________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૨૩ આર્યા, જગતી, ત્રિખુભ, વૈતાલીય, શ્લોક વગેરેનો પ્રયોગ થયો છે. સાથે સાથે જ બૌદ્ધ પિટકગ્રંથ સુત્તનિપાતના પદ્યો સાથે આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના પદ્યોની તુલના પણ તેમણે કરી છે. આશ્ચર્ય છે કે શીલાંકથી માંડી દીપિકાકાર સુધીના પ્રાચીન અને અર્વાચીન વૃત્તિકારોનું ધ્યાન આચારાંગના પદ્યભાગના પૃથક્કરણ તરફ ન ગયું. વર્તમાન ભારતીય સંશોધક, સંપાદકો અને અનુવાદકોનું ધ્યાન પણ તે તરફ ન જઈ શક્યું, તે ખેદનો વિષય છે.
આચારાગ્ર રૂપ દ્વિતીય શ્રુતસ્કંધની પ્રથમ બે ચૂલિકાઓ પૂરેપૂરી ગદ્યમાં છે. તૃતીય ચૂલિકામાં બે-ચાર જગ્યાએ પદ્યનો પ્રયોગ પણ નજરે પડે છે. તેમાં મહાવીરની સંપત્તિના દાન સંબંધમાં પ્રાપ્ત થતું વર્ણન છ આર્યાઓમાં છે. મહાવીર દ્વારા દીક્ષાશિબિકામાં બેસીને જ્ઞાતખંડવન તરફ કરવામાં આવેલ પ્રસ્થાનનું વર્ણન પણ અગિયાર આર્યાઓમાં છે. ભગવાન જે સમયે સામાયિક ચારિત્ર અંગીકાર કરવા માટે પ્રતિજ્ઞાવચનનું ઉચ્ચારણ કરે છે તે સમયે ઉપસ્થિત જનસમૂહ એવી રીતે શાંત થઈ જાય છે કે જાણે તે ચિત્રલિખિત ન હોય. આ દશ્યનું વર્ણન પણ બે આર્યાઓમાં છે. આગળ પાંચ મહાવ્રતોની ભાવનાઓનું વર્ણન કરતી વેળાએ અપરિગ્રહવ્રતની ભાવનાનાં વર્ણનમાં પાંચ અનુણુભનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ભાવના નામક તૃતીય ચૂલિકામાં કુલ ચોવીસ પદ્યો છે. બાકીનો સંપૂર્ણ અંશ ગદ્યમાં છે. વિમુક્તિ નામક ચતુર્થ ચૂલિકા પૂરેપૂરી પદ્યમય છે. તેમાં કુલ અગિયાર પદ્યો છે જે ઉપજાતિ જેવા કોઈછંદમાં લખાયેલાં જણાય છે. સુત્તનિપાતના આમગંધસુત્તમાં પણ આવા છંદનો પ્રયોગ થયેલો છે. આ છંદમાં પ્રત્યેક પાદમાં બાર અક્ષર હોય છે. આ રીતે સમગ્ર દ્વિતીય શ્રુતસ્કંધમાં કુલ પાંત્રીસ પદ્યોનો પ્રયોગ થયો છે. આચારાંગની વાચનાઓઃ
નંદિસૂત્ર અને સમવાયાંગમાં લખ્યું છે કે આચારાંગની અનેક વાચનાઓ છે. વર્તમાન સમયમાં આ બધી વાચનાઓ ઉપલબ્ધ નથી, પરંતુ શીલાંકની વૃત્તિમાં સ્વીકૃત પાઠરૂપ એક વાચના અને તેમાં નાગાર્જુનીય નામે ઉલ્લિખિત બીજી વાચના–એમ બે પ્રકારની વાચનાઓ મળે છે. નાગાર્જુનીય વાચનાના પાઠભેદો વર્તમાન પાઠો કરતાં અત્યંત વિલક્ષણ છે. ઉદાહરણ રૂપે જોઈએ તો વર્તમાનમાં આચારાંગમાં એક પાઠ આ પ્રકારનો મળે છે :कट्ट एवं अवयाणओ बिइया मंदस्स बालिया लद्धा हुरत्था ।
– આચરાંગ અ.૫, ઉ.૧, સૂ. ૧૪પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org