________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
અધ્યયનમાં સાધક શ્રમણના ખાનપાન તથા વસ્ત્રપાત્રના વિષયમાં પણ ચર્ચા છે. તેમાં તેના નિવાસસ્થાનનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સાથે જ અચેલક—યથાજાતશ્રમણ તથા તેની મનોવૃત્તિનું પણ નિરૂપણ છે. એ જ રીતે એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી તથા ત્રિવસ્ત્રધારી ભિક્ષુઓ અને તેમનાં કર્તવ્યો અને મનોવૃત્તિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ આચાર-ગોચરની ભૂમિકારૂપ આધ્યાત્મિક યોગ્યતા પર જ પ્રારંભિક અધ્યયનોમાં ભાર મૂકવામાં આવ્યો છે.
વિષય :
વર્તમાન આચારાંગમાં શું ઉપર્યુક્ત વિષયોનું નિરૂપણ છે ? જો છે તો કેવી રીતે ? ઉપર્યુક્ત રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગના જે વિષયોનો ઉલ્લેખ છે તે એટલા વ્યાપક અને સામાન્ય છે કે અગિયારે અંગોમાંથી દરેક અંગમાં કોઈને કોઈ રીતે તેમની ચર્ચા આવે જ છે. તેમનો સંબંધ માત્ર આચારાંગ સાથે જ નથી. અચેલક પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગના શ્રુતસ્કંધ, અધ્યયનો વગેરે વિષયમાં કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમાં માત્ર તેની પદસંખ્યા વિષયમાં ઉલ્લેખ મળે છે. સચેલક પરંપરાના સમવાયાંગ તથા નંદિસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે આચારાંગના બે શ્રુતસ્કંધ છે, પચીસ અધ્યયનો છે. તેમાં પદસંખ્યા વિષયમાં પણ ઉલ્લેખ મળે છે. આચારાંગના બે શ્રુતસ્કંધોમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું નામ ‘બ્રહ્મચર્ય’ છે. તેનાં નવ અધ્યયનો હોવાને કારણે તેને ‘નવ બ્રહ્મચર્ય’ કહેવામાં આવેલ છે. દ્વિતીય શ્રુતસ્કંધ પ્રથમ શ્રુતસ્કંધની ચૂલિકારૂપ છે. તેનું બીજું નામ ‘આચારાગ્ર’ પણ છે. વર્તમાનકાળે પ્રચલિત પદ્ધતિ અનુસાર તેને પ્રથમ શ્રુતસ્કંધનું પરિશિષ્ટ પણ કહી શકીએ. રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગનો જે વિષય બતાવવામાં આવ્યો છે તે દ્વિતીય શ્રુતસ્કંધમાં અક્ષરશઃ મળી આવે છે. આ સંબંધમાં નિર્યુક્તિકાર અને વૃત્તિકાર કહે છે કે સ્થવિર પુરુષોએ શિષ્યોના હિતની દૃષ્ટિએ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના અપ્રગટ અર્થને પ્રગટ કરીને—વિભાગશઃ સ્પષ્ટ કરીને ચૂલિકારૂપ—આચારાગ્ર રૂપ દ્વિતીય શ્રુતસ્કંધની રચના કરી છે. નવબ્રહ્મચર્યના પ્રથમ અધ્યયન ‘શસ્ત્રપરિજ્ઞા'માં સમારંભ–સમાલંભ અથવા આરંભ—આલંભ અર્થાત્ હિંસાના ત્યાગરૂપ સંયમ વિષયમાં જે વિચાર સામાન્યપણે રાખવામાં આવ્યા છે તેમનો જ યથોચિત વિભાગ કરી દ્વિતીય શ્રુતસ્કંધમાં પાંચ મહાવ્રતો અને તેમની ભાવનાઓની સાથોસાથ જ સંયમની એકવિધતા, દ્વિવિધતા વગેરેનો તથા ચાતુર્યામ, પંચયામ, રાત્રિભોજનત્યાગ ઇત્યાદિનો પરિચય આપવામાં આવ્યો છે. દ્વિતીય અધ્યયન ‘લોકવિજય'ના પાંચમા ઉદ્દેશકમાં આવતા ‘સવ્વામાંધે પરિત્રાય નિામાંધે પરિવ્ય’ તથા ‘અવિસ્મમાળે વય-વિધાસૢ' આ વાક્યોમાં અને આઠમા વિમોક્ષ અથવા વિમોહ નામના અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં આવતા ‘સે મિલ્લૂ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૧
www.jainelibrary.org