________________
અંગઆગમ
અચેલક પરંપરાના પ્રતિક્રમણસૂત્રના મૂળ પાઠમાં કોઈ કોઈ અંગોનાં અધ્યયનોની સંખ્યા બતાવવામાં આવી છે. આ સંખ્યામાં અને સચેલક પરંપરામાં પ્રસિદ્ધ સંખ્યામાં વિશેષ તફાવત નથી. આ પ્રતિક્રમણસૂત્રની પ્રભાચંદ્રીય વૃત્તિમાં આ અધ્યયનોનાં નામો તથા તેમનો સવિસ્તર પરિચય આવે છે. આ નામો સચેલક પરંપરામાં ઉપલબ્ધ નામો સાથે બરાબર મળતાં આવે છે. ક્યાંક ક્યાંક અક્ષરોનો તફાવત ભલે મળતો હોય પરંતુ ભાવમાં કોઈ અંતર નથી. આ ઉપરાંત અપરાજિતસૂરિકૃત દશવૈકાલિકવૃત્તિનો ઉલ્લેખ તેમની પોતાની મૂલારાધનાની વૃત્તિમાં આવે છે. આ દશવૈકાલિકવૃત્તિ હાલ અનુપલબ્ધ છે. સંભવ છે કે આ અપરાજિતસૂરિએ અથવા તેમની માફક અચેલક પરંપરાના અન્ય કોઈ મહાનુભાવોએ અંગ વગેરે ૫૨ વૃત્તિઓ વગેરેની રચના કરી હોય જે ઉપલબ્ધ ન હોય. આ વિષયમાં વિશેષ અનુસંધાનની જરૂર છે.
૮૬
સચેલક પરંપરામાં અંગોની નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, વૃત્તિઓ, ટબા વગેરે ઉપલબ્ધ છે. તેમના દ્વારા અંગો વિષયમાં વિશેષ જાણકારી મળે છે.
અંગોનું બાહ્ય રૂપ :
અંગોનાં બાહ્ય રૂપનું પહેલું પાસુ છે અંગોનું શ્લોક-પરિમાણ અથવા પદ-પરિમાણ. ગ્રંથોની પ્રતિલિપિ કરનારા લહિયાઓ પોતાનું મહેનતાણું શ્લોકોની સંખ્યાના આધારે નક્કી કરે છે. એટલા માટે તેઓ પોતે લખેલા ગ્રંથના અંતમાં ‘ગ્રન્થાગ્ર’ શબ્દ વડે શ્લોકસંખ્યાનો નિર્દેશ ચોક્કસ કરે છે. અથવા કેટલાક પ્રાચીન ગ્રંથકારો પોતાની જાતે જ પોતાના ગ્રંથના અંતમાં તેનાં શ્લોકપરિમાણનો ઉલ્લેખ કરે છે. ગ્રંથ પૂરેપૂરો સુરક્ષિત રહ્યો છે અથવા નહિ, તે કોઈ કારણે ખંડિત તો નથી થઈ ગયોને અથવા તેમાં કોઈ પ્રકારની વૃદ્ધિ તો નથી થઈને—વગેરે વાતો જાણવા માટે આ પ્રથા અતિ ઉપયોગી છે. આનાથી લિપિકારો–લહિયાઓને પારિશ્રમિક આપવામાં પણ સરળતા થાય છે. એક શ્લોક ૩૨ અક્ષરોનો માનીને શ્લોકસંખ્યા દર્શાવવામાં આવે છે, પછી ભલેને રચના ગદ્યમાં કેમ ન હોય. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગોના અંતે સ્વયં ગ્રંથકારોએ ક્યાંય પણ શ્લોકપરિમાણ બતાવ્યું નથી. આથી એમ માનવું જોઈએ કે આ સંખ્યા કોઈ અન્ય ગ્રંથપ્રેમીઓ અથવા તે ગ્રંથોની નકલ કરનારાઓએ લખી હશે.
પોતાના ગ્રંથમાં કયા કયા વિષયો ચર્ચાયા છે તેનું જ્ઞાન વાચકને પ્રારંભમાં જ થઈ જાય એ દૃષ્ટિએ પ્રાચીન ગ્રંથકારો કેટલાક ગ્રંથો અથવા ગ્રંથગત પ્રકરણોના પ્રારંભમાં સંગ્રહણી ગાથાઓ આપે છે, પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે અંગગત આવી ગાથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org