________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
શૂદ્ર અને બ્રાહ્મણીના સંયોગથી ચાંડાલ નામે અન્ય આઠ વર્ષાંતરોની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક અન્ય વર્ષાંતરો પણ છે. ઉગ્ર અને ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર શ્વપાક, વૈદેહ અને ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર વૈણવ, નિષાદ અને અંબષ્ઠી કે શૂદ્રાના સંયોગથી ઉત્પન્ન થનાર બોક્કસ, શૂદ્ર અને નિષાદીના સંયોગથી ઉત્પન્ન થનારા કુફ્રુટક અથવા કુક્કુરક કહેવાય છે.
આ રીતે વર્ણો અને વર્ષાંતરોની ઉત્પત્તિનું સ્વરૂપ બતાવતાં ચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે ‘વં સ્વછંમતિવિ—િતં' અર્થાત્ વૈદિક પરંપરામાં બ્રાહ્મણ વગેરેની ઉત્પત્તિના વિષયમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું સ્વચ્છંદ મતિવાળાઓની કલ્પના છે. ઉપર્યુક્ત વર્ણ-વર્ષાંતર સંબંધી સમસ્ત વિવેચન મનુસ્મૃતિ (અ. ૧૦, શ્લો ૪-૪૫)માં મળે છે. ચૂર્ણિકા૨ અને મનુસ્મૃતિકા૨ના ઉલ્લેખોમાં ક્યાંક-ક્યાંક નામ વગેરેમાં થોડું થોડું અંતર નજરે પડે છે.
શસ્ત્રપરિજ્ઞા :
૧૩૩
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનું નામ સત્યપરિક્ષા અર્થાત્ શસ્ત્રપરિજ્ઞા છે. શસ્ત્રપરિજ્ઞા એટલે શસ્ત્રોનું જ્ઞાન. આચારાંગ શ્રમણ-બ્રાહ્મણના આચારો સંબંધી ગ્રંથ છે. તેમાં ક્યાંય પણ યુદ્ધ અથવા સેનાનું વર્ણન નથી. આવી સ્થિતિમાં પ્રથમ અધ્યયનમાં શસ્રોસંબંધી વિવેચન કેવી રીતે સંભવી શકે ? સંસારમાં લાઠી, તલવાર, ખંજર, બંદૂક વગેરેની જ શસ્ત્રો રૂપે પ્રસિદ્ધિ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં અણુબોંબ, હાઈડ્રોજનબોંબ વગેરે પણ શસ્ત્રો રૂપે પ્રસિદ્ધ છે. આવાં શસ્રો સ્પષ્ટ રૂપે હિંસક છે તે સર્વવિદિત છે. આચારાંગના કર્તાની દૃષ્ટિએ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કામ, ઇર્ષા, મત્સર આદિ કષાયો પણ ભયંકર શસ્રો છે. એટલું જ નહિ, આ કષાયો દ્વારા જ ઉપર્યુક્ત શસ્ત્રાસ્ત્રો ઉત્પન્ન થયાં છે. એ દૃષ્ટિએ કષાયજન્ય સમસ્ત પ્રવૃત્તિઓ શસ્રરૂપ છે. કષાયના અભાવમાં કોઈપણ પ્રવૃત્તિ શસ્રરૂપ નથી. આ જ ભગવાન મહાવીરનું દર્શન અને ચિંતન છે. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયનમાં કષાયરૂપ અથવા કષાયજન્ય પ્રવૃત્તિરૂપ શસ્ત્રોનું જ જ્ઞાન કરાવવામાં આવ્યું છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે બાહ્ય શુદ્ધિને બહાને પૃથ્વી, જળ વગેરેનો અમર્યાદિત વિનાશ કરે છે તેઓ હિંસા તો કરે જ છે, ચોરી પણ કરે છે. આનું જ વિવેચન કરતાં ચૂર્ણિકારે કહ્યું છે કે ‘વડસટ્વીર્ મટ્ટિયાદિ સ પન્નાતિ' અર્થાત્ તે ચોસઠ (વાર) માટીથી સ્નાન કરે છે. કેટલાક વૈદિકોની માન્યતા છે કે જુદા જુદા અંગો પર બધુ મળી ચોસઠ વા૨ માટી લગાવવાથી જ પવિત્ર થઈ શકાય છે. મનુસ્મૃતિ (અ ૫, શ્લો ૧૩૫-૧૪૫)માં બાહ્ય શૌચ અર્થાત્ શરીરશુદ્ધિ અને પાત્ર વગેરેની શુદ્ધિ વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org