________________
૧૦૪
અંગઆગમ
–આ પ્રકારના વાક્યો આવે છે. વૈદિક પરંપરામાં પણ આ પ્રકારના વાક્યો મળે છે. ઋગ્વદની ઋચાઓમાં અનેક સ્થળે પૂર્વપરંપરાની સૂચના આપવા માટે “નિ: પૂર્વેfમ: ઋષિપિ ડય: નૂતનૈઃ સત’ એમ કહીને પરંપરાને માટે “પૂર્વેfપ:' અથવા “નૂતનૈ' વગેરે પદો રાખવાની પ્રથા સ્વીકારવામાં આવી છે. ઉપનિષદોમાં ક્યાંક પ્રશ્નોત્તરની પદ્ધતિ છે તો ક્યાંક અમુક ઋષિએ અમુકને કહ્યું એવા પ્રકારની પ્રથા સ્વીકૃત છે. સૂત્રકૃતાંગ વગેરેમાં આચારાંગથી જુદા પ્રકારની વાક્યરચના દ્વારા પૂર્વપરંપરાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરમતોનો ઉલ્લેખ
અંગસૂત્રોમાં અનેક સ્થળે “જે પવયમાળા' એવું કહેતાં સૂત્રકારે પરમતોનો પણ ઉલ્લેખ કર્યો છે. પરમતનું વિશેષ નામ આપવાની પ્રથા ન હોવા છતાં પણ તે મતના વિવેચનથી નામની જાણ થઈ શકે છે. બુદ્ધનું નામ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત મખ્ખલિપુત્ર ગોશાલના આજીવિક મતનું પણ સ્પષ્ટ નામ આવે છે. ક્યાંક અન્ન સ્થિ—અય્થા એટલે કે અન્ય ગણવાળાઓ આમ કહે છે, એ રીતે કહેતાં પરમતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આચારાંગમાં તો નહિ, પરંતુ સૂત્રકૃતાંગ વગેરેમાં કેટલાંક સ્થળે ભગવાન પાર્શ્વનાથના શિષ્યોને માટે અથવા પાર્શ્વતીર્થના અનુયાયીઓ માટે પાર્વજ્ઞા” કે “પાસસ્થા” શબ્દોનો પણ પ્રયોગ થયો છે. આજીવિક મતના આચાર્ય ગોશાલકના છ દિશાચર સહાયકો હતા. આ દિશાચરો સંબંધમાં પ્રાચીન ટીકાકારો અને ચૂર્ણિકારોએ કહ્યું છે કે તેઓ પાસત્ય અર્થાત્ પાર્શ્વનાથની પરંપરાના હતા. કેટલાક સ્થાનોમાં અન્ય મતના અનુયાયીઓના કાલોદાયિ વગેરે નામો પણ આવે છે. અન્ય મત માટે બધી જગ્યાએ “મિથ્યા' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે અર્થાત્ અન્યતીર્થિક જે આવી રીતે કહે છે તે મિથ્યા છે, તેમ કહેવામાં આવ્યું છે. આચારાંગમાં હિંસા-અહિંસાની ચર્ચા પ્રસંગે “પાવાદુ–પ્રવિદુ:' શબ્દ પણ અન્ય મતવાદીઓ માટે પ્રયુક્ત થયો છે. જ્યાં ક્યાંય પણ અન્ય મતનો નિરાસ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ વિશેષ પ્રકારની તાર્કિક યુક્તિઓનો પ્રયોગ નહિવત્ છે. “આવું કહેનારા મંદ છે, બાલ છે, આરંભ-સમારંભ તથા વિષયોમાં ફસાયેલા છે. તેઓ દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરતા રહેશે. આ પ્રકારના આક્ષેપો જ મોટા ભાગે જોવા મળે છે. અર્થની વિશેષ સ્પષ્ટતા માટે અહીં તહીં ઉદાહરણો, ઉપમાઓ કે રૂપક પણ આપવામાં આવ્યા છે. સૂર્યગ્રહણાદિ સંબંધી તત્કાલીન મિથ્યાધારણાઓનું નિરસન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઊંચનીચની જાતિગત કલ્પનાનો પણ નિરાસ કરવામાં આવ્યો છે. બૌદ્ધ પિટકોમાં આ પ્રકારની કુશ્રદ્ધાઓના નિરસન માટે જે વિશદ ચર્ચા અને તર્કપદ્ધતિનો ઉપયોગ થયો છે તે કક્ષાની ચર્ચાનો અંગસૂત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org