________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય ઃ આચારાંગ
૧૧૩
ન હતો. સુધર્માસ્વામીના સમયમાં પણ અચેલક અને સચેલક પ્રથાઓની સંગતિ હતી. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં અચેલક અર્થાત્ વસ્રરહિત ભિક્ષુના વિષયમાં તો ઉલ્લેખ આવે છે પરંતુ કરપાત્રી અર્થાત્ પાણિપાત્રી ભિક્ષુ સંબંધી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ દૃષ્ટિગોચર થતો નથી. વીરનિર્વાણના હજાર વર્ષ પછી સંકલિત કલ્પસૂત્રના સામાચારી-પ્રકરણની ૨૫૩, ૨૫૪ અને ૨૫૫મી કંડિકામાં ‘પાણિવડિનહિયલ્સ મિલ્લુસ્ત' આ શબ્દોમાં પાણિપાત્રી અથવા કરપાત્રી ભિક્ષુનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે અને આગળની કંડિકામાં ‘પઙિધારિમ્સ મિવવુક્ષ્ય' આ શબ્દોમાં પાત્રધારી ભિક્ષુનો પણ ઉલ્લેખ છે. આ પ્રમાણે સર્ચલક પરંપરાના આગમોમાં અચેલક અને સચેલકની માફક કરપાત્રી અને પાત્રધારી ભિક્ષુઓનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે.
આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં વસ્ત્રધારી ભિક્ષુઓ વિષયમાં વિશેષ વિવેચન મળે છે. તેમાં સર્વથા અચેલક ભિક્ષુ સંબંધી સ્પષ્ટરૂપે કોઈ ઉલ્લેખ મળતો નથી. આમ તો મૂળમાં ભિક્ષુ અને ભિક્ષુણી જેવા સામાન્ય શબ્દોનો જ પ્રયોગ થયો છે. પરંતુ જ્યાં જ્યાં ભિક્ષુએ આવાં વસ્ત્ર લેવાં જોઈએ, આવાં વસ્ત્ર ન લેવાં જોઈએ, આવાં પાત્ર લેવાં જોઈએ, આવાં પાત્ર ન લેવાં જોઈએ—ઇત્યાદિ ચર્ચાનું વિધાન છે ત્યાં સચેલક અથવા પાણિપાત્ર ભિક્ષુની ચર્ચાના વિષયમાં કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. આ પરથી એવું અનુમાન કરી શકાય છે કે દ્વિતીય શ્રુતસ્કંધનો ઝોક સચેલક પ્રથા તરફ છે. સંભવ છે કે એટલા માટે જ સ્વયં નિર્યુક્તિકારે તેની રચનાની જવાબદારી સ્થવિરો પર નાખી છે. સુધર્માસ્વામીનો ઝોક બંને પરંપરાઓની સાપેક્ષ સંગતિ તરફનો હોવાનું જણાઈ આવે છે. આ ઝોકનું પ્રતિબિંબ પ્રથમ શ્રુતસ્કંધમાં જોવા મળે છે. બીજું અનુમાન એ પણ થઈ શકે છે કે નગ્નતા તથા સચેલકતા (જીર્ણવસ્ત્રધારિત્વ અથવા અલ્પવસ્ત્રધારિત્વ) બંને પ્રથાઓની માન્યતા હોવાને કારણે જે સમુદાય પોતાની શારીરિક, માનસિક અથવા સામાજિક પરિસ્થિતિઓ તેમ જ મર્યાદાઓને કા૨ણે સર્ચલકતા તરફ ઝુકવા લાગ્યો હોય તેનું પ્રતિનિધિત્વ બીજા શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યું હોય. જે યુગનો આ દ્વિતીય શ્રુતસ્કંધ છે તે યુગમાં પણ અચેલકતાને આદરણીય માનવામાં આવતી હતી અને સચેલકતા તરફ ઝુકેલ સમુદાય પણ અચેલકતાને એક વિશિષ્ટ તપશ્ચર્યાના રૂપમાં જોતો હતો અને પોતાની અમુક મર્યાદાઓને કારણે તે પોતે તે તરફ જઈ શકતો ન હતો. આ બાબતનાં અનેક પ્રમાણો અંગશાસ્ત્રોમાં આજ પણ મળી આવે છે. અંગસાહિત્યમાં અચેલકતા અને સચેલકતા બંને પ્રથાઓનું સાપેક્ષ સમર્થન મળે છે.
અચેલક અર્થાત્ યથાજાત અને સચેલક અર્થાત્ અલ્પવસ્ત્રધારી—આ બંને પ્રકારના સાધક-શ્રમણોમાં અમુક પ્રકારનો શ્રમણ પોતાને અધિક ઉત્કૃષ્ટ સમજે અને બીજાને અપકૃષ્ટ સમજે તે બરાબર નથી. આ વાત આચારાગ્રના મૂળમાં જ કહેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org