________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
સચેલક પરંપરામાં એક મજેદાર કલ્પના કરવામાં આવી છે. કલ્પસૂત્રના અર્વાચીન વૃત્તિકારો કહે છે કે પ્રથમ પૂર્વને લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ, દ્વિતીય પૂર્વને લખવા માટે બે હાથીઓના વજન જેટલી, તૃતીય માટે ચાર હાથીઓના વજન જેટલી, ચતુર્થ માટે આઠ હાથીઓના વજન જેટલી એ રીતે ઉત્તરોત્તર બમણી બમણી કરતાં કરતાં અંતિમ પૂર્વને લખવા માટે આઠ હજાર એક સો બાણુ હાથીઓના વજન જેટલી શાહી જોઈએ.
કેટલાક મુનિઓએ અગિયાર અંગો તથા ચૌદ પૂર્વોનું અધ્યયન માત્ર બાર વર્ષમાં કર્યું હતું એવો ઉલ્લેખ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આવે છે. આટલું વિશાળ સાહિત્ય આટલા અલ્પ સમયમાં કેવી રીતે વંચાઈ ગયું હશે એ એક વિચારણીય પ્રશ્ન છે. એ વસ્તુ ધ્યાનમાં રાખતાં ઉપર્યુક્ત કલ્પનાને મહિમાવર્ધક અને અતિશયોક્તિપૂર્ણ કહેવાનું અનુચિત નહિ ગણાય. એટલું ચોક્કસ કે પૂર્વગત સાહિત્યનું પરિમાણ ખાસ્સું વિશાળ રહ્યું હશે.
સ્થાનાંગસૂત્રમાં બારમા અંગના દસ પર્યાયવાચી નામો બતાવવામાં આવ્યાં છે ઃ ૧. દૃષ્ટિવાદ, ૨. હેતુવાદ, ૩. ભૂતવાદ, ૪. તથ્યવાદ, ૫. સમ્યવાદ, ૬. ધર્મવાદ, ૭. ભાષાવિચય અથવા ભાષાવિજય, ૮. પૂર્વગત, ૯. અનુયોગગત અને ૧૦. સર્વજીવસુખાવહ. આમાંથી આઠમા અને નવમા નામો દૃષ્ટિવાદના પ્રકરણવિશેષના સૂચક છે. તેમને ઔપચારિક રીતે દૃષ્ટિવાદના નામોમાં ગણાવવામાં આવ્યાં છે. અંગોનું પદ-પરિમાણ ઃ
૯૩
અંગસૂત્રોનું પદ-પરિમાણ બંને પરંપરાના ગ્રંથોમાં મળે છે. સચેલક પરંપરાના ગ્રંથો સમવાયાંગ, નંદી વગેરેમાં અંગોનું પદ-પરિમાણ બતાવવામાં આવ્યું છે. એ જ રીતે અચેલક પરંપરાના ધવલા, ગોમ્મટસાર વગેરે ગ્રંથોમાં અંગોનું પદ-પરિમાણ ઉપલબ્ધ છે. આને વિભિન્ન કોષ્ટકો દ્વારા અહીં સ્પષ્ટ કરવામાં આવે છે –
૧. સ્થાનાંગ, ૧૦. ૭૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org