________________
બીજું પ્રકરણ
અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય
સર્વપ્રથમ અંગગ્રંથોના બાહ્ય અને અંતરંગ પરિચયથી શું અભિપ્રેત છે, તેનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. અંગોના નામોનો અર્થ, અંગોનું પદપરિમાણ અથવા શ્લોકપરિમાણ, અંગોનો ક્રમ, અંગોની શૈલી તથા ભાષા, પ્રકરણોનો વિષયનિર્દેશ, વિષયવિવેચનની પદ્ધતિ, વાચનાવૈવિધ્ય વગેરેની સમીક્ષા બાહ્ય પરિચયમાં રાખવામાં આવી છે. અંગોમાં ચર્ચિત સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંત સંબંધી તથ્યો, તેમની વિશેષ સમીક્ષા, તેમનું પૃથક્કરણ, તેમાંથી નિષ્પન્ન થતું ઐતિહાસિક અનુસંધાન, તદંતર્ગત વિશિષ્ટ શબ્દોનું વિવેચન વગેરે બાબતો અંતરંગ પરિચયમાં સમાવિષ્ટ છે. આગમોની ગ્રંથબદ્ધતા :
જૈન સંઘની મુખ્ય બે પરંપરાઓ છે ઃ અચેલક પરંપરા અને સચેલક પરંપરા. બંને પરંપરાઓ એમ માને છે કે આગમોના અધ્યયન-અધ્યાપનની પરંપરા અખંડ રૂપે કાયમ રહી નથી. દુષ્કાળ વગેરેના કારણે આગમો અક્ષરશઃ સુરક્ષિત રાખી શકાયાં નથી. આગમોમાં વાચનાભેદો—પાઠભેદો બરાબર વધતા ગયા હતા. સચેલક પરંપરા દ્વારા માન્ય આગમોને જ્યારે પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે શ્રમણસંઘે એકત્ર થઈ જે માથુરી વાચના માન્ય રાખી તેને ગ્રંથબદ્ધ કરવામાં આવી, સાથે સાથે જ ઉપયુક્ત વાચનાભેદો અથવા પાઠભેદો પણ નોંધવામાં આવ્યા. અચેલક પરંપરાના આચાર્યો ધરસેન, યતિવૃષભ, કુંદકુંદ, ભટ્ટ અકલંક વગેરેએ આ પુસ્તકારૂઢ આગમો અથવા તેમની પહેલાંનાં ઉપલબ્ધ આગમોના આશયને ધ્યાનમાં રાખીને નવીન સાહિત્યનું સર્જન કર્યું. આચાર્ય કુંદકુંદ રચિત સાહિત્યમાં આચારપાહુડ, સુત્તપાહુડ, સ્થાનપાહુડ, સમવાયપાહુડ વગેરે પાહુડાંત ગ્રંથોનો સમાવેશ કરવામાં આવે છે. આ પાહુડોના
૧.
અહીં અચેલક શબ્દ દિગંબર પરંપરાને માટે અને શ્વેતાંબર શબ્દ સર્ચલક પરંપરા માટે પ્રયોજાયો છે. આ જ પ્રાચીન શબ્દો છે, જેના દ્વારા બંને પરંપરાઓનો પ્રાચીનકાળમાં બોધ થતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org