________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૧૦૩
હોવા છતાં પણ આપણે નવીન પ્રકાશન વગેરેમાં તેનો પૂરો ઉપયોગ કરી શક્યા નથી. આચારાંગનાં પદ્યો ત્રિષ્ટુમ્, જગતી વગેરે વૈદિક પદ્યો સાથે મળતાં આવે છે.
ભાષાની દૃષ્ટિએ જોતાં જૈન આગમોની ભાષા સાધારણપણે અર્ધમાગધી કહેવાય છે. વૈયાકરણો તેને આર્ષ પ્રાકૃત કહે છે. જૈન પરંપરામાં શબ્દ અર્થાત્ ભાષાનું વિશેષ મહત્ત્વ નથી, જે કંઈ મહત્ત્વ છે તે અર્થ અર્થાત્ ભાવનું છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં ક્યારેય ભાષા ૫૨ જો દેવામાં આવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ મનુષ્યની ચિત્તશુદ્ધિ કે આત્મવિકાસનું નિર્માણ કરતી નથી. જીવનની શુદ્ધિનું નિર્માણ તો સદ્ વિચારો દ્વારા જ થાય છે. ભાષા તો વિચારોનું વાહન એટલે કે માધ્યમ છે. આથી માધ્યમ હોવા સિવાય ભાષાનું કોઈ મૂલ્ય નથી. પરંપરાથી ચાલતું આવેલું સાહિત્ય ભાષાની દૃષ્ટિએ પરિવર્તિત થતું આવ્યું છે. આથી તેમાં પ્રાકૃત ભાષાનું એક સ્વરૂપ સ્થિર રહ્યું છે એમ કહી શકાય નહિ. એટલા માટે આચાર્ય હેમચંદ્રે જૈન આગમોની ભાષાને આર્ષ પ્રાકૃત નામ આપ્યું છે.
પ્રકરણોનો વિષય નિર્દેશ ઃ
આચારાંગનાં મૂળ સૂત્રોનાં પ્રકરણોનો વિષયનિર્દેશ નિયુક્તિકારે કર્યો છે, તેમાં તેઓની સૂઝ દેખાઈ આવે છે. સ્થાનાંગ, સમવાયાંગ તથા વિશેષાવશ્યકભાષ્ય કે હારિભદ્રીય આવશ્યકવૃત્તિ વગેરેમાં અનેક સ્થાને આ પ્રકારના ક્રમનો અથવા અધ્યયનોના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. સમવાયાંગ તથા નંદીના મૂળમાં તો માત્ર પ્રકરણોની સંખ્યા જ આપવામાં આવી છે. આથી આ સૂત્રોના કર્તાઓની સામે નામવાર પ્રકરણોની પરંપરા વિદ્યમાન રહી હશે અથવા નહિ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ નામોનો પરિચય સ્થાનાંગ વગેરે ગ્રંથોમાં મળે છે. આથી એ વાત નિશ્ચિત છે કે અંગગ્રંથોને ગ્રંથબદ્ધ—પુસ્તકારૂઢ કરનારાઓ અથવા અંગગ્રંથો ૫૨ નિર્યુક્તિ લખનારાઓને તેનો પરિચય જરૂર રહ્યો હશે.
પરંપરાનો આધાર :
આચારાંગના પ્રારંભમાં જ એવું વાક્ય આવે છે કે ‘તે ભગવાને આમ કહ્યું છે’. આ વાક્ય દ્વારા સૂત્રકારે એ વાતનો નિર્દેશ કર્યો છે કે અહીં જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે ગુરુ-પરંપરા અનુસાર છે, સ્વકલ્પિત નહિ. આ પ્રકારના વાક્યો અન્ય ધર્મપરંપરાઓના શાસ્ત્રોમાં પણ મળે છે. બૌદ્ધ પિટકગ્રંથોમાં પ્રત્યેક પ્રકરણની શરૂઆતમાં ‘ä મે સુતા । . સમયે મળવા ાિદૃાયં વિરતિ સુમનવને સાતનમૂલે ।
૧
૧. મઝિમનિકાય - પ્રારંભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org