________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
બે પ્રતિલિપિ-લેખકની ત્રુટિનાં પરિણામો છે. આચારાદિ અંગોનાં નામોનો અર્થ :
આયાર—પ્રથમ અંગનું આચાર—આયાર નામ તદંતર્ગત વિષયને અનુરૂપ જ છે. તેના પ્રથમ વિભાગમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારના આચારની ચર્ચા છે.
૯૧
સુત્તગડ–સૂત્રકૃતનો એક અર્થ છે સૂત્રો દ્વારા અર્થાત્ પ્રાચીન સૂત્રોના આધારે બનાવવામાં આવેલ અથવા સંક્ષિપ્ત સૂત્રો—વાક્યો દ્વારા બનાવવામાં આવેલ. આનો બીજો અર્થ છે સૂચના દ્વારા અર્થાત્ પ્રાચીન સૂચનાઓના આધારે બનાવવામાં આવેલ. આ નામથી ગ્રંથના વિષયની પૂરી સ્પષ્ટતા થઈ શકતી નથી. આ નામ વડે તેની રચનાપદ્ધતિની જાણ જરૂર થાય છે.
ઠાણ—સ્થાન કે સમવાય નામ આચારની માફક સ્ફુટાર્થ નથી કે જેને સાંભળતાં જ અર્થની પ્રતીતિ થઈ જાય. જૈન સાધુઓની સંખ્યા માટે ‘ઠાણા’ શબ્દ જૈન પરંપરામાં સુપ્રચલિત છે. અહીં કેટલા ‘ઠાણા’ છે ? આ પ્રકારના પ્રશ્નનો અર્થ બધા જૈનો સમજે છે. આ પ્રશ્નમાં પ્રયુક્ત ‘ઠાણા'ના અર્થની જ માફક તૃતીય અંગ ‘ઠાણ’નો પણ અર્થ સંખ્યા જ છે. ‘સમવાય' નામની પણ એ જ સ્થિતિ છે. આ નામથી એ વાત પ્રગટ થાય છે કે આમાં મોટી સંખ્યાનો સમવાય છે. આ રીતે ઠાણ નામક તૃતીય અંગ જૈન તત્ત્વસંખ્યાનું નિરૂપણ કરનાર છે અને સમવાય નામક ચતુર્થ અંગ જૈન તત્ત્વના સમવાયનું અર્થાત્ મોટી સંખ્યાવાળા તત્ત્વોનું નિરૂપણ કરનાર છે.
વિયાહપણત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામક પાંચમા અંગનો અર્થ ઉપર ખતાવાઈ ચૂકેલ છે. આ નામ ગ્રંથગત વિષયને અનુરૂપ છે.
ણાયાધમ્મકહા—જ્ઞાતધર્મકથા નામ કથાસૂચક છે, એ વાત નામથી સ્પષ્ટ થાય છે. આ કથાગ્રંથના વિષયમાં પણ ઉપર કહેવાઈ ચૂક્યું છે.
ઉવાસગદસાઉપાસકદશા નામથી એ જાહેર થાય છે કે આ અંગ ઉપાસકો સંબંધી છે. જૈન પરિભાષામાં ‘ઉપાસક’ શબ્દ જૈનધર્માનુયાયી શ્રાવકો—ગૃહસ્થો માટે રૂઢ છે. ઉપાસકની સાથે જે ‘દશા’ શબ્દ જોડાયેલો છે તે દશ—દસ સંખ્યાનો સૂચક છે અથવા દશાઅવસ્થાનો ઘોતક પણ હોઈ શકે છે. આ બંને અર્થ સમાનરૂપે સંગત છે. ઉપાસકદશા નામક સપ્તમ અંગમાં દસ ઉપાસકોની દશાનું વર્ણન છે.
અંતગડદસા—જેમણે આધ્યાત્મિક સાધના દ્વારા રાગદ્વેષનો અંત કર્યો છે તથા મુક્તિ પ્રાપ્ત કરી છે તેઓ અંતકૃત છે. તેમના સંબંધી શાસ્ત્રનું નામ અંતગડદશા-અંતકૃતદશા છે. આ રીતે અષ્ટમ અંગનું અંતકૃતદશા નામ સાર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org