________________
૧૧૬
અંગઆગમ
ઉદેશકોમાં પૃથ્વીકાય વગેરે છ જવનિકાયોનાં આરંભ-સમારંભની ચર્ચા છે. આ પ્રકરણોમાં શસ્ત્ર શબ્દનો અનેકવાર પ્રયોગ કરવામાં આવ્યો છે અને લૌકિક શાસ્ત્રની અપેક્ષાએ સર્વથા ભિન્ન પ્રકારના શસ્ત્રના અભિધેયનું સ્પષ્ટપરિજ્ઞાન કરાવવામાં આવ્યું છે. આથી શબ્દાર્થની દૃષ્ટિએ પણ આ અધ્યયનનું શસ્ત્રપરિજ્ઞા નામ સાર્થક છે.
દ્વિતીય અધ્યયનનું નામ લોકવિજયે છે. તેમાં કુલ છ ઉદ્દેશકો છે. કેટલાંક સ્થળે 'गढिए लोए, लोए पव्वहिए, लोगविपस्सी, विइत्ता लोगं, वंता लोगसन्नं, लोगस्स
ગ્નસમારંભા” આ પ્રકારના વાક્યોમાં “લોક' શબ્દનો પ્રયોગ તો મળે છે પરંતુ બધા અધ્યયનોમાં ક્યાંય પણ “વિજય’ શબ્દનો પ્રયોગ દેખાતો નથી. છતાં પણ સમગ્ર અધ્યયનમાં લોકવિજયનો જ ઉપદેશ છે, એવું કહી શકાય છે. અહીં વિજયનો અર્થ લોકપ્રસિદ્ધ જીત જ છે. લોક પર વિજય પ્રાપ્ત કરવો અર્થાત સંસારના મૂળ કારણરૂપ ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયોને જીતવા. આ જ આ અધ્યયનનો સાર છે. નિર્યુક્તિકારે આ અધ્યયનના છએ ઉદ્દેશકોનો જે વિષયાનુક્રમ બતાવ્યો છે તે તે જ રૂપે મળે છે. વૃત્તિકારે પણ તેનું જ અનુસરણ કર્યું છે. આ અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ્ય વૈરાગ્ય વધારવો, સંયમમાં દઢ બનાવવા, જાતિગત અભિમાનને દૂર કરવું, ભોગોની આસક્તિથી દૂર રાખવા, ભોજનાદિ નિમિત્તે થનારા આરંભ-સમારંભનો ત્યાગ કરાવવો, મમતા છોડાવવી વગેરે છે.
તૃતીય અધ્યયનનું નામ સીઓસણિજ્જ–શીતોષ્ણીય છે. તેના ચાર ઉદ્દેશકો છે. શીત અર્થાત્ શીતળતા અથવા સુખ અને ઉષ્ણ અર્થાત્ પરિતાપ કે દુઃખ. પ્રસ્તુત અધ્યયનમાં આ બંનેના ત્યાગનો ઉપદેશ છે. અધ્યયનના પ્રારંભમાં જ “લોસિવારું (શીતોષ્ણત્યાગી) એવો શબ્દ-પ્રયોગ પણ મળે છે. આ રીતે અધ્યયનનું શીતોષ્ણીય નામ સાર્થક છે. નિર્યુક્તિકારે ચારે ઉદ્દેશકોનો વિષયક્રમ આ પ્રમાણે બતાવ્યો છે : પ્રથમ ઉદ્દેશકમાં અસંયમીને સુત્ત–સૂતેલાની કોટિમાં ગણાવેલ છે. બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે આ જાતના સૂતેલા માણસો મહાદુઃખનો અનુભવ કરે છે. ત્રીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે કે શ્રમણ માટે માત્ર દુઃખ સહન કરવાનું અર્થાત્ દેહદમન કરવાનું જ પર્યાપ્ત નથી. તેણે ચિત્તશુદ્ધિની પણ વૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. ચતુર્થ અધ્યયનમાં કષાય-ત્યાગ, પાપકર્મ-ત્યાગ તથા સંયમોત્કર્ષનું નિરૂપણ છે. આ જ વિષયક્રમ વર્તમાન સમયમાં પણ ઉપલબ્ધ છે.
ચતુર્થ અધ્યયનનું નામ સમ્મા–સમ્યક્ત છે. તેના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાધર્મની સ્થાપના અને સમ્યક્તવાદનું નિરૂપણ છે. દ્વિતીય ઉદ્દેશકમાં હિંસાની સ્થાપના કરનારા અન્યમૂર્થિકોને અનાર્ય કહેવામાં આવ્યા છે અને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org