________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૧૦૫ અભાવ જણાઈ આવે છે. વિષય-વૈવિધ્યઃ
અંગગ્રંથોમાં નીચેના વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્વર્ગ-નરકાદિ પરલોક, સૂર્ય-ચન્દ્રાદિ જ્યોતિષ્ક દેવો, જંબૂઢીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો, વિવિધ પ્રકારના ગર્ભો કે જન્મો, પરમાણુ-કંપન, પરમાણુની સાંશતા વગેરે. આ રીતે આ સૂત્રોમાં માત્ર અધ્યાત્મ અને તેની સાધનાની જ ચર્ચા નથી પરંતુ તત્સંબંધી અન્ય અનેક વિષયોની પણ ચર્ચા કરવામાં આવી છે. તેમાં ક્યાંય પણ એમ નથી કહેવામાં આવ્યું કે અમુક પ્રશ્ન તો અવ્યાકૃત છે અર્થાત્ તેનું વ્યાકરણ સ્પષ્ટીકરણ થઈ શકે નહિ. એટલે સુધી કે મુક્તાત્મા અને નિર્વાણના વિષયમાં પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તત્કાલીન સમાજવ્યવસ્થા, વિદ્યાભ્યાસની પદ્ધતિ, રાજયસંસ્થા, રાજાઓના વૈભવ-વિલાસ, મદ્યપાન, ગણિકાઓનું રાજયસંસ્થામાં સ્થાન, વિવિધ પ્રકારની સામાજિક પ્રણાલિકાઓ, યુદ્ધ, વાદવિવાદ, અલંકારશાળા, ક્ષૌરશાળા, જૈન મુનિઓની આચાર-પ્રણાલિકા, અન્ય મતના તાપસો અને પરિવ્રાજકોની વેશભૂષા, દીક્ષા તથા આચાર-પ્રણાલી, અપરાધીને માટે દંડવ્યવસ્થા, જેલોના વિવિધ પ્રકારો, વ્યાપારવ્યવસાય, જૈન અને અજૈન ઉપાસકોની ચર્યા, માનતા માનવાની અને પૂરી કરવાની પદ્ધતિઓ, દાસપ્રથા, ઇન્દ્ર, રુદ્ર, સ્કંદ, નાગ, ભૂત, યક્ષ, શિવ, વૈશ્રમણ, હરિસેગમેલી વગેરે દેવો, વિવિધ કળાઓ, નૃત્ય, અભિનય, લબ્ધિઓ, વિદુર્વણાશક્તિ, સ્વર્ગમાં થનારી ચોરીઓ વગેરે, નગર, ઉદ્યાન, સમવસરણ (ધર્મસભા), દેવાસુરસંગ્રામ, વનસ્પતિ વગેરે વિવિધ જીવો, તેમનો આહાર, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, અધ્યવસાય વગેરે અનેક વિષયો પર અંગગ્રંથોમાં પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન પરંપરાનું લક્ષ્ય:
જૈન તીર્થકરોનું લક્ષ્ય નિર્વાણ છે. વીતરાગદશાની પ્રાપ્તિ તેમનું અંતિમ અને મુખ્ય ધ્યેય છે. જૈન શાસ્ત્રો કથાઓ દ્વારા, તત્ત્વચર્ચા દ્વારા અથવા સ્વર્ગ-નરક, સૂર્યચંદ્ર વગેરેના વર્ણન દ્વારા આનું જ નિરૂપણ કરે છે. જ્યારે વેદોની રચના થઈ ત્યારે વૈદિક પરંપરાનું મુખ્ય ધ્યેય સ્વર્ગપ્રાપ્તિ હતું. આ જ ધ્યેયને લક્ષ્યમાં રાખીને વેદોમાં વિવિધ કર્મકાંડીની યોજના કરવામાં આવી છે. તેમાં હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, મદિરાપાન-અપાન ઇત્યાદિની ચર્ચા ગૌણ છે. ધીરે ધીરે ચિંતનપ્રવાહમાં સ્વર્ગપ્રાપ્તિના સ્થાને નિર્વાણ, વીતરાગતા તેમ જ સ્થિતપ્રજ્ઞતાની પ્રતિષ્ઠા થઈ. બાહ્ય કર્મકાંડો પણ તે જ ધ્યેયને અનુકૂળ બન્યા. આમ હોવા છતાં પણ આ નવીન પરિવર્તનની સાથે સાથે પ્રાચીન પરંપરા પણ ચાલતી રહી. તેનું જ પરિણામ છે કે જે ધ્યેય નથી અથવા અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org