________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૮૭ ગ્રંથકારોએ પોતે જ બનાવી છે કે કોઈ અન્ય સંગ્રાહકોએ.
કેટલાક અંગોની નિયુક્તિઓમાં તેમનાં કેટલાં અધ્યયનો છે અને તે અધ્યયનોનાં નામ શું છે, તે પણ બતાવવામાં આવ્યું છે. તેમાં ગ્રંથના વિષયનો નિર્દેશ કરનારી કેટલીક સંગ્રહણી ગાથાઓ પણ મળી આવે છે.
સમવાયાંગ તથા નંદિસૂત્રમાં જ્યાં આચારાંગ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે ત્યાં “અંગોની સંગ્રહણીઓ અનેક છે' એવો ઉલ્લેખ મળે છે. આ સંગ્રહણી' શબ્દ વિષયનિર્દેશક ગાથાઓના અર્થમાં અભિપ્રેત હોય તો એમ માનવું જોઈએ કે જ્યાં
જ્યાં “સંગ્રહણીઓ અનેક છે' એમ બતાવવામાં આવ્યું છે ત્યાં ત્યાં તે તે સૂત્રોના વિષય નિર્દેશો અનેક પ્રકારના છે એમ બતાવવામાં આવ્યું છે. અથવા આનાથી એમ સમજવું જોઈએ કે આચારાંગાદિનો પરિચય સંક્ષેપ-વિસ્તારથી અનેક પ્રકારે આપી શકાય છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે વિષય નિર્દેશ ભલેને ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા અથવા ભિન્ન ભિન્ન શૈલીઓ વડે વિવિધ રૂપે કરવામાં આવ્યો હોય પરંતુ તેમાં કોઈ મૌલિક ભેદ નથી.
અચેલક કે સચેલક બંને પરંપરાઓના ગ્રંથોમાં જ્યાં અંગોનો પરિચય આવે છે ત્યાં તેમના વિષય તથા પદપરિમાણનો નિર્દેશ કરનાર ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. અંગોનું ગ્રંથાઝ અર્થાત્ શ્લોક-પરિમાણ કેટલું છે એ હવે જોઈએ. બૃહટ્ટિપ્પનિકા નામે એક પ્રાચીન જૈન ગ્રંથસૂચિ ઉપલબ્ધ છે. તે આજથી લગભગ ચાર સો વર્ષ પહેલાં લખવામાં આવેલી જણાય છે. તેમાં વિવિધ વિષયના અનેક ગ્રંથોની શ્લોકસંખ્યા બતાવવામાં આવી છે, સાથે સાથે જ લેખનસમય અને ગ્રંથલેખકનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ગ્રંથ સવૃત્તિક છે અથવા નહિ, જૈન છે અથવા અજૈન, ગ્રંથ પર અન્ય કેટલી વૃત્તિઓ મળે છે વગેરે બાબતો પણ તેમાં મળે છે. અંગવિષયક જે કંઈ જાણકારી તેમાં આપવામાં આવી છે તેનો કેટલોક ઉપયોગી સારાંશ નીચે આપવામાં આવે છે :
આચારાંગ–શ્લોકસંખ્યા ૨પ૨૫, સૂત્રકૃતાંગ-શ્લોકસંખ્યા ૨૧૦૦, સ્થાસંગશ્લોકસંખ્યા ૩૬૦૦, સમવાયાંગ–શ્લોકસંખ્યા ૧૬૬૭, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)શ્લોકસંખ્યા ૧૫૭૫૨ (એકતાલીસ શતકયુક્ત), જ્ઞાતધર્મકથા–શ્લોકસંખ્યા ૫૪૦૦, ઉપાસકદશા-શ્લોકસંખ્યા ૮૧૨, અંતર્દશા-લોકસંખ્યા ૮૯૯, અનુત્તરૌપપાતિકદશા-શ્લોકસંખ્યા ૧૯૨, પ્રશ્નવ્યાકરણ–શ્લોકસંખ્યા ૧૨૫૬, વિપાકસૂત્ર-શ્લોકસંખ્યા ૧૨૧૬; સમસ્ત અંગોની શ્લોકસંખ્યા ૩૫૩૩૯.
૧. જૈન સાહિત્ય સંશોધક, પ્રથમ ભાગ, પૃ. ૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org