________________
અંગઆગમ
૧
‘મહાપરિક્ષા’ના ‘મહા’ અને ‘પરિક્ષા’ આ બે પદોનું નિરૂપણ કરવાની સાથે સાથે પરિક્ષાના પ્રકારોનું પણ નિરૂપણ કર્યું છે અને અંતિમ ગાથામાં બતાવ્યું છે કે સાધકે દેવાંગના, નરાંગના અને તિર્યંચાંગના એ ત્રણેનો મન-વચન-કાયાથી ત્યાગ કરવો જોઈએ. આ પરિત્યાગનું નામ મહાપરિજ્ઞા છે. આ અધ્યયનનો વિષય નિર્યુક્તિકારના શબ્દોમાં ‘મોહસમુત્થા પરિસદુવસા' અર્થાત્ મોહજન્ય પરીષહ અથવા ઉપસર્ગ છે. તેની વ્યાખ્યા કરતાં વૃત્તિકાર શીલાંકદેવ કહે છે કે સંયમી શ્રમણે સાધનામાં વિઘ્નરૂપે ઉત્પન્ન થતાં મોહજન્ય પરીષહો અથવા ઉપસર્ગો સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. સ્ત્રી-સંસર્ગ પણ એક મોહજન્ય પરીષહ જ છે. ભગવાન મહાવીર કૃત આચારવિધાનોમાં બ્રહ્મચર્ય અર્થાત્ ત્રિવિધ સ્ત્રી-સંસર્ગત્યાગ મુખ્ય છે. પરંપરાથી ચાલ્યા આવનારા ચાર યામો ~ ચાર મહાવ્રતોમાં ભગવાન મહાવીરે બ્રહ્મચર્યવ્રત અલગથી ઉમેર્યું. તેનાથી જાણી શકાય છે કે ભગવાન મહાવીરના સમયમાં એ બાબતમાં કેટલી શિથિલતા રહી હશે. આ પ્રકારની ઉગ્ર શિથિલતા અને આચાર-પતનના યુગમાં કોઈ વિઘ્નસંતોષી કદાચ આ અધ્યયનના લોપમાં નિમિત્ત બનેલ હોય તો કોઈ આશ્ચર્ય નહિ.
૧૧૮
આઠમા અધ્યયનનાં બે નામો જણાય છે ઃ એક વિમોક્ખ અથવા વિમોક્ષ અને બીજું વિમોહ. અધ્યયનની મધ્યમાં ‘ફ્ન્વેયં વિમોહાયયન’ તથા ‘અનુપુદ્ધે વિમોહા’ અને અધ્યયનના અંતમાં ‘વિમોહન્નયાં હિચં’ આ વાક્યોમાં સ્પષ્ટરૂપે ‘વિમોહ’ શબ્દનો ઉલ્લેખ છે. આ જ શબ્દપ્રયોગ અધ્યયનના નામકરણમાં નિમિત્તભૂત બન્યો જણાય છે. નિર્યુક્તિકારે નામના રૂપમાં ‘વિમોક્ખવિમોક્ષ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વૃત્તિકાર શીલાંકસૂરિ મૂળ અને નિર્યુક્તિ બંનેનું અનુસરણ કરે છે. અર્થની દૃષ્ટિએ વિમોહ અને વિમોક્ખમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી. પ્રસ્તુત અધ્યયનના આઠ ઉદ્દેશકો છે. ઉદ્દેશકોની સંખ્યાની દૃષ્ટિએ આ અધ્યયન બાકીના આઠ અધ્યયનોથી મોટું છે. નિર્યુક્તિકારનું કથન છે કે આ આઠેય ઉદ્દેશકોમાં વિમોક્ષ વિષયક નિરૂપણ છે. વિમોક્ષનો અર્થ છે અલગ થઈ જવું—સાથે ન રહેવું. વિમોહનો અર્થ છે મોહ ન રાખવો—સંસર્ગ ન કરવો. પ્રથમ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે જે અણગારોનો આચાર પોતાના આચાર સાથે મળતો ન જણાય તેમના સંસર્ગથી દૂર રહેવું જોઈએતેમની સાથે ન રહેવું જોઈએ અથવા તેવા અણગારોનો મોહ ન રાખવો જોઈએ—તેમનો સંગ ન કરવો જોઈએ. બીજા ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે આહાર, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત હોય તો
૧.
सप्तमे त्वयम्-संयमादिगुणयुक्तस्य कदाचिद् मोहसमुत्थाः परीषहा उपसर्गा वा प्रादुर्भवेयुः સમ્યક્ સોઢવ્યા:-પૃ. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org