________________
૧૩૨
અંગઆગમ
ઉત્પત્તિનો ક્રમ પણ બતાવ્યો છે. આ બધા વર્ણવર્માતરોનો સમાવેશ તેમણે સ્થાપનાબ્રહ્મમાં કર્યો છે.
આ વિષયમાં ચૂર્ણિકારે જે નિરૂપણ કર્યું છે તે નિર્યુક્તિકાર કરતાં સહેજ જુદુ પડતું જણાય છે. ચૂર્ણિમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન ઋષભદેવના સમયમાં જે રાજાના આશ્રિતો હતા તેઓ ક્ષત્રિય થયા અને જે રાજાના આશ્રિતો ન હતા તેઓ ગૃહપતિ કહેવાયા. ત્યારપછી અગ્નિની શોધ થયા પછી તે ગૃહપતિઓમાંથી જે શિલ્પ તથા વાણિજ્ય કરનારા હતા તેઓ વૈશ્ય થયા. ભગવાને પ્રવ્રજ્યા લીધા પછી અને ભારતનો રાજયાભિષેક થયા પછી ભગવાનના ઉપદેશ દ્વારા શ્રાવકધર્મની ઉત્પત્તિ થયા પછી બ્રાહ્મણો ઉત્પન્ન થયા. તે શ્રાવકો ધર્મપ્રિય હતા અને “મા હણો, મા હણો' રૂપે અહિંસાનો ઉદ્ઘોષ કરનારા હતા, આથી લોકોએ તેમને માહણ બ્રાહ્મણ નામ આપ્યું. આ બ્રાહ્મણો ભગવાનના આશ્રિતો હતા. જે ભગવાનના આશ્રિતો ન હતા તથા કોઈ પ્રકારનું શિલ્પ વગેરે કરતાં ન હતા અને અશ્રાવકો હતા તેઓ શોકાતુર અને દ્રોહસ્વભાવયુક્ત હોવાને કારણે શૂદ્ર કહેવાયા. “શૂદ્ર’ શબ્દના “શૂનો અર્થ શોકસ્વભાવયુક્ત અને “દ્રનો અર્થ દ્રોહસ્વભાવયુક્ત કરવામાં આવ્યો છે. નિર્યુક્તિકારે ચતુર્વર્ણનો ક્રમ ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને બ્રાહ્મણ–એવો બતાવ્યો છે, જ્યારે ચૂર્ણિકાર અનુસાર આ ક્રમ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર–આ પ્રમાણે છે. આ ક્રમ-પરિવર્તનનું કારણ સંભવ છે કે વૈદિક પરંપરાનો પ્રભાવ છે. સાત વર્ગો અને નવ વર્ણાતરો:
નિર્યુક્તિકારે અને તેમને અનુસરીને ચૂર્ણિકાર તથા વૃત્તિકારે સાત વર્ગો અને નવ વર્ણાતરોની ઉત્પત્તિનો જે ક્રમ બતાવ્યો છે તે આ પ્રમાણે છે :
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર મૂળ વર્ણ છે. તેમાંથી બ્રાહ્મણ તથા ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ ક્ષત્રિય, શુદ્ધ ક્ષત્રિય અથવા સંકર ક્ષત્રિય કહેવાય છે. આ પંચમ વર્ણ છે. ક્ષત્રિય અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ વૈશ્ય, શુદ્ધ વૈશ્ય અથવા સંકર વૈશ્ય કહેવાય છે. આ ષષ્ઠ વર્ણ છે. એ જ રીતે વૈશ્ય અને શૂદ્રાના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ શૂદ્ર, શુદ્ધ શૂદ્ર અથવા સંકર શૂદ્ર રૂપે સપ્તમ વર્ણ છે. આ સાત વર્ષો થયા. બ્રાહ્મણ અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થનાર અંબઇ નામે પ્રથમ વર્ણાતર છે. એ જ રીતે ક્ષત્રિય અને શૂદ્રાના સંયોગથી ઉગ્ર, બ્રાહ્મણ અને શૂદ્રાના સંયોગથી નિષાદ અથવા પારાશર, શૂદ્ર અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી અયોગવ, વૈશ્ય અને ક્ષત્રિયાણીના સંયોગથી માગધ, ક્ષત્રિય અને બ્રાહ્મણીના સંયોગથી સુત, શૂદ્ર અને ક્ષત્રિયાણીના સંયોગથી ક્ષતૃક, વૈશ્ય અને બ્રાહ્મણીના સંયોગથી વૈદેહ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org