________________
૧૧૨
અંગઆગમ
પરમેન વા વિક્રેન વ...સુતિ વા ઉમૂifસ વા...' આ વાક્યમાં જે ભિક્ષુચર્યા સંક્ષેપમાં બતાવવામાં આવી છે તેને ધ્યાનમાં રાખતાં દ્વિતીય શ્રુતસ્કંધમાં એકાદશ પિંડેષણાઓનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. એ જ રીતે દ્વિતીય અધ્યયનના પંચમ ઉદ્દેશકમાં નિર્દિષ્ટ “વલ્થ ડિદિશંવતં પાયjછvi નો હિંડો 'ને મૂળભૂત માનતાં વઐષણા, પાત્રષણા, અવગ્રહપ્રતિમા, શય્યા વગેરેનું આચારાગ્રમાં વિવેચન કરવામાં આવ્યું છે. પાંચમા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકમાં જામપુIIમં તૂફનમMલ્સ' એ વાક્યમાં આચારચૂલિકાના સંપૂર્ણ દર્યા અધ્યયનનું મૂળ વિદ્યમાન છે. ધૂત નામક છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશકના “ફિત્તે વિમા જિદ્દે વેવી’ એ વાક્યમાં દ્વિતીય શ્રુતસ્કંધના “ભાષાજાત' અધ્યયનનું મૂળ છે. એ રીતે નવબ્રહ્મચર્ય રૂપ પ્રથમ શ્રુતસ્કંધ આચારચૂલિકારૂપ દ્વિતીય શ્રુતસ્કંધનો આધારસ્તંભ છે.
પ્રથમ શ્રતસ્કંધનાં ઉપધાનશ્રત નામકનવમા અધ્યયનના બે ઉદ્દેશકોમાં ભગવાન મહાવીરની ચર્યાનું ઐતિહાસિક દષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ વર્ણન છે. આ વર્ણન જૈન ધર્મના પાયારૂપ આંતરિક અને બાહ્ય અપરિગ્રહની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું છે. વૈદિક પરંપરાનાં હિંસારૂપ આલંબનનો સર્વથા નિષેધ કરનાર અને અહિંસાને જધર્મરૂપ બતાવનાર શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયન પણ ઓછા મહત્ત્વનું નથી. તેમાં હિંસારૂપ સ્નાન આદિ શૌચધર્મને પડકારવામાં આવેલ છે. સાથોસાથ જ વૈદિક અને બૌદ્ધ પરંપરાના મુનિઓની હિંસારૂપ ચર્યા વિષયમાં પણ સ્થાને સ્થાને વિવેચન કરવામાં આવ્યું છે તથા “સર્વ પ્રાણોનું હનન કરવું જોઈએ' એ પ્રકારનું કથન અનાર્યોનું છે તથા કોઈ પણ પ્રાણનું હનન ન કરવું જોઈએ એ પ્રકારનું કથન આર્યોનું છે, એવા મતની પુષ્ટિ કરવામાં આવી છે. “અરે પુત્રે ન કાંતિ ને “તહાયા ૪ ઇત્યાદિ ઉલ્લેખો દ્વારા તથાગત બુદ્ધના મતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. “વતો વાવો નિવર્તિતે જેવાં ઉપનિષદવાર્યો સાથે મળતા “સત્રે સા નિયëતિ, તા નત્થર વિન્ન ઇત્યાદિ વાક્યો દ્વારા આત્માની અગોચરતા બતાવવામાં આવી છે. અચેલક–સર્વથા નગ્ન, એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી તથા ત્રિવસ્ત્રધારી ભિક્ષુઓની ચર્યાસંબંધી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રથમ શ્રુતસ્કંધમાં મળે છે. આ ઉલ્લેખોમાં સચેલકતા અને અચેલકતાની સંગતિરૂપ સાપેક્ષ મર્યાદાનું પ્રતિપાદન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં આવતી બધી વાતો જૈન ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ, જૈન મુનિઓની ચર્યાની દૃષ્ટિએ અને સમગ્ર જૈન સંઘની અપરિગ્રહાત્મક વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. અચેલકતા અને સચેલકતાઃ
ભગવાન મહાવીરની ઉપસ્થિતિમાં અચલકતા-સચેલકતાનો કોઈ વિશેષ વિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org