________________
૮૦
અંગઆગમ ઉદાહરણસ્વરૂપે વર્તમાન આચારાંગ વગેરે એકાદશાંગરૂપ કાલિક સૂત્રઅગમિક શ્રુતાંતર્ગત છે જ્યારે બારમું અંગ દૃષ્ટિવાદ (લુપ્ત) ગમિક શ્રુત છે.
સમગ્ર શ્રત એક સમાન છે, સમાન વિષયોની ચર્ચા કરનારું છે અને તેના પ્રણેતા આત્માર્થી ત્યાગી મુનિઓ છે. એમ હોવા છતાં પણ અમુક સૂત્ર અંગરૂપ છે અને અમુક અંગબાહ્ય એમ કેમ? “અંગ' શબ્દનો અર્થ છે મુખ્ય અને “અંગબાહ્ય”નો અર્થ છે ગૌણ. જે રીતે વેદરૂપ પુરુષના છંદ, જ્યોતિષ વગેરે છ અંગોની કલ્પના અતિ પ્રાચીન છે તે જ રીતે શ્રુત અર્થાત ગણિપિટકરૂપ પુરુષના દ્વાદશાંગોની કલ્પના પણ પ્રાચીન છે. પુરુષના બાર અંગો કયા કયા છે તેનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે -
पायदुगं जंघा उरू गायदुगद्धं तु दो य बाहू य । गीवा सिरं च पुरिसो बारसअंगो सुयविसिट्ठो ।
- નંદિવૃત્તી, પૃ. ૨૦૨. આ ગાથાનું સ્પષ્ટીકરણ કરતાં વૃત્તિકાર લખે છે :- ૬ પુરુષાર્થ કાશ કૃમિ भवन्ति तद्यथा-द्वौ पादो, द्वे जङ्के, द्वे उरुणी, द्वे गात्रार्धे, द्वौ बाहू, ग्रीवा, शिरश्च, एवं श्रुतरूपस्य अपि परमपुरुषस्य आचारादीनि द्वादशअङ्गानि क्रमेण वेदितव्यानि..... श्रुतपुरुषस्य अंगेषु प्रविष्टम्-अंगभावेन व्यवस्थितमित्यर्थः । यत् पुनरेतस्यैव द्वादशाङ्गात्मकस्य श्रुतपुरुषस्य व्यतिरेकेण स्थितम्-अंगबाह्यत्वेन व्यवस्थितं तद् अनङ्गप्रविष्टम् ।'
આ રીતે વૃત્તિકારના કથનાનુસાર શ્રુતરૂપ પરમપુરુષના આચારાદિ બાર અંગોને નીચે પ્રમાણે સમજી શકાય છે :
આચાર અને સૂત્રકૃત શ્રુતપુરુષના બે પગ છે, સ્થાન અને સમવાય બે જાંઘ છે, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને જ્ઞાતાધર્મકથા બે ઘૂંટણ છે, ઉપાસક અને અંતકૃત બે ગાત્રાઈ છે (શરીરનો ઉપરનો અને નીચેનો ભાગ અથવા આગળનો (પેટ વગેરે) અને પાછળનો (પીઠ વગેરે) ભાગ ગાત્રાર્ધ કહેવાય છે), અનુત્તરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ બે બાહુઓ છે, વિપાકસૂત્ર ગ્રીવા–ગર્દન છે તથા દૃષ્ટિવાદ મસ્તક છે.
તાત્પર્ય એ છે કે આચારાદિ બાર અંગો જૈનશ્રુતમાં પ્રધાન છે, વિશેષ પ્રતિષ્ઠિત છે અને વિશેષ પ્રામાણ્યયુક્ત છે તથા મૂળ ઉપદેષ્ટાના આશયની વધુ નજીક છે જયારે
જે દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પ્રહર રૂપ કાળમાં વાંચવામાં આવે છે તે કાલિક કહેવાય છે. तच्च प्रायः आचारादि कालिकश्रुतम्, असदृशपाठात्मकत्वात् ।
- મલયગિરિકૃત નંદિવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org