________________
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
૮૫ નામ સાંભળતાં આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ વગેરેની યાદ આવી જાય છે. આચાર્ય કુંદકુંદે ઉપર્યુક્ત પાહુડોની રચના આ અંગોના આધારે કરેલી જણાય છે. એ જ રીતે પખંડાગમ, જયધવલા, મહાધવલા વગેરે ગ્રંથો પણ તે તે આચાર્યોએ આચારાંગથી માંડી દષ્ટિવાદ સુધીના આગમોના આધારે બનાવ્યા છે. તેમાં સ્થાને સ્થાને પરિકર્મ વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પરથી અનુમાન થાય છે કે આ ગ્રંથોના નિર્માતાઓની સામે દૃષ્ટિવાદના એક અંશરૂપ પરિકર્મનો કોઈ ભાગ જરૂર રહ્યો હશે, ભલેને તે સ્મૃતિરૂપમાં કેમ ન હોય. જે રીતે વિશેષાવશ્યકભાષ્યકાર પોતાના ભાષ્યમાં અનેક સ્થળે દૃષ્ટિવાદના એક અંશ રૂપ “પૂર્વગત ગાથા'નો નિર્દેશ કરે છે, તે જ રીતે આ ગ્રંથકારો “પરિકર્મનો નિર્દેશ કરે છે. જેમણે આગમોને ગ્રંથબદ્ધ કર્યા છે તેમણે પહેલાંથી ચાલી આવેલી કંઠસ્થ આગમપરંપરાને ધ્યાનમાં રાખીને તેમનું યથાયોગ્ય સંકલન કરીને માથુરીવાચના પુસ્તકારૂઢ કરી છે. આ જ રીતે અચેલક પરંપરાના ગ્રંથકારોએ પણ તેમની સામે જે આગમો વિદ્યમાન હતા તેમનો આધાર લઈ નવું સાહિત્ય તૈયાર કર્યું છે. આ રીતે બંને પરંપરાઓના ગ્રંથો સમાન રૂપે પ્રામાણ્યપ્રતિષ્ઠિત છે. અચેલક પરંપરામાં અંગવિષયક ઉલ્લેખોઃ
અચેલક પરંપરામાં અંગવિષયક જે સામગ્રી ઉપલબ્ધ છે તેમાં માત્ર અંગોના નામોનો, અંગોના વિષયોનો અને અંગોના પદપરિમાણનો ઉલ્લેખ છે. અકલંકકૃત રાજવાર્તિકમાં અંતકૃદશા તથા અનુત્તરૌપપાતિકદશા નામના બે અંગોનાં અધ્યયનોપ્રકરણોનાં નામોનો પણ ઉલ્લેખ મળે છે, જો કે આ નામો અનુસારનાં અધ્યયનો વર્તમાન અંતકૃદશા અને અનુત્તરૌપપાતિકદશામાં પ્રાપ્ત થતાં નથી. એમ પ્રતીત થાય છે કે રાજવાર્તિકકારની સામે આ બંને સૂત્રો અન્ય વાચનાવાળા રહેલ હશે.
સ્થાનાંગ નામના તૃતીય અંગમાં ઉક્ત બંને અંગોનાં અધ્યયનોનાં જે નામો બતાવવામાં આવ્યાં છે, તેમની સાથે રાજવાર્તિક-નિર્દિષ્ટ નામો વિશેષપણે મળતાં આવે છે. આવી સ્થિતિમાં એમ પણ કહી શકાય કે રાજવાર્તિકકાર અને સ્થાનાંગસૂત્રકારની સમક્ષ એક જ વાચનાનાં આ સૂત્રો રહ્યાં હશે અથવા રાજવાર્તિકકારે સ્થાનાંગમાં ગૃહીત અન્ય વાચનાને પ્રમાણભૂત માનીને આ નામો આપ્યાં હશે. રાજવાર્તિકની જેમ જ ધવલા, જયધવલા, અંગપષ્ણત્તિ વગેરેમાં પણ તેવાં જ નામો મળે છે.
૧. વૃત્તિકાર મલધારી હેમચંદ્ર અનુસાર, ગા. ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org