________________
અંગઆગમ
મહાપ્રભાવક આચાર્યનું સંપૂર્ણ જીવન-વૃત્તાંત મળતું નથી. તેમણે કઈ પરિસ્થિતિમાં આગમો ગ્રંથબદ્ધ કર્યાં ? તે સમયે બીજા કયા શ્રુતધર પુરુષો વિદ્યમાન હતા ? વલભીપુરના સંઘે તેમના આ કાર્યમાં કેવી રીતે સહાય કરી હતી ? ઇત્યાદિ પ્રશ્નોના સમાધાન માટે હાલમાં કોઈ પણ સામગ્રી ઉપલબ્ધ નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થઈ ગયેલા આચાર્ય પ્રભાચંદ્રે પોતાના પ્રભાવકચરિતમાં અન્ય અનેક મહાપ્રભાવક પુરુષોનાં જીવનચરિત્રો આપ્યાં છે. પરંતુ તેમાં ક્યાંય આમનો નિર્દેશ નથી.
૧૨૮
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આગમો ગ્રંથબદ્ધ કરતી વેળાએ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ધ્યાનમાં રાખી હતી. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં સમાન પાઠો આવ્યા ત્યાં ત્યાં તેમની પુનરાવૃત્તિ ન કરતાં તેમના માટે એક વિશેષ ગ્રંથ અથવા સ્થાનનો નિર્દેશ કરી દીધો, જેમ કે ‘ના વા’ ‘નહીં પળવા' વગેરે. એક જ ગ્રંથમાં તે જ વાત વારંવાર આવે ત્યારે તેને ફરી ફરી ન લખતાં ‘નાવ’ શબ્દનો પ્રયોગ કરીને તેનો અંતિમ શબ્દ લખી દીધો, જેમ કે ‘મારા નાવ વિરતિ’, ‘તેનું ાતેનું નાવ પરિક્ષા નિયા’ વગેરે. એ ઉપરાંત તેમણે મહાવીર પછીની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પણ આગમોમાં જોડી દીધી. ઉદાહરણ રૂપે સ્થાનાંગમાં ઉલ્લિખિત દસ ગણો ભગવાન મહાવીરના નિર્વાણના ઘણા સમય પછી ઊભા થયેલા. આ જ વાત જમાલિને છોડીને બાકીના નિહ્નવોના વિષયમાં પણ કહી શકાય છે. પહેલાંથી ચાલી આવતી માથુરી અને વાલભી આ બંને વાચનાઓમાંથી દેવર્ધિગણિએ માથુરીવાચનાને મુખ્ય ગણી. સાથોસાથ જ વાલભી વાચનાના પાઠભેદને પણ સુરક્ષિત રાખ્યો. આ બંને વાચનાઓમાં સંગતિ કરવાનો પણ તેમણે ભરસક પ્રયત્ન કર્યો અને બધાનું સમાધાન કરી માથુરીવાચનાને મુખ્ય સ્થાન આપ્યું.
મહારાજા ખારવેલ
મહારાજા ખારવેલે પણ પોતાના સમયમાં જૈન પ્રવચનના સમુદ્ધાર માટે શ્રમણશ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનો બૃહદ્ સંઘ એકત્ર કર્યો હતો. એ વાત ખેદજનક છે કે આ બાબતમાં કોઈ પણ જૈન ગ્રંથમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. મહારાજા ખારવેલે કલિંગગત ખંડિગિર અને ઉદયગિર ઉપર એ વિષયમાં જે વિસ્તૃત લેખ કોતરાવ્યો છે તેમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ લેખ પૂરેપૂરો પ્રાકૃતમાં છે.
`માં કલિંગમાં ભગવાન ઋષભદેવના મંદિરની સ્થાપના અને અન્ય અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. વર્તમાનકાળે ઉપલબ્ધ ‘હિમવંત થેરાવલી' નામક પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત પટ્ટાવલીમાં મહારાજા ખારવેલના વિષયમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમણે પ્રવચનનો ઉદ્ધાર કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org