________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૯૯ પૂર્વોની પદસંખ્યામાં બંને પરંપરાઓમાં ઘણુંબધું સામ્ય છે. અગિયાર અંગોની પદસંખ્યામાં વિશેષ તફાવત છે. સચેલક પરંપરામાં આ સંખ્યા પ્રથમ અંગથી શરૂ થઈ આગળ આગળ ક્રમશઃ બમણી બમણી થતી જતી માલુમ પડે છે. અચેલક પરંપરાના ઉલ્લેખોમાં એવું નથી. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગસૂત્રોની પદસંખ્યા ઉપર્યુક્ત બંને પ્રકારની પદસંખ્યાથી જુદી છે.
પ્રથમ અંગમાં અઢાર હજાર પદો બતાવવામાં આવે છે. આચારાંગ (પ્રથમ અંગોના બે વિભાગો છે: પ્રથમ શ્રુતસ્કંધ અને પાંચ ચૂલિકાઓ સહિત દ્વિતીય શ્રુતસ્કંધ. આમાંથી પાંચમી ચૂલિકા નિશીથસૂત્ર રૂપે એક સ્વતંત્ર ગ્રંથ જ છે. આથી તે અહીં અભિપ્રેત નથી. બીજા શબ્દોમાં કહીએ તો અહીં માત્ર ચાર ચૂલિકાઓ સહિત દ્વિતીય શ્રુતસ્કંધ જ વિવક્ષિત છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઉપર્યુક્ત અઢાર હજાર પદો બંને શ્રુતસ્કંધોના છે કે માત્ર પ્રથમ શ્રુતસ્કંધના ? આ વિષયમાં આચારાંગ-નિર્યુક્તિકાર, આચારાંગવૃત્તિકાર, સમવાયાંગ-વૃત્તિકાર તથા નંદી-વૃત્તિકાર–આ ચારેય એકમત છે કે અઢાર હજાર પદો માત્ર પ્રથમ શ્રુતસ્કંધના છે. દ્વિતીય શ્રુતસ્કંધની પદસંખ્યા જુદી જ છે. સમવાયાંગ અને નંદિસૂત્રના મૂળ પાઠમાં જ્યાં પદસંખ્યા બતાવવામાં આવી છે ત્યાં આ પ્રકારનું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. ત્યાં માત્ર એટલું જ બતાવવામાં આવ્યું છે કે આચારાંગના બે શ્રુતસ્કંધો છે, પચ્ચીસ અધ્યયનો છે, પંચાસી ઉદ્દેશકો છે, પંચાસી સમુદેશકો છે, અઢાર હજાર પદો છે, સંખેય અક્ષરો છે. આ પાઠ જોતાં એવો જનિષ્કર્ષ કાઢી શકાય કે અઢાર હજાર પદો સંપૂર્ણ આચારાંગના અર્થાત્ આચારાંગના બંને શ્રુતસ્કંધોના છે, કોઈ એક શ્રુતસ્કંધના નહિ. જે રીતે પચીસ અધ્યયનો, પંચાસી ઉદ્દેશકો વગેરે બંને શ્રુતસ્કંધોના એકઠાં થઈને છે તે જ રીતે અઢાર હજાર પદો પણ બંને શ્રુતસ્કંધોના એકઠાં થઈને છે. પદનો અર્થ:
પદ શું છે? પદનું સ્વરૂપ દર્શાવતાં વિશેષાવશ્યકભાષ્યકાર કહે છે કે પદ અર્થનું વાચક અને દ્યોતક હોય છે. બેસવું, બોલવું, અશ્વ, વૃક્ષ વગેરે પદો વાચક છે. પ્ર, પરિ, તથા, વા ઈત્યાદિ પદો દ્યોતક છે. અથવા પદોના પાંચ પ્રકાર છે : નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. અશ્વ, વૃક્ષ વગેરે નામિક છે. ખલુ, હિ ઇત્યાદિ નૈપાતિક છે. પરિ, અપ, અનુ વગેરે ઔપસર્ગિક છે. દોડે છે, જાય છે, આવે છે વગેરે આખ્યાતિક છે. સંયત, પ્રવર્ધમાન, નિવર્તમાન વગેરે પદો મિત્ર છે. એ
૧. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૦૩, પૃ. ૪૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org