________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૧૦૧ બૌદ્ધ ગ્રંથોમાં તેમના પિતકોના પરિમાણના વિષયમાં ઉલ્લેખ મળે છે. મઝિમનિકાય, દીઘનિકાય, સંયુત્તનિકાય વગેરેની જે સૂત્રસંખ્યા બતાવવામાં આવી છે તેમાં પણ વર્તમાન સમયે ઉપલબ્ધ સૂત્રોની સંખ્યાનો પૂરો મેળ બેસતો નથી.
વૈદિક પરંપરામાં “તશાd: સશરિવ:' આ જાતની ઉક્તિ દ્વારા વેદોની સેંકડોહજારો શાખાઓ માનવામાં આવે છે. બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો તથા મહાભારતના લાખો શ્લોક હોવાની માન્યતા પ્રચલિત છે. પુરાણોના પણ એટલા શ્લોક હોવાની કથા જાણીતી છે. અંગોનો ક્રમઃ
અગિયાર અંગોના ક્રમમાં સર્વપ્રથમ આચારાંગ છે. આચારાંગને ક્રમમાં સહુ પ્રથમ સ્થાન આપવું બધી રીતે યોગ્ય છે કેમ કે સંઘવ્યવસ્થામાં સહુથી પહેલાં આચારની વ્યવસ્થા અનિવાર્ય હોય છે. આચારાંગની પ્રાથમિકતાના વિષયમાં બે જુદા જુદા ઉલ્લેખો મળે છે. કોઈ કહે છે કે પહેલાં પૂર્વોની રચના થઈ ત્યારબાદ આચારાંગ વગેરે બન્યાં. કોઈ કહે છે સહુ પ્રથમ આચારાંગ બન્યું અને ત્યારબાદ બીજી રચનાઓ થઈ. ચૂર્ણિકારો અને વૃત્તિકારોએ આ બે પરસ્પર વિરોધી ઉલ્લેખોની સંગતિ બેસાડવાનો અપેક્ષિત પ્રયાસ કર્યો છે. છતાં પણ એમ માનવું વિશેષ યોગ્ય અને બુદ્ધિગ્રાહ્ય છે કે સહુ પ્રથમ આચારાંગની રચના થઈ. “પૂર્વ' શબ્દના અર્થનો આધાર લઈને એવી કલ્પના કરવામાં આવે છે કે પૂર્વોની રચના પહેલાં થઈ, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમાં પણ આચારાંગ વગેરે શાસ્ત્રોનો સમાવેશ છે જ. આથી પૂર્વોમાં પણ સર્વપ્રથમ આચારની વ્યવસ્થા ન કરવામાં આવી હોય એવું કઈ રીતે કહી શકાય? “પૂર્વ” શબ્દ વડે માત્ર એટલું જ ધ્વનિત થાય છે કે તે સંઘપ્રવર્તકની સામે કોઈ પૂર્વપરંપરા અથવા પૂર્વપરંપરાનું સાહિત્ય વિદ્યમાન હતું જેનો આધાર લઈને તેણે સમયાનુસાર અથવા પરિસ્થિતિ અનુસાર કંઈક પરિવર્તન સાથે નવી આચાર-યોજના એવી રીતે તૈયાર કરી કે જેના વડે નવનિર્મિત સંઘનો આધ્યાત્મિક વિકાસ થઈ શકે.
ભારતીય સાહિત્યમાં ભાષા વગેરેની દષ્ટિએ વેદ સહુથી પ્રાચીન છે, એવો વિદ્વાનોનો નિશ્ચિત મત છે. પુરાણ આદિને ભાષા વગેરેની દષ્ટિએ પાછળની રચના માનવામાં આવેલ છે. આમ હોવા છતાં પણ “પુરાણ' શબ્દ વડે જે પ્રાચીનતાનો ભાસ થાય છે તેના આધારે વાયુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્માએ બધા શાસ્ત્રોની પહેલાં પુરાણોનું સ્મરણ કર્યું હતું. તે પછી તેમના મુખમાંથી વેદો નીકળ્યા. જૈન ૧. આચારાંગ નિર્યુક્તિ, ગાથા ૮-૯; આચારાંગવૃત્તિ, પૃ. ૫ २. प्रथमं सर्वशास्त्राणां पुराणं ब्रह्मणा स्मृतम् । अनन्तरं च वक्त्रेभ्यो वेदास्तस्य विनिःसृताः ॥
–વાયુપુરાણ (પત્રકાર), પત્ર ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org