________________
અંગઆગમ
જ રીતે અનુયોગદ્વારવૃત્તિ, અગસ્ત્યસિંહ વિરચિત દશવૈકાલિકચૂર્ણિ, હરિભદ્રકૃત દશવૈકાલિકવૃત્તિ, શીલાંકકૃત આચારાંગવૃત્તિ વગેરેમાં પદનું સ્વરૂપ ઉદાહરણ સાથે બતાવવામાં આવેલ છે. પ્રથમ કર્મગ્રંથની સાતમી ગાથા અંતર્ગત પદની વ્યાખ્યા કરતાં દેવેન્દ્રસૂરિ કહે છે —‘પરં તુ અર્થસમાપ્તિ: ત્યાધુત્તિસગ્માવેઽપિ યેન નવિત્ પલેન अष्टादशपदसहस्रादिप्रमाणा आचारादिग्रन्था गीयन्ते तदिह गृह्यते, तस्यैव द्वादशाङ्गश्रुतपरिमाणेऽधिकृतत्वात् श्रुतभेदानामेव चेह प्रस्तुतत्वात् । तस्य च पदस्य તથાવિધાનાયામાવાત્ પ્રમાળ ન જ્ઞાયતે '' અર્થાત્ અર્થસમાપ્તિનું નામ પદ છે પરંતુ પ્રસ્તુતમાં જે કોઈ પદ વડે આચારાંગ વગેરે ગ્રંથોના અઢાર હજાર અને યથાક્રમ અધિક પદો સમજવા જોઈએ. એવા જ પદોની આ શ્રુતજ્ઞાન રૂપ દ્વાદશાંગના પરિમાણમાં ચર્ચા છે. આ પ્રકારના પદના પરિમાણના સંબંધમાં આપણી પાસે કોઈ પરંપરા નથી કે જેના દ્વારા પદનું નિશ્ચિત સ્વરૂપ જાણી શકાય.
નંદી વગેરેમાં ઉલ્લિખિત પદસંખ્યા અને સચેલક પરંપરાના આચારાંગાદિ વિદ્યમાન ગ્રંથોની ઉપલબ્ધ શ્લોકસંખ્યાના સમન્વયનો કોઈ પણ ટીકાકારે પ્રયત્ન કર્યો નથી.
૧૦૦
અચેલક પરંપરાના રાજવાર્તિક, સર્વાર્થસિદ્ધિ તથા શ્લોકવાર્તિકમાં એ વિશે કોઈ ઉલ્લેખ નથી. જયધવલામાં પદના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : પ્રમાણપદ, અર્થપદ અને મધ્યમપદ. આઠ અક્ષરોના પરિમાણવાળું પ્રમાણપદ છે. એવા ચાર પ્રમાણપદોનો એક શ્લોક થાય છે. જેટલા અક્ષરો દ્વારા અર્થનો બોધ હોય તેટલા અક્ષરોવાળું અર્થપદ હોય છે. ૧૬૩૪૮૩૦૭૮૮૮ અક્ષરોવાળું મધ્યમપદ કહેવાય છે. ધવલા, ગોટસાર અને અંગપણત્તિમાં પણ આ જ વ્યાખ્યા કરવામાં આવી છે. આચારાંગ વગેરેમાં પદોની જે સંખ્યા બતાવવામાં આવી છે તેમાં પ્રત્યેક પદમાં એટલા અક્ષર સમજવા જોઈએ. આ રીતે આચારાંગના ૧૮૦૦૦ પદોના અક્ષરોની સંખ્યા ૨૯૪૨૬૯૫૪૧૯૮૪૦૦૦ થાય છે. અંગપણત્તિ વગેરેમાં આવી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આચારાંગના અઢાર હજાર પદોના શ્લોકોની સંખ્યા ૯૧૯૫૯૨૩૧૧૮૭૦૦૦ બતાવવામાં આવી છે. એ જ રીતે અન્ય અંગોના શ્લોકો તથા અક્ષરોની સંખ્યા પણ બતાવવામાં આવી છે. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગો સાથે તો સચેલક-સંમત પદસંખ્યાનો કે ન અચેલક-સંમત પદસંખ્યાનો મેળ બેસે છે. ૧. વિશેષાવશ્યકભાષ્ય, પૃ. ૨૪૩-૪૪.
ન
૨. એજન, પૃ. ૯
૩. પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથા
૪. પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org