________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ
૧૧૯
તેમનો ત્યાગ કરવો જોઈએ-તેમનાથી અલગ રહેવું જોઈએ તેમના પર મોહન રાખવો જોઈએ. તૃતીય ઉદેશકમાં બતાવવામાં આવ્યું છે કે સાધુનાં શરીરનું કંપન જોઈને જો કોઈ ગૃહસ્થ શંકા કરે કે આ સાધુ કામાવેગના કારણે કાંપે છે તો તેની શંકા દૂર કરવી જોઈએ તેને શંકાથી મુક્ત કરવો જોઈએ તેનો શંકારૂપ જે મોહ છે તે દૂર કરવો જોઈએ. આગળના ઉદ્દેશકોમાં ઉપકરણ અને શરીરના વિમોક્ષ અથવા વિમોહ સંબંધી પ્રકાર પાડવામાં આવ્યો છે, જેનો સાર એ છે કે જો એવી શારીરિક પરિસ્થિતિ પેદા થઈ જાય કે સંયમની રક્ષા ન થઈ શકે અથવા સ્ત્રી વગેરેનો અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ થતાં સંયમભંગની સ્થિતિ પેદા થઈ જાય તો વિવેકપૂર્વક જીવનનો મોહ છોડી દેવો જોઈએ અર્થાત્ શરીર વગેરેથી આત્માનો વિમોક્ષ કરવો જોઈએ.
નવમા અધ્યયનનું નામ ઉવહાણસુય–ઉપધાનશ્રત છે. તેમાં ભગવાન મહાવીરની ગંભીર ધ્યાનમય અને ઘોર તપોમયસાધનાનું વર્ણન છે. ઉપધાન શબ્દ તપના પર્યાયરૂપે જૈન પ્રવચનમાં પ્રસિદ્ધ છે. એટલા માટે આનું નામ ઉપધાનશ્રત રાખવામાં આવેલું જણાય છે. નિર્યુક્તિકારે આ અધ્યયનના નામ માટે “ઉવહાણસુય' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદેશકમાં દીક્ષા લીધા પછી ભગવાન મહાવીરને જે કંઈ સહન કરવું પડ્યું તેનું વર્ણન છે. તેમણે સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરી અહિંસામયચર્યા સ્વીકારી. તેઓ હેમંત ઋતુમાં અર્થાત કડકડતી ઠંડીમાં ઘરબાર છોડીને નીકળી પડ્યા અને કઠોર પ્રતિજ્ઞા લીધી કે “આ શરીરને વસ્ત્રોથી ઢાંકીશ નહિ' વગેરે. દ્વિતીય તેમ જ તૃતીય ઉદ્દેશકમાં ભગવાને કેવા કેવા સ્થળોએ નિવાસ કર્યો અને ત્યાં તેમને કેવા કેવા પરીષહો સહન કરવા પડ્યા તે બતાવવામાં આવ્યું છે. ચતુર્થ ઉદ્દેશકમાં બતાવાયું છે કે ભગવાને કેવા પ્રકારની તપશ્ચર્યા કરી, ભિક્ષાચર્યામાં શું શું અને કેવું કેવું શુષ્ક ભોજન લીધું, કેટલા સમય સુધી પાણી પીધું કે ન પીધું ઇત્યાદિ. પહેલાં “આચાર'ના જે પર્યાયવાચી શબ્દો બતાવ્યા છે તેમાં એક “આઈષ્ણશબ્દ પણ છે. આઈષ્ણનો અર્થ છે આચીર્ણ અર્થાત્ આચરિત. આચારાંગમાં જે પ્રકારની રર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ ચર્યાનું જેમણે આચરણ કર્યું છે તેમનું આ અધ્યયનમાં વર્ણન છે. આને જ દૃષ્ટિમાં રાખીને સંપૂર્ણ આચારાંગનું એક નામ “આઈષ્ણ' પણ રાખવામાં આવેલું છે.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોના બધા મળી ૫૧ ઉદેશકો છે. તેમાંથી સાતમા અધ્યયન મહાપરિજ્ઞાના સાતેય ઉદેશકોનો લોપ થઈ જવાના કારણે વર્તમાન સમયમાં ૪૪ ઉદેશકો જ ઉપલબ્ધ છે. નિર્યુક્તિકારે આ બધા ઉદ્દેશકોનો વિષયાનુક્રમ બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org