________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
જોતાં ‘આયાર’ અંતર્ગત આ નામનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે આયાર, આચાલ, આગાલ, આગર તથા આઇક્ષ્ણ જુદા જુદા શબ્દો નથી પરંતુ એક જ શબ્દના જુદાં જુદાં રૂપાંતરો છે. આસાસ, આયરિસ, અંગ, આજાતિ અને આમોક્ષ શબ્દો આયાર શબ્દથી જુદા છે. તે બધામાં ‘અંગ’ શબ્દનો સંબંધ પ્રત્યેક સાથે રહેલો છે, જેમ કે આયારઅંગ અથવા આયારંગ વગેરે. આયાર—આચાર સૂત્ર શ્રુતરૂપ પુરુષનું એક વિશિષ્ટ અંગ છે આથી તેને આયારંગ—આચારાંગ કહેવામાં આવે છે. ‘આજાતિ’ શબ્દ સ્થાનાંગસૂત્રમાં બે અર્થમાં પ્રયુક્ત થયો છે ઃ જન્મના અર્થમાં તથા આચારદશા નામના શાસ્ત્રના દસમા અધ્યયનના નામ રૂપે. સંભવ છે કે આચારદશા અને આચારના નામસામ્યને કારણે આચારદશાના અમુક અધ્યયનોનું નામ સમગ્ર આચારાંગ માટે પ્રયોજાયું હોય. આસાસ વગેરે બાકીના શબ્દોની કોઈ ઉલ્લેખનીય વિશેષતા પ્રતીત થતી નથી.
પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનો ઃ
નવબ્રહ્મચર્યરૂપ પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોનાં નામોનો નિર્દેશ સ્થાનાંગ અને સમવાયાંગમાં મળે છે. એ જ રીતનો બીજો ઉલ્લેખ આચારાંગનિર્યુક્તિ (ગા. ૩૧-૨)માં પણ મળે છે. તે મુજબ નવ અધ્યયનો આ પ્રમાણે છે ઃ ૧. સત્યપરિણા (શસ્ત્રપરિજ્ઞા), ૨. લોગવિજય (લોકવિજય), ૩. સીઓસણિજ્જ (શીતોષ્ણીય), ૪. સમ્મત્ત (સમ્યક્ત્વ), ૫. આવંતિ (યાવન્તઃ), ૬. ધૂઅ (ધૂત), ૭. વિમોહ (વિમોહ અથવા વિમોક્ષ), ૮. ઉવહાણસુઅ (ઉપધાનશ્રુત), ૯. મહાપરિણા (મહાપરિજ્ઞા). નંદિસૂત્રની હારિભદ્રીય તથા મલયગિરિષ્કૃત વૃત્તિમાં મહાપરિણાનો ક્રમ આઠમો અને ઉવહાણસુઅનો ક્રમ નવમો છે. આચારાંગ-નિર્યુક્તિમાં ધૂએ પછી મહાપરિણા, તે પછી વિમોહ અને ત્યાર પછી ઉવહાણસુઅનો નિર્દેશ છે. આ રીતે અધ્યયનક્રમમાં કંઈક તફાવત હોવા છતાં પણ સંખ્યાની દૃષ્ટિએ બધા એકમત છે. આ નવે અધ્યયનોનું એક સામાન્ય નામ નવબ્રહ્મચર્ય પણ છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ વ્યાપક અર્થસંયમના અર્થમાં પ્રયોજાયો છે. આચારાંગની ઉપલબ્ધ વાચનામાં છઠ્ઠું ધૂન, સાતમું મહાપરિણા, આઠમું વિમોહ અને નવમું ઉવહાણસુઅઆ જાતનો ક્રમ છે. નિર્યુક્તિકારે તથા વૃત્તિકાર શીલાંકે પણ આ જ ક્રમ સ્વીકાર્યો છે. પ્રસ્તુત ચર્ચામાં આ જ ક્રમનું અનુસરણ કરવામાં આવશે.
૧૧૫
ઉપર્યુક્ત નવ અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામ શસ્ત્રપરિક્ષા છે. તેમાં બધા મળી સાત ઉદ્દેશકો—પ્રકરણો છે. નિર્યુક્તિકારે આ ઉદ્દેશકોના વિષયક્રમનું નિરૂપણ કરતાં બતાવ્યું છે કે પ્રથમ ઉદ્દેશકમાં જીવના અસ્તિત્વનું નિરૂપણ છે તથા પછીના છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org