________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
આચારાંગના શબ્દો :
ઉપર્યુક્ત તથ્યો ધ્યાનમાં રાખીને આચારાંગના કર્તૃત્વનો વિચાર કરતાં એ સ્પષ્ટ પ્રતીત થશે કે તેમાં આશય તો ભગવાન મહાવી૨નો જ છે. રહી વાત શબ્દોની. આપણી સામે જે શબ્દો છે તે કોના છે ? તેનો ઉત્તર એટલો સરળ નથી. કાં તો તે શબ્દો સુધર્માસ્વામીના છે અથવા જંબૂસ્વામીના છે કે તેમની પછી થઈ ગયેલા કોઈ સુવિહિત ગીતાર્થના છે. છતાં પણ એટલું ચોક્કસ છે કે આ શબ્દો એટલા તીવ્ર છે કે સાંભળતાં જ સીધા હૃદયમાં પેસી જાય છે. એનાથી એ જણાઈ આવે છે કે તે કોઈ અસાધારણ અનુભવાત્મક આધ્યાત્મિક પરાકાષ્ઠાએ પહોંચેલા પુરુષનાં હૃદયમાંથી નીકળેલા છે અને સાંભળનારાએ પણ તેમને એ જ નિષ્ઠાપૂર્વક સુરક્ષિત રાખ્યા છે. આથી એમાં સહેજ પણ સંદેહ નથી કે આ શબ્દો સુધર્માસ્વામીની વાચનાનું અનુસરણ કરનારા છે. સંભવ છે કે તેમાં સુધર્માના પોતાના જ શબ્દોનું પ્રતિબિંબ હોય. એ પણ અસંભવિત નથી કે આ પ્રતિબિંબરૂપ શબ્દોમાંથી અમુક શબ્દો ભગવાન મહાવીરના પોતાના શબ્દોના પ્રતિબિંબરૂપ હોય, અમુક શબ્દો સુધર્માસ્વામીના વચનોના પ્રતિબિંબરૂપે હોય, અમુક શબ્દો ગીતાર્થ મહાપુરુષોના શબ્દોના પ્રતિધ્વનિ રૂપે હોય. આમાંથી કયા શબ્દો કઈ કોટિના છે તેનું પૃથક્કરણ અહીં સંભવિત નથી. અત્યારે આપણે ગુરુનાનક, કબીર, નરસિંહ મહેતા, આનંદધન, યશોવિજય ઉપાધ્યાય વગેરેના જે ભજન-સ્તવનો ગાઈએ છીએ તેમાં મૂળની અપેક્ષાએ કેટલુંક પરિવર્તન થયેલું જણાઈ આવે છે. એ જ રીતે થોડું ઝાઝું પરિવર્તન આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પણ થયેલ જણાય છે. આ જ વાત સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના વિષયમાં પણ કહી શકાય. બાકીના અંગોના વિષયમાં આમ કહી શકાતું નથી. તે ગીતાર્થ સ્થવિરોની રચનાઓ છે. તેમાં મહાવીર વગેરેના શબ્દોની અધિકતા ન હોવા છતાં પણ તેમના આશયનું અનુસરણ તો છે જ. બ્રહ્મચર્ય અને બ્રાહ્મણ :
આચારાંગનું બીજું નામ બંભચે૨ અર્થાત્ બ્રહ્મચર્ય છે. આ નામમાં ‘બ્રહ્મ’ અને ‘ચર્ય’ એ બે શબ્દો છે. નિર્યુક્તિકારે બ્રહ્મની વ્યાખ્યા કરતાં નામથી બ્રહ્મ, સ્થાપનાથી બ્રહ્મ, દ્રવ્યથી બ્રહ્મ અને ભાવથી બ્રહ્મ–એવી રીતે બ્રહ્મના ચાર ભેદ બતાવ્યા છે. નામથી બ્રહ્મ અર્થાત્ જે માત્ર નામે જ બ્રહ્મ—બ્રાહ્મણ છે. સ્થાપનાથી બ્રહ્મનો અર્થ છે ચિત્રિત અથવા બ્રાહ્મણોની નિશાનીરૂપ યજ્ઞોપવીતાદિયુક્ત ચિત્રિત આકૃતિ અથવા માટીમાંથી બનાવેલ તેવો આકાર—મૂર્તિ-પ્રતિમા. અથવા જે મનુષ્યોમાં બાહ્ય ચિહ્નો દ્વારા બ્રહ્મભાવની સ્થાપના-કલ્પના કરવામાં આવી હોય, જેમનામાં બ્રહ્મપદના અર્થાનુસા૨ ગુણો ભલે ને ન હોય, તે સ્થાપનાથી બ્રહ્મ—બ્રાહ્મણ કહેવાય છે. અહીં
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org