________________
૧૨૨
અંગઆગમ મળે છે. જો કે નિર્યુક્તિકારે એ સ્પષ્ટ બતાવ્યું છે કે આચારાની પાંચ ચૂલિકાઓ
વિરકૃત છે છતાં પણ આચાર્ય હેમચંદ્ર તૃતીય અને ચતુર્થ ચૂલિકાસંબંધમાં એક એવી કથા આપી છે જેમાં તેમનો સંબંધ મહાવિદેહક્ષેત્રમાં વિરાજમાન સીમંધર તીર્થકર સાથે જોડવામાં આવ્યો છે. આ કથા પરિશિષ્ટપર્વના નવમા સર્ગમાં છે. આનો સંબંધ સ્થૂલભદ્રના ભાઈ શ્રિયકની કથા સાથે છે. શ્રિયકની મોટી બહેન સાધ્વી યક્ષાના કહેવાથી શ્રિયકે ઉપવાસ કર્યો અને તે મરી ગયો. શ્રિયકના મૃત્યુનું કારણ યક્ષા પોતાને માનતી રહી. પરંતુ તેને શ્રીસંઘ દ્વારા નિર્દોષ ઘોષિત કરવામાં આવી અને તેને શ્રિયકની હત્યા માટે કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું નહિ. યક્ષા શ્રીસંઘના આ નિર્ણયથી સંતુષ્ટ ન થઈ. તેણે ઘોષણા કરી કે જિન ભગવાન પોતે જ જો એવો નિર્ણય આપે કે હું નિર્દોષ છું તો જ મને સંતોષ થઈ શકે. ત્યારે સમસ્ત શ્રીસંઘે શાસનદેવીનું આહ્વાન કરવા માટે કાઉસગ્ગ–કાયોત્સર્ગ–ધ્યાન કર્યું. આમ કરવાથી તરત શાસનદેવી ઉપસ્થિત થઈ અને સાધ્વી યક્ષાને પોતાની સાથે મહાવિદેહક્ષેત્રમાં બિરાજતા સીમંધર ભગવાન પાસે લઈ ગઈ. સીમંધર ભગવાને તેને નિર્દોષ ઘોષિત કરી અને પ્રસન્ન થઈને શ્રીસંઘ માટે આ પ્રમાણેના ચાર અધ્યયનોની ભેટ આપી : ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિચિત્રચર્યા. શ્રીસંઘે યક્ષાના મુખે સાંભળી પ્રથમ બે અધ્યયનો આચારાંગની ચૂલિકારૂપે અને અંતિમ બે અધ્યયનો દશવૈકાલિકની ચૂલિકારૂપે જોડી દીધા.
હેમચંદ્રસૂરિલિખિત આ કથાનાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય વિષયમાં ચર્ચા કરવાની કોઈ આવશ્યકતા નથી. તેમણે આ ઘટના ક્યાંથી મેળવી તે અવશ્ય શોધનીય છે. દશવૈકાલિક-નિર્યુક્તિ, આચારાંગ-નિર્યુક્તિ, હરિભદ્રકૃત દશવૈકાલિક-વૃત્તિ, શીલાંકકૃત આચારાંગ-વૃત્તિ વગેરેમાં આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. પદ્યાત્મક અંશઃ
આચારાંગ-પ્રથમ શ્રુતસ્કંધનાં વિમોહ નામે આઠમા અધ્યયનનો આખો આઠમો ઉદ્દેશક પદ્યમય છે. ઉપધાનશ્રુત નામક સંપૂર્ણ નવમું અધ્યયન પણ પદ્યમય છે એ વાત બિલકુલ સ્પષ્ટ છે. એ ઉપરાંત દ્વિતીય અધ્યયન લોકવિજય, તૃતીય અધ્યયન શીતોષ્ણીય અને ષષ્ઠ અધ્યયન ધૂતમાં કેટલાંક પદ્યો બિલકુલ સ્પષ્ટ છે. આ પદ્યો ઉપરાંત આચારાંગમાં એવાં અનેક પદ્યો છે જે મુદ્રિત પ્રતિઓમાં ગદ્યરૂપે છપાયાં છે. ચૂર્ણિકાર ક્યાંક-ક્યાંક “ગાહા' (ગાથા) શબ્દ દ્વારા મૂળના પદ્યભાગનો નિર્દેશ કરે છે પરંતુ વૃત્તિકારે તો ભાગ્યે જ ક્યાંક એ પ્રમાણે કરેલ છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના સંપાદક શ્રી શુબ્રિગે પોતાના સંસ્કરણમાં સમસ્ત પદ્યોનું સ્પષ્ટ પૃથક્કરણ કર્યું છે અને તેના છંદો પર પણ જર્મન ભાષામાં પૂરતો પ્રકાશ પાડ્યો છે તથા બતાવ્યું છે કે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org