________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૩૧
ચોખા, આસન, વસ્ત્ર, ઘી, તેલ વગેરે પદાર્થો ભિક્ષા દ્વારા અથવા ધાર્મિક રીતે એકત્ર કરી યજ્ઞો કરતા. યજ્ઞમાં તેઓ ગૌવધ ન કરતા. જ્યાં સુધી તેઓ એવા હતા ત્યાં સુધી લોકો સુખી હતા પરંતુ રાજા પાસેથી દક્ષિણામાં મેળવેલી સંપત્તિ અને અલંકૃત સ્ત્રીઓ જેવી અત્યંત શુદ્ર વસ્તુઓથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. દક્ષિણામાં પ્રાપ્ત ગૌવૃંદ અને સુંદર સ્ત્રીઓમાં બ્રાહ્મણો લુબ્ધ થયા. તેઓ આ પદાર્થો માટે રાજા ઇશ્વાકુ પાસે ગયા અને કહેવા લાગ્યા કે તારી પાસે ખૂબ ધનધાન્ય છે, ખૂબ સંપત્તિ છે, એટલા માટે તું યજ્ઞ કર. આ યજ્ઞમાં સંપત્તિ પ્રાપ્ત કરી બ્રાહ્મણો ધનાઢ્ય બન્યા. આ રીતે લોલુપ બનેલા બ્રાહ્મણોની તૃષ્ણા વધુ વધી અને તેઓ ફરી ઈક્વાકુ પાસે ગયા અને તેને સમજાવ્યો. ત્યારે તેણે યજ્ઞમાં લાખો ગાયો મારી” વગેરે.
સુત્તનિપાતના આ ઉલ્લેખ પરથી પ્રાચીન બ્રાહ્મણો અને પતિત બ્રાહ્મણોનો થોડોઘણો પરિચય મળે છે. નિર્યુક્તિકારે પતિત બ્રાહ્મણોને ચિત્રિત બ્રાહ્મણોની કક્ષામાં મૂકતાં તેમની ધર્મવિહીનતા અને જડતા તરફ સંકેત કર્યો છે. ચતુર્વર્ણ
નિયુક્તિકાર કહે છે કે પહેલાં માત્ર એક મનુષ્યજાતિ હતી. પછી ભગવાન ઋષભદેવ રાજ્યારૂઢ થતાં તેના બે વિભાગ થયા. પછી શિલ્પ અને વાણિજ્ય પ્રારંભ થતાં તેનાં ત્રણ વિભાગ થયા તથા શ્રાવકધર્મની ઉત્પત્તિ થતાં તેનાં ચાર વિભાગો થઈ ગયા. એ રીતે નિર્યુક્તિની મૂળ ગાથામાં સામાન્યપણે મનુષ્યજાતિના ચાર વિભાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં કોઈ વર્ણવિશેષનો નામોલ્લેખ નથી. ટીકાકાર શીલાંકે વર્ણોના વિશેષ નામો બતાવતાં કહ્યું છે કે જે મનુષ્યો ભગવાનના આશ્રિત હતા તેઓ “ક્ષત્રિય' કહેવાયા. બીજા બધા “શૂદ્ર ગણાયા. તેઓ શોક અને રોદન સ્વભાવયુક્ત હતા. તેથી તેઓ “શૂદ્ર રૂપે પ્રસિદ્ધ થયા. પછી અગ્નિની શોધ થતાં જેમણે શિલ્પ અને વાણિજ્ય અપનાવ્યાં તેઓ “વૈશ્ય' કહેવાયા. ત્યારબાદ જે લોકો ભગવાનના બતાવેલાં શ્રાવકધર્મનું પરમાર્થપૂર્વક પાલન કરવા લાગ્યા અને “મા હણો, મા હણો એવી ઘોષણા કરી અહિંસાધર્મનો ઉદ્ઘોષ કરવા લાગ્યા તેઓ “માહણ' અર્થાત્ બ્રાહ્મણ રૂપે પ્રસિદ્ધ
થયા.
ઋગ્વદના પુરુષસૂક્તમાં નિર્દિષ્ટ ચતુર્વર્ણની ઉત્પત્તિ પરથી આ ક્રમ બિલકુલ જુદો છે. અહીં સર્વપ્રથમ ક્ષત્રિય, પછી શૂદ્ર, પછી વૈશ્ય અને અંતે બ્રાહ્મણોની ઉત્પત્તિ બતાવવામાં આવી છે જયારે ઉક્ત સૂક્તની અંદર સર્વપ્રથમ બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, ત્યારબાદ વૈશ્ય અને અંતે શૂદ્રની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. નિર્યુક્તિકારે બ્રાહ્મણોત્પત્તિનો પ્રસંગ ધ્યાનમાં રાખતાં અન્ય સાત વર્ગો અને નવ વર્ણાતરોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org