________________
અંગઆગમ
આવે છે તેમની પણ ઉપર્યુક્ત રીતે પરીક્ષા કર્યા વિના તેમના પ્રામાણ્યના વિષયમાં કંઈ કહી શકાય નહિ.
૭૬
જૈનોએ પણ સ્વીકાર કર્યો કે શાસ્ત્રો, વચનો અથવા જ્ઞાન અનાદિ, નિત્ય અથવા અપૌરુષેય જરૂર હોઈ શકે છે પરંતુ તે પ્રવાહ-પરંપરાની અપેક્ષાએ, નહિ કે કોઈ વિશેષ શાસ્ત્ર, વચન અથવા જ્ઞાનની અપેક્ષાએ. પ્રવાહની અપેક્ષાએ જ્ઞાન, વચન અથવા શાસ્ર ભલે અનાદિ, અપૌરુષેય અથવા નિત્ય હોય પરંતુ તેનું પ્રામાણ્ય માત્ર અનાદિપણા ઉપર નિર્ભર નથી. જે શાસ્ત્રવિશેષનો જે વ્યક્તિવિશેષ સાથે સંબંધ હોય તે વ્યક્તિની પરીક્ષાના આધારે જ તે શાસ્ત્રનું પ્રામાણ્ય નિર્ભર છે. જૈનોએ પોતાના દેશમાં અવશ્ય આ રીતે એક નવો વિચાર શરૂ કર્યો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નહિ થાય.
ગીતોપદેશક ભગવાન કૃષ્ણે તથા સાંખ્યદર્શનના પ્રવર્તક ક્રાન્તિકારી કપિલમુનિએ વેદોના હિંસામય અનુષ્ઠાનોને હાનિકારક બતાવીને લોકોને વેદવિમુખ થવા માટે પ્રેર્યા. જે યુગમાં વેદોની પ્રતિષ્ઠા દૃઢમૂલ હતી અને સમાજ તેમના પ્રત્યે એટલો અધિક આસક્ત હતો કે તેમનાથી જરા પણ અલગ થવા ઈચ્છતો ન હતો તે યુગમાં પરમાત્મા કૃષ્ણ અને આત્માર્થી કપિલમુનિએ વેદોની પ્રતિષ્ઠા પર સીધો આઘાત કરવાને બદલે અનાસક્ત કર્મ કરવાની પ્રેરણા આપીને સ્વર્ગકામનામૂલક યજ્ઞો પર કુઠારાઘાત કર્યો અને ધર્મના નામે ચાલતા હિંસામય તથા મદ્યપ્રધાન યજ્ઞાદિક કર્મકાંડોના માર્ગને ધૂમમાર્ગ કહ્યો. એટલું જ નહિ, ઉપનિષદકારોએ તો યજ્ઞ કરાવનારા ઋત્વિજોને ડાકુઓ અને લૂંટારાઓની ઉપમા આપી તથા લોકોને તેમનો વિશ્વાસ ન કરવાની સલાહ આપી. છતાં પણ તેમનામાંથી કોઈએ વેદોના નિરપેક્ષ–સર્વથા અપ્રામાણ્યની ઘોષણા કરી હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી.
ધીરે ધીરે જ્યારે વૈદિક પુરોહિતોનું જોર ઓછું થવા લાગ્યું, ક્ષત્રિયોમાં પણ ક્રાંતિકા૨ી પુરુષો પેદા થવા લાગ્યા, ગુરુપદ પર ક્ષત્રિયો આવવા લાગ્યા અને સમાજની શ્રદ્ધા વેદોમાંથી ઘટવા લાગી ત્યારે જૈનો અને બૌદ્ધોએ ભારે જોખમ ઉઠાવીને પણ વેદોના અપ્રામાણ્યની ઘોષણા કરી.૧ વેદોના અપ્રામાણ્યની ઘોષણા કરવાની સાથે જ જૈનોએ ગ્રંથપ્રણેતાઓની પરિસ્થિતિ, જીવનદૃષ્ટિ તથા અંતવૃત્તિને પ્રામાણ્યના હેતુ માનવાની અર્થાત્ વક્તા કે જ્ઞાતાના આંતરિક ગુણદોષોના આધારે તેનાં વચન કે જ્ઞાનના પ્રામાણ્યઅપ્રામાણ્યનો નિશ્ચય કરવાની નવી પ્રણાલી શરૂ કરી. આ પ્રણાલી સ્વતઃ પ્રામાણ્ય
૧. જુઓ—મહાવીરવાણીની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org