________________
૧૩૪
અંગઆગમ
વિસ્તૃત વિધાનો છે. તેમાં વિભિન્ન ક્રિયાઓ પછી શુદ્ધિ માટે કયા કયા અંગ ઉપર કેટલી કેટલી વાર માટી અને પાણીનો પ્રયોગ કરવો જોઈએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિધાનમાં ગૃહસ્થ, બ્રહ્મચારી, વનવાસી અને યતિનો અલગ અલગ વિચાર કરવામાં આવ્યો છે એટલે કે તેમની અપેક્ષાએ માટી અને પાણીના પ્રયોગોની સંખ્યામાં વિભિન્નતા બતાવવામાં આવી છે. ભગવાન મહાવીરે સમાજને આંતરિક શુદ્ધિ તરફ વાળવા માટે કહ્યું કે આ પ્રકારની બાહ્ય શુદ્ધિ હિંસા વધારવાનું જ એક સાધન છે. આનાથી પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ તથા વાયુના જીવોનું કચુંબર નીકળી જાય છે. આ ઘોર હિંસાની જનની છે. આનાથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. શ્રમણ અને બ્રાહ્મણે સરળ બનવું જોઈએ, નિષ્કપટ થવું જોઈએ, પૃથ્વી વગેરેના જીવોનું હનન ન કરવું જોઈએ. પૃથ્વી વગેરે પ્રાણરૂપ છે. એમાં આગંતુક જીવો પણ રહે છે. આથી શૌચ નિમિત્તે તેમનો ઉપયોગ કરવાથી તેમની તથા તેમાં રહેનારા પ્રાણીઓની હિંસા થાય છે. આથી આ પ્રવૃત્તિ શસ્ત્રરૂપ છે. આંતરિક શુદ્ધિના અભિલાષીઓને તેનું જ્ઞાન હોવું જોઈએ. આ જ ભગવાન મહાવીરના શસ્ત્રપરિજ્ઞા પ્રવચનનો સાર છે.
રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ અજ્ઞાનીઓ માટે આવર્તરૂપ છે, એવું સમજીને વિવેકવાને તે બધામાં મૂછિત ન થવું જોઈએ. જો પ્રમાદને કારણે પહેલાં તે બધા તરફ ઢળેલ હોય તો એવો નિશ્ચય કરવો જોઈએ કે હવે હું આ બધાથી બચીશ—એમનામાં ફસાઈશ નહિ–પહેલાંની માફક આચરણ કરીશ નહિ. રૂપ વગેરેમાં લોલુપ વ્યક્તિઓ વિવિધ પ્રકારની હિંસા કરતા નજરે પડે છે. કેટલાક લોકો પ્રાણીઓનો વધ કરી તેમને આખાને આખા રાંધી ખાય છે. કેટલાક ચામડાં માટે તેમને મારે છે. કેટલાક માત્ર માંસ, લોહી, ચરબી, પાંખો, પૂંછડી, વાળ, શીંગડાં, દાંત, નખ અથવા હાડકાં માટે તેમનો વધ કરે છે. કેટલાક શિકારનો શોખ પૂરો કરવા માટે પ્રાણીઓનો વધ કરે છે. એ રીતે કેટલાક લોકો પોતાના કોઈને કોઈ સ્વાર્થ માટે જીવોનો ક્રૂરતાપૂર્વક નાશ કરે છે, તો કેટલાક નિર્દેતુક જ તેમનો નાશ કરવા તત્પર રહે છે. કેટલાક લોકો માત્ર તમાશો જોવા માટે સાંઢ, હાથી, કૂકડા વગેરેને લડાવે છે. કેટલાક સાપ વગેરેને મારવામાં પોતાની બહાદુરી સમજે છે, તો કેટલાક સાપ વગેરેને મારવાનો પોતાનો ધર્મ સમજે છે. એ રીતે આખા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં ભગવાન મહાવીરે જગતમાં થનારી વિવિધ પ્રકારની હિંસાના વિષયમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને તેનાં પરિણામો તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે બતાવ્યું છે કે આ હિંસા જ ગ્રંથ છે–પરિગ્રહરૂપ છે, મોહરૂપ છે, મારરૂપ છે, નરકરૂપ છે.
ખોરદહ-અવેસ્તા નામે પારસી ધર્મગ્રંથમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ૧. “પતેત પશેમાની' નામક પ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org