________________
૧૨૭
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ એકત્રિત કરી તે સમયમાં ઉપલબ્ધ સમસ્ત શ્રુત પુસ્તકબદ્ધ કર્યું. તે સમયથી સંપૂર્ણ શ્રુત ગ્રંથબદ્ધ થઈ ગયું. ત્યારથી તેના વિચ્છેદ અથવા વિપર્યાસની સંભાવના ઘણી ઓછી થઈ ગઈ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કોઈ જાતની નવી વાચનાનું પ્રવર્તન નથી કર્યું પરંતુ જે શ્રુતપાઠ પહેલાંની વાચનાઓમાં નિશ્ચિત થઈ ચૂક્યો હતો તેને જ એકત્રિત કરી વ્યવસ્થિત રૂપે ગ્રંથબદ્ધ કર્યો. આ વિષયમાં ઉપલબ્ધ ઉલ્લેખ આ પ્રમાણે છે :
वलभीपुरम्मि नयरे देवड्डिपमुहेण समणसंघेण ।
पुत्थइ आगमु लिहिओ नवसयअसीआओ वीराओ । અર્થાત્ વલભીપુર નામક નગરમાં દેવર્ધિગણિ પ્રમુખ શ્રમણસંઘે વીરનિર્વાણ ૯૮૦ (મતાંતરે ૯૯૩)માં આગમો ગ્રંથબદ્ધ કર્યા. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણઃ
વર્તમાન સમસ્ત જૈન પ્રબન્ધ-સાહિત્યમાં ક્યાંય પણ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જેવા ૧. આગમોને પુસ્તકારૂઢ કરનારા આચાર્યનું નામ દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ છે. અમુક વિશિષ્ટ
ગીતાર્થ પુરુષને “ગણી” અને “ક્ષમાશ્રમણ' કહેવામાં આવે છે. જેવી રીતે વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે તેવી જ રીતે ઉચ્ચ કોટિના ગીતાર્થ દેવર્ધિગણિ પણ ક્ષમાશ્રમણ છે. તેમની ગુરુપરંપરાનો ક્રમ કલ્પસૂત્રની
વિરાવલિમાં આપવામાં આવેલ છે. તેમને કોઈ પણ ગ્રંથકારે વાચકવંશમાં ગણાવ્યા નથી. આથી વાચકોથી આ ગણિ ક્ષમાશ્રમણ જુદા જણાય છે અને વાચકવંશની પરંપરા જુદી જણાય છે. મંદિસૂત્રના પ્રણેતા દેવવાચક નામના આચાર્ય છે. તેમની ગુરુપરંપરા નંદિસૂત્રની સ્થવિરાવલીમાં આપી છે અને તેઓ સ્પષ્ટપણે વાચકવંશની પરંપરામાં છે. આથી દેવવાચક અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જુદા જુદા આચાર્યોનાં નામ છે તથા કોઈપણ રીતે કદાચ ગણિ ક્ષમાશ્રમણપદ અને વાચકપદ જુદાં નથી એવું માનવા છતાં પણ બને આચાર્યોની ગુરુપરંપરા પણ એક જેવી જણાતી નથી. એટલા માટે પણ આ બંને જુદા જુદા આચાર્યો છે. પ્રશ્નપદ્ધતિ નામે નાનકડા ગ્રંથમાં લખ્યું છે કે નંદિસૂત્ર દેવવાચકે બનાવ્યું છે અને પાઠો વારંવાર ન લખવા પડે એટલા માટે દેવવાચક કૃત નંદિસૂત્રની સાક્ષી પુસ્તકારૂઢ કરતી વેળાએ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આપી છે. આ બંને આચાર્યો જુદા જુદા હોય તો જ પ્રશ્નપદ્ધતિનો આ ઉલ્લેખ સંગત થઈ શકે છે. પ્રશ્નપદ્ધતિના કર્તાના વિચારે આ બંને એક જ હોત તો તેઓ આવું લખત કે નંદિસૂત્રદેવવાચકની કૃતિ છે અને પોતાની જ કૃતિની સાક્ષી દેવર્ષિએ આપી છે, પરંતુ તેમણે એવું ન લખતાં એ બંને જુદા જુદા હોય એવો નિર્દેશ કર્યો છે. પ્રશ્નપદ્ધતિના કર્તા મુનિ હરિશ્ચંદ્ર છે જે પોતાને નવાંગીવૃત્તિકાર યા અભયદેવસૂરિના શિષ્ય કહે છે – જુઓ પ્રશ્નપદ્ધતિ, પૃ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org