________________
જૈન શ્વેત
સમજવાની પરંપરા અવેસ્તા-ગાથાને પ્રમાણરૂપ માનનારા પારસી અધ્વર્યુ પાસે પણ નથી અને તે શાસ્ત્રના પ્રકાંડ પંડિતો ય વિદ્યમાન નથી. આવી સ્થિતિમાં વેદોના અધ્યયનમાં રત કોઈ પણ સંશોધક વિદ્વાનને નિરાશા થવી સ્વાભાવિક જ છે.
પ્રાચીન કાળમાં શાસ્ત્રના પ્રામાણ્યને માટે અપૌરુષેયતા અને અલૌકિકતા આવશ્યક માનવામાં આવતી. જે શાસ્ત્ર નવું બનતું કે કોઈ પુરુષે તેને અમુક કાળે બનાવ્યું હોય તેની પ્રતિષ્ઠા અલૌકિક તથા અપૌરુષેય શાસ્રની અપેક્ષાએ ઓછી રહેતી. સંભવતઃ એટલા માટે વેદોને અલૌકિક તથા અપૌરુષેય માનવાની પ્રથા ચાલુ થઈ હોય. જ્યારે ચિંતન વધવા લાગ્યું, તર્કશક્તિનો પ્રયોગ વધુ થવા લાગ્યો અને હિંસા, મદ્યપાન વગેરેથી જનતાની બરબાદી વધવા લાગી ત્યારે વૈદિક અનુષ્ઠાનો તથા વેદોના પ્રામાણ્ય પર ભારે પ્રહાર થવા લાગ્યા. એટલે સુધી કે ઉપનિષદના ચિંતકો અને સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિએ એનો ભારે વિરોધ કર્યો તથા વેદોક્ત હિંસક અનુષ્ઠાનોનું અગ્રાહ્યત્વ સિદ્ધ કર્યું. તેને પ્રકાશનો માર્ગ ન કહેતાં ધુમાડાનો માર્ગ કહ્યો. ગીતામાં ભગવાન કૃષ્ણે ‘યામિમાં પુષ્પિતાં વાત્ત પ્રવતત્ત્વવિપિશ્ચિત:'થી શરૂ કરી ‘Àમુખ્યવિષયા વેવા નિÅમુખ્યો ભવાઽર્જુન !’૧ સુધીના વચનોમાં આ વાતનું સમર્થન કર્યું. દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનમય અને તપોમય યજ્ઞનો મહિમા બતાવ્યો તથા સમાજને આત્મશોધક યજ્ઞોની તરફ વાળવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. અનાસક્ત કર્મ કરતા રહેવાની અત્યુત્તમ પ્રેરણા આપીને ભારતીય ત્યાગી વર્ગને અપૂર્વ ઉપદેશ આપ્યો. જૈન તથા બૌદ્ધ ચિંતકોએ તપ, શમ, દમ ઇત્યાદિની સાધના કરીને હિંસા-વિધાયક વેદોના પ્રામાણ્યનો જ વિરોધ કર્યો તથા તેમની અપૌરુષેયતા અને નિત્યતાનું ઉન્મૂલન કરી તેમના પ્રામાણ્યને સંદેહયુક્ત બનાવી દીધું.
૭૫
-
પ્રામાણ્યની વિચારધારામાં ક્રાંતિના બીજ રોપનારા જૈન તથા બૌદ્ધ ચિંતકોએ કહ્યું કે શાસ્ત્ર, વચન અથવા જ્ઞાન સ્વતંત્ર નથી – સ્વયંભૂ નથી પરંતુ વક્તાની વચનરૂપ અથવા વિચારણારૂપ ક્રિયા સાથે સંબદ્ધ છે. લેખક અથવા વક્તા જો નિસ્પૃહ હોય, કરુણાપૂર્ણ હોય, શમદમયુક્ત હોય, સમસ્ત પ્રાણીઓને આત્મવત્ સમજનાર હોય, જિતેન્દ્રિય હોય, લોકોના આધ્યાત્મિક ક્લેશો દૂર કરવામાં સમર્થ હોય, અસાધારણ પ્રતિભાસંપન્ન વિચારધારાવાળો હોય તો તત્પ્રણીત શાસ્ત્ર અથવા વચનો પણ સર્વજનહિતકર હોય છે. તે ઉપર્યુક્ત ગુણોથી વિપરીત ગુણયુક્ત હોય તો તત્ક્ષણીત શાસ્ત્રો અથવા વચનો સર્વજનહિતકર નથી હોતાં. આથી શાસ્ત્રો, વચનો અથવા જ્ઞાનનું પ્રામાણ્ય તેના આધારભૂત પુરુષ પર અવલંબે છે. જે શાસ્ત્રો અથવા વચનોને અનાદિ માનવામાં આવે છે, નિત્ય માનવામાં આવે છે અથવા અપૌરુષેય માનવામાં
૧. અધ્યાય ૨, શ્લોક ૪૨-૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org