SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અંગઆગમ જાય છે. અચેલક પરંપરામાં નાયાધમ્મકહાને બદલે જ્ઞાતૃધર્મકથા, જ્ઞાતૃકથા, નાહસ ધમ્મકહા, નાહધમ્મકહા વગેરે નામો પ્રચલિત છે. આ શબ્દોમાં નામમાત્રનો અર્થભેદ છે. જ્ઞાતધર્મકથા અથવા જ્ઞાતાધર્મકથાનો અર્થ છે જેમાં જ્ઞાતો અથવા ઉદાહરણ મુખ્ય હોય તેવી ધર્મકથાઓ. અથવા જે ગ્રંથમાં જ્ઞાતોવાળી અર્થાત્ ઉદાહરણોવાળી અને ધર્મવાળી કથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા છે. જ્ઞાતૃધર્મકથાનો અર્થ છે જેમાં જ્ઞાતૃ અર્થાત્ જ્ઞાતા અથવા શાતૃવંશના ભગવાન મહાવીર દ્વારા કહેવામાં આવેલી ધર્મકથાઓ હોય તે ગ્રંથ. એ જ અર્થ જ્ઞાતૃકથાનો પણ છે. નાહસ ધમ્મકહા અથવા નાહધમ્મકહા પણ નાયધમ્મકહાનું જ એક રૂપ જણાય છે. ઉચ્ચારણની ગરબડ કે લિપિ-લેખકના પ્રમાદને કારણે ‘નાય’ શબ્દ ‘નાહ’ રૂપે પરિણત થઈ ગયો હોય તેમ જણાય છે. ભગવાન મહાવીરના વંશનું નામ નાય-નાત-જ્ઞાત-જ્ઞાતૃ છે. જ્ઞાતૃવંશોત્પન્ન ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મકથાઓના આધારે પણ જ્ઞાતૃધર્મકથા વગેરે નામ ફલિત કરી શકાય છે. જ દ્વિતીય અંગનું સંસ્કૃત નામ સૂત્રકૃત છે. રાજવાર્તિક વગેરેમાં પણ આ જ નામનો ઉલ્લેખ છે. ધવલા તથા જયધવલામાં સૂદયદ, ગોમ્મટસારમાં સુયડ તથા અંગપણત્તિમાં સૂદયડ નામો મળે છે. સચેલક પરંપરામાં સુત્તગડ અથવા સૂયગડ નામનો ઉલ્લેખ મળે છે. આ બધા નામોમાં કોઈ તફાવત નથી. માત્ર શૌરસેની ભાષાના ચિહ્નરૂપે અચેલક પરંપરામાં ‘ત’ અથવા ‘ત્ત’ને બદલે ‘દ’ અથવા ‘૬’નો પ્રયોગ થયો id. પંચમ અંગનું નામ ધવલા ને જયધવલામાં વિયાહપણત્તિ તથા ગોમ્મટસારમાં વિવાયપણત્તિ છે, જે સંસ્કૃતરૂપ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું જ રૂપાંતર છે. અંગપણત્તિમાં વિવાયપણત્તિ અથવા વિવાગપણત્તિ નામ આપવામાં આવ્યું છે અને છાયામાં વિપાકપ્રજ્ઞપ્તિ શબ્દ રાખવામાં આવ્યો છે. આમાં મુદ્રણની અશુદ્ધિ જણાય છે. મૂળમાં વિવાહપણત્તિ હોવું જોઈએ. આમ થતાં છાયામાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ રાખવું જોઈએ. અહીં પણ આદિ પદ ‘વિયાહ’ના સ્થાને અસાવધાનીના કારણે ‘વિવાય’ થઈ ગયેલ જણાય છે. સચેલક પરંપરામાં સંસ્કૃતમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને પ્રાકૃતમાં વિયાહપત્તિ સુપ્રસિદ્ધ છે. પંચમ અંગનું આ જ નામ યોગ્ય છે. આમ હોવા છતાં પણ વૃત્તિકાર અભયદેવસૂરિએ વિવાહપણત્તિ અને વિબાહપણત્તિ નામો સ્વીકાર્યાં છે, તથા વિવાહપણત્તિનો અર્થ કર્યો છે વિવાહપ્રજ્ઞપ્તિ અર્થાત્ જ્ઞાનના વિવિધ પ્રવાહોની પ્રજ્ઞપ્તિ અને વિબાહપણત્તિનો અર્થ કર્યો છે વિબાધપ્રજ્ઞપ્તિ અર્થાત્ બાધારહિત–પ્રમાણસિદ્ધ પ્રજ્ઞપ્તિ. શ્રી અભયદેવને વિયાહપણત્તિ, વિવાહપણત્તિ અને વિબાહપણત્તિ—આ ત્રણે પાઠ મળ્યા હોવાનું જણાય છે. આમાંથી વિયાહપણત્તિ પાઠ યોગ્ય છે. બાકીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy