________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ
૧૨૫ શ્રોતા છે. આ પરંપરા એવી છે કે જેમ કોઈ એક મહાશય પ્રવચન કરતા હોય, બીજા મહાશય તે પ્રવચનને સાંભળતા હોય અને સાંભળીને તે ત્રીજા મહાશયને સંભળાવતા હોય. આમાંથી એવો ધ્વનિ નીકળે છે કે ભગવાનના મુખેથી નીકળેલા શબ્દો તો જેમ જેમ બોલાતા ગયા તેમ તેમ વિલીન થતા ગયા. ત્યારબાદ ભગવાને કહેલી વાત જણાવવાનો પ્રસંગ આવતાં સાંભળનાર મહાશય એમ કહે છે કે મેં ભગવાન પાસેથી આમ સાંભળ્યું છે. આનો અર્થ એ થયો કે લોકોની પાસે ભગવાનના પોતાના શબ્દો નથી આવતા પરંતુ કોઈ સાંભળનારાના શબ્દો આવે છે. શબ્દોનો એવો સ્વભાવ હોય છે કે તે જે રૂપે બહાર આવે છે તે જ રૂપે ક્યારેય ટકી શકતા નથી. જો તેમને તે જ રૂપમાં સુરક્ષિત રાખવાની કોઈ વિશેષ વ્યવસ્થા હોય તો જરૂર તેવું થઈ શકે છે. વર્તમાન યુગમાં આ પ્રકારનાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ છે. એવાં સાધનો ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન ન હતાં. આથી આપણી સામે જે શબ્દો છે તે સાક્ષાત્ ભગવાનના નહિ પરંતુ તેમના છે કે જેમણે ભગવાન પાસેથી સાંભળ્યા છે. ભગવાનના પોતાના શબ્દો અને શ્રોતાના શબ્દોમાં શબ્દના સ્વરૂપની દષ્ટિએ વાસ્તવિક રીતે ઘણું અંતર છે. છતાં પણ આ શબ્દો ભગવાનના જ છે, એ પ્રકારની છાપ મનમાંથી ક્યારેય ખસી શકતી નથી. તેનું કારણ એ છે કે શબ્દયોજના ભલેને શ્રોતાની હોય, આશય તો ભગવાનનો જ છે. અંગસૂત્રોની વાચનાઓઃ
એવી માન્યતા છે કે પહેલાં ભગવાન પોતાનો આશય પ્રગટ કરે છે. પછી તેમના ગણધરો અર્થાત્ મુખ્ય શિષ્યો તે આશયને પોતપોતાની શૈલીમાં શબ્દબદ્ધ કરે છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. તેઓ ભગવાનના આશયને પોતપોતાની શૈલી અને શબ્દોમાં ગૂંથવા માટે વિશેષ અધિકારી હતા. આમાંથી ફલિત થાય છે કે એક ગણધરની જે શૈલી કે શબ્દરચના હોય તે જ બીજાની હોય કે ન પણ હોય. એટલા માટે કલ્પસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ગણધરની વાચના જુદી જુદી હતી. વાચના અર્થાત્ શૈલી તથા શબ્દરચના. નંદિસૂત્ર અને સમવાયાંગમાં પણ બતાવવામાં આવ્યું છે કે પ્રત્યેક અંગસૂત્રની વાચના પરિત્ત (અર્થાત્ પરિમિત) અથવા એકથી અધિક (અર્થાત્ અનેક) હોય છે.
અગિયાર ગણધરોમાંથી કેટલાક તો ભગવાનની ઉપસ્થિતિમાં જ મુક્તિ મેળવી ચૂક્યા હતા. સુધર્માસ્વામી નામક ગણધર બધા ગણધરોમાં દીર્ધાયુ હતા. આથી ભગવાનના સમસ્ત પ્રવચનનો ઉત્તરાધિકાર તેમને મળ્યો હતો. તેઓએ તેને સુરક્ષિત રાખ્યું અને પોતાની શૈલી તથા શબ્દોમાં ગૂંથી પછીની શિષ્ય-પ્રશિષ્ય પરંપરાને સોંપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org