________________
૧૨૬
અંગઆગમ
આ શિષ્ય-પ્રશિષ્ય પરંપરાએ પણ સુધર્માસ્વામી પાસેથી પ્રાપ્ત થયેલ વારસાને પોતાની શૈલી અને શબ્દોમાં બહુ લાંબા સમય સુધી કંઠસ્થ રાખ્યો.
આચાર્ય ભદ્રબાહુના સમયમાં એક ભયંકર અને લાંબો દુષ્કાળ પડ્યો. આ સમયે પૂર્વગતશ્રુત તો સમૂળગું નષ્ટ જ થઈ ગયું. માત્ર ભદ્રબાહુસ્વામીને તે યાદ હતું અને તેમની પછી વધુ લાંબા સમય સુધી તે ટકી ન શક્યું. વર્તમાનમાં તેનું નામનિશાન પણ ઉપલબ્ધ નથી. આ સમયે જે એકાદશ અંગો ઉપલબ્ધ છે તેમના વિષયમાં પરિશિષ્ટપર્વના નવમા સર્ગમાં બતાવવામાં આવ્યું છે કે દુષ્કાળ સમાપ્ત થયા પછી (વીર નિર્વાણ બીજી શતાબ્દી) પાટલિપુત્રમાં શ્રમણસંઘ એકઠો થયો અને જે અંગો, અધ્યયનો, ઉદ્દેશકો વગેરે યાદ હતાં તે બધાનું સંકલન કર્યું. તતશ પશિાાનિ શ્રીસંઘ મેયસ્ તા ! જિનપ્રવચનના સંકલનની આ પ્રથમ સંગીતિ–વાચના છે. ત્યારપછી દેશમાં બીજો દુષ્કાળ પડ્યો. જેથી કંઠસ્થ શ્રતને ફરી હાનિ પહોંચી. દુષ્કાળ સમાપ્ત થતાં ફરી (વીરનિર્વાણ નવમી શતાબ્દી) મથુરામાં શ્રમણસંઘ એકઠો થયો અને સ્કંદિલાચાર્યના અધ્યક્ષપણામાં જિન-પ્રવચનની દ્વિતીય વાચના થઈ. મથુરામાં થવાને કારણે તેને માધુરી વાચના પણ કહે છે. ભદ્રબાહુસ્વામી અને સ્કંદિલાચાર્યના સમયના દુષ્કાળ અને શ્રુતસંકલનના ઉલ્લેખો આવશ્યકચૂર્ણિ તથા નંદિચૂર્ણિમાં મળે છે. તેમાં દુષ્કાળનો સમય બાર વર્ષનો બતાવવામાં આવ્યો છે. માથરીવાચનાની સમકાલીન એક બીજી વાચનાનો ઉલ્લેખ કરતાં કહાવલી નામે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વલભી નગરીમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં પણ આ જ પ્રકારની એક વાચના થઈ હતી જેને વાલભી અથવા નાગાર્જુનીય વાચના કહે છે. આ વાચનાઓમાં જિન-પ્રવચન ગ્રંથબદ્ધ કરવામાં આવ્યું. આનું સમર્થન કરતાં આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રની વૃત્તિ (યોગશાસ્ત્ર પ્રકાશ ૩, પત્ર ૨૦૭)માં લખે છે વિનવવનં ૨ દુષ્પત્તિવશાત્ છન્નપ્રાયમિત મત્વા ભાવભર્જુન-ન્દ્રિતાવાર્યપ્રકૃતિમઃ પુસ્તપુ ચત-કાળની દુષ્યમતાને કારણે (અથવા દુષ્પમાકાળને કારણે) જિન-પ્રવચનને લગભગ ઉચ્છિન્ન થયેલું જાણીને આચાર્ય નાગાર્જુન, કંદિલાચાર્ય વગેરેએ તેને પુસ્તકબદ્ધ કર્યું. માથુરીવાચના વાલભવાચનાથી અનેક સ્થળે જુદી પડી ગઈ. પરિણામે વાચનાઓમાં પાઠભેદો થઈ ગયા. આ બંને શ્રુતધર આચાર્યોએ જો એકબીજાને મળીને વિચારવિમર્શ કર્યો હોત તો સંભવ છે કે વાચનાભેદ ટળી શકત. પરંતુ દુર્ભાગ્યથી તેઓ ન તો વાચના પૂર્વે આ વિષયમાં કંઈ કરી શક્યા કે ન વાચના પછી પણ પરસ્પર મળી શક્યા. આ વાચનાભેદ તેમનાં મૃત્યુ પછી પણ તેવો ને તેવો જ બની રહ્યો. તેને વૃત્તિકારોએ નાણુનીયા: પુન: પર્વ પતિ' વગેરે વાક્યો દ્વારા નિર્દિષ્ટ કર્યો છે. માથરી અને વલભીવાચના સંપન્ન થયા પછી વીરનિર્વાણ ૯૮૦ અથવા ૯૯૩માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org