________________
૯૨
અંગઆગમ
અણુત્તરોવવાઇયદસા-આ જ રીતે અનુત્તરૌપપાતિકદશા અથવા અનુત્તરૌપપાદિકદશા નામ પણ સાર્થક છે. જૈન માન્યતા અનુસાર સ્વર્ગમાં ખૂબ ઊંચે અનુત્તરવિમાન નામે એક દેવલોક છે. આ વિમાનમાં જન્મ ગ્રહણ કરનારા તપસ્વીઓનો વૃત્તાંત આ અનુત્તરૌપપાતિકદશા નામક નવમા અંગમાં ઉપલબ્ધ છે. આનો ‘દશા” શબ્દ પણ સંખ્યાવાચક ને અવસ્થાવાચક બંને પ્રકારનો છે. ઉપર જે ઔપપાતિક ને ઔપપાદિક એવા બે શબ્દ આવ્યા છે તે બંનેનો અર્થ એક જ છે. જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં ઉપપાત અથવા ઉપપાદનો પ્રયોગ દેવો અને નારકોના જન્મને માટે થયો છે.
પણહાવાયરણાઈ–પ્રશ્નવ્યાકરણ નામના પ્રારંભનો “પ્રશ્ન' શબ્દ સામાન્ય પ્રશ્નના અર્થમાં નહિ પરંતુ જ્યોતિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વગેરે સંબંધી અર્થમાં પ્રયુક્ત થયો છે. આ પ્રકારના પ્રશ્નોનું વ્યાકરણ જેમાં કરવામાં આવ્યું હોય તેનું નામ પ્રશ્નવ્યાકરણ છે. ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણના વિષયો જોતાં આ નામ સાર્થક પ્રતીત થતું નથી. પ્રશ્નનો સામાન્ય અર્થ ચર્ચા કરવામાં આવે અર્થાત હિંસા-અહિંસા, સત્ય-અસત્ય વગેરે સંબંધી ચર્ચાના અર્થમાં પ્રશ્ન” શબ્દ લેવામાં આવે તો વર્તમાન પ્રશ્નવ્યાકરણ સાર્થકનામવાળું કહી શકાય.
વિવા-સુય–અગિયારમા અંગનું નામ છે વિપાકશ્રુત, વિપાકસૂત્ર, વિવાયસુય, વિવાગસુય અથવા વિવાગસુત્ત. આ બધાં નામો એનાર્થક અને સમાન છે. વિપાક શબ્દનો પ્રયોગ પાતંજલ યોગદર્શન તથા ચિકિત્સાશાસ્ત્રમાં પણ થયો છે. ચિકિત્સાશાસ્ત્રનો વિપાક શબ્દ ખાનપાન ઈત્યાદિના વિપાકનો સૂચક છે. અહીં વિપાકનો એ અર્થ ન લેતાં આધ્યાત્મિક અર્થ લેવો જોઈએ અર્થાત્ સદસતુ પ્રવૃત્તિ દ્વારા થનારા આધ્યાત્મિક સંસ્કારના પરિણામનું નામ જ વિપાક છે. પાપપ્રવૃત્તિનું પરિણામ પાપવિપાક છે અને પુણ્યપ્રવૃત્તિનું પરિણામ પુણ્યવિપાક છે. પ્રસ્તુત અંગનું વિપાકશ્રુત નામ સાર્થક છે કારણ કે તેમાં આ પ્રકારના વિપાકને ભોગવનારા લોકોની કથાઓનો સંગ્રહ છે.
દિઢિવાય–બારમું અંગ દૃષ્ટિવાદ નામે પ્રસિદ્ધ છે. તે હાલ ઉપલબ્ધ નથી. આથી તેના વિષયોની આપણને ઠીક ઠીક જાણકારી નથી. દૃષ્ટિનો અર્થ છે દર્શન અને વાદનો અર્થ છે ચર્ચા. આ રીતે દૃષ્ટિવાદનો શબ્દાર્થ થાય છે દર્શનોની ચર્ચા. આ અંગમાં મુખ્યત્વે દાર્શનિક ચર્ચાઓ રહી હશે, એવું ગ્રંથના નામ પરથી પ્રતીત થાય છે. તેના પૂર્વગત વિભાગમાં ચૌદ પૂર્વે સમાવિષ્ટ છે જેમનાં નામ પહેલાં ગણાવવામાં આવી ગયા છે. આ પૂર્વે લખવામાં કેટલી શાહી વપરાઈ હશે તેનો અંદાજ કાઢવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org