુ કપટી, બહુ લોભી, નટની માફક વિવિધ ઢંગનો વ્યવહાર કરનારા, શઠ જેવા, વિવિધ સંકલ્પવાળા, આશ્રવોમાં આસક્ત, મોઢેથી ખોટો વાદ કરનારા, ‘મને કોઈ જોઈ ન લે' એવા પ્રકારના ભયથી અપકૃત્ય કરનારા, સતત મૂઢ લોકો ધર્મને જાણતા નથી. જે ચતુર આત્માર્થી છે તે ક્યારેય અબ્રહ્મચર્યનું સેવન કરતો નથી. ક્યારેય કામાવેશમાં અબ્રહ્મચર્યનું સેવન થઈ જાય તો તેનો અપલાપ કરવો અર્થાત્ આચાર્યની સામે તેનો સ્વીકાર ન કરવો તે મહાન મૂર્ખતા છે.’ આ જાતના ઉલ્લેખો એ જ બતાવે છે કે ઉગ્ર તપ, ઉગ્ર સંયમ, ઉગ્ર બ્રહ્મચર્યના યુગમાં પણ કોઈ કોઈ એવા નીકળી આવે છે. આ વાસના અને કષાયની વિચિત્રતા
ન
છે.
જૈન શ્રમણોનો અન્ય શ્રમણો સાથે કેવા પ્રકારનો સંબંધ રહેતો તે જાણવા જેવું છે. આ બાબતમાં આઠમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે કે સમનોજ્ઞ (સમાન આચાર-વિચારવાળો) ભિક્ષુ અસમનોજ્ઞ (ભિન્ન આચારવિચારવાળા)ને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછન ન આપે, એને ૧. મૂળ શબ્દ ‘પાયલુંછળ’ છે. પ્રાકૃત ભાષામાં ‘પુંછ’ ધાતુ પરિમાર્જન અર્થે વપરાય છે.જુઓ— પ્રાકૃત વ્યાકરણ, ૮. ૪. ૧૦૪, સંસ્કૃત ભાષાનો ‘મૃ’ ધાતુ અને પ્રાકૃત ભાષાનો ‘પુંછ’ ધાતુ સમાનાર્થક છે. આથી ‘પાયલુંછળ’ શબ્દનું સંસ્કૃત રૂપાંતર ‘પાવમાર્ગન’ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org