________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૨૧
પિડેષણા અધ્યયનમાં અગિયાર ઉદેશકો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે શ્રમણે પોતાની સાધનાને અનુકૂળ સંયમ-પોષણ માટે આહાર-પાણી કેવી રીતે મેળવવા જોઈએ. સંયમ-પોષક નિવાસસ્થાનની પ્રાપ્તિ સંબંધમાં શઐષણા નામક દ્વિતીય અધ્યયનમાં સવિસ્તર વિવેચન છે. તેના ત્રણ ઉદેશકો છે. ઇર્યેષણા અધ્યયનમાં કેવી રીતે ચાલવું, કેવી રીતે માર્ગ પર ચાલવું વગેરેનું વિવેચન છે. તેના પણ ત્રણ ઉદ્દેશકો છે. ભાષાજાત અધ્યયનમાં શ્રમણે કેવા પ્રકારની ભાષા બોલવી જોઈએ, કોની સાથે કેવી રીતે બોલવું જોઈએ વગેરેનું નિરૂપણ છે. તેમાં બે ઉદ્દેશકો છે. વઐષણા અધ્યયનમાં વસ્ત્ર કેવી રીતે મેળવવું જોઈએ, ઇત્યાદિનું વિવેચન છે. તેમાં પણ બે ઉદ્દેશકો છે. પારૈષણા નામક અધ્યયનમાં પાત્રો રાખવા અને પ્રાપ્ત કરવાનું વિધાન છે. તેના પણ બે ઉદ્દેશકો છે. અવગ્રહૈષણા અધ્યયનમાં શ્રમણે પોતાને માટે સ્વીકારવાયોગ્ય મર્યાદિત સ્થાન કેવી રીતે મેળવવું જોઈએ તે બતાવવામાં આવ્યું છે. તેના પણ બે ઉદ્દેશકો છે. આ રીતે પ્રથમ ચૂલિકાના બધા મળી પચ્ચીસ ઉદ્દેશકો છે.
| દ્વિતીય ચૂલિકાના સાતેય અધ્યયનો ઉદ્દેશકરહિત છે. પ્રથમ અધ્યયનમાં સ્થાન અને દ્વિતીયમાં નિષીપિકાની પ્રાપ્તિ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીયમાં દીર્ઘશંકા અને લઘુશંકાના સ્થાન વિષયમાં વિવેચન છે. ચતુર્થ અને પંચમ અધ્યયનમાં ક્રમશઃ શબ્દો અને રૂપવિષયક નિરૂપણ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના શબ્દો અને રૂપ વડે શ્રમણમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવો ન જોઈએ. છઠ્ઠામાં પરક્રિયા અને સાતમામાં અન્યોન્ય ક્રિયાવિષયક વિવેચન છે.
પ્રથમ શ્રુતસ્કંધમાં જે આચાર બતાવવામાં આવ્યો છે તેનું આચરણ કોણે કર્યું છે? આ પ્રશ્નનો ઉત્તર તૃતીય ચૂલિકામાં છે. તેમાં ભગવાન મહાવીરના ચરિત્રનું વર્ણન છે. પ્રથમ શ્રુતસ્કંધના નવમ અધ્યયન ઉપધાનશ્રુતમાં ભગવાનના જન્મ, માતા-પિતા, સ્વજન ઇત્યાદિ વિષયમાં કોઈ ઉલ્લેખ નથી. આ બધી વાતોનું વર્ણન તૃતીય ચૂલિકામાં છે. તેમાં પાંચ મહાવ્રતો તથા તેમની પાંચ પાંચ ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. આ રીતે “ભાવના'ના વર્ણનને કારણે આ ચૂલિકાનું ભાવના નામ સાર્થક છે.
ચતુર્થ ચૂલિકામાં માત્ર અગિયાર ગાથાઓ છે જેમાં જુદી જુદી ઉપમાઓ દ્વારા વીતરાગના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતિમ ગાથામાં સહુથી અંતે “વિમુચ્ચઈ' ક્રિયાપદ છે. તેને દષ્ટિમાં રાખતાં આ ચૂલિકાનું નામ વિમુક્તિ રાખવામાં આવ્યું છે. એક રોચક કથાઃ
ઉપર્યુક્ત ચાર ચૂલિકાઓમાંથી અંતિમ બે ચૂલિકાઓના વિષયમાં એક રોચક કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org