________________
८८
નામ-નિર્દેશ:
તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં માત્ર અંગોનાં નામોનો ઉલ્લેખ છે. તેમાં પાંચમા અંગનું નામ ‘ભગવતી’ ન આપતાં ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' આપવામાં આવ્યું છે. બારમા અંગનો પણ નામોલ્લેખ કરવામાં આવ્યો છે.
અંગઆગમ
અચેલક પરંપ૨ામાન્ય પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિ નામક તત્ત્વાર્થવૃત્તિમાં અંગોનાં જે નામો આપવામાં આવ્યાં છે તેઓમાં થોડો તફાવત છે. તેમાં જ્ઞાતધર્મકથાને બદલે જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશાને બદલે ઉપાસકાધ્યયન, અંતકૃદ્દશાને બદલે અંતકૃદ્દશમ્ અને અનુત્તરૌપપાતિકદશાને બદલે અનુત્તરોપપાદિકદશમ્ નામ છે. દૃષ્ટિવાદના ભેદરૂપ પાંચ નામો બતાવવામાં આવ્યાં છે :- પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. આમાંથી પૂર્વગતના ભેદરૂપ ચૌદ નામો આ પ્રમાણે છે ઃ ૧. ઉત્પાદપૂર્વ, ૨. અગ્રાયણીય, ૩ વીર્યાનુપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન, ૧૦. વિદ્યાનુપ્રવાદ, ૧૧. કલ્યાણ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર.
એ જ રીતે અકલંક કૃત તત્ત્વાર્થરાજવાર્તિકમાં વળી થોડું પરિવર્તન છે. તેમાં અંતકૃદ્દશમ્ અને અનુત્તરોપપાતિકદશની જગ્યાએ વળી અંતકૃદ્દશા અને અનુત્તરૌપપાદિકદશાનો પ્રયોગ થયો છે.
શ્રુતસાગરકૃત વૃત્તિમાં જ્ઞાતૃધર્મકથાના સ્થાને માત્ર જ્ઞાતૃકથાનો પ્રયોગ છે. આમાં અંતકૃદશમ્ અને અનુત્તરૌપપાદિકદશમ્ નામો મળે છે.
ગોમ્મટસાર નામે ગ્રંથમાં દ્વિતીય અંગનું નામ સુદ્દયડ છે, પંચમ અંગનું નામ વિક્ખાપણત્તિ છે, ષષ્ટ અંગનું નામ નાહસ ધમ્મકહા છે, અષ્ટમ અંગનું નામ અંતયડદસા છે.
અંગપણત્તિ નામક ગ્રંથમાં દ્વિતીય અંગનું નામ સૂદયડ, પંચમ અંગનું નામ વિવાયપણત્તિ (સંસ્કૃતરૂપ ‘વિપાકપ્રજ્ઞપ્તિ’ આપવામાં આવ્યું છે) અને ષષ્ટ અંગનું નામ નાહધમ્મકા છે. દૃષ્ટિવાદ સંબંધમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ૩૬૩ દૃષ્ટિઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જ ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદના અનુયાયીઓના મુખ્ય મુખ્ય નામો પણ આપવામાં આવ્યા છે. આ બધા નામો પ્રાકૃતમાં છે. રાજવાર્તિકમાં પણ આ જ પ્રકારના નામો બતાવવામાં આવ્યા છે. ત્યાં આ બધા સંસ્કૃતમાં છે. આ બંને સ્થાનોના નામોમાં સહેજ સહેજ અંતર જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org