________________
૭૪
અંગઆગમ વેદોનો અર્થ બરાબર સમજી શકે છે. વેદો તો આપણી પાસે પરંપરાથી ચાલ્યા આવે છે, પરંતુ તેમાં જે અનાર્ય શબ્દો પ્રયુક્ત થયા છે તેમની વિશેષ જાણકારી આપણને નથી. આવી સ્થિતિમાં તેમનો સમગ્ર અર્થ કેવી રીતે સમજી શકાય? આ જ કારણ છે કે આજ સુધી કોઈ ભારતીય સંશોધક સર્વથા તટસ્થ રહીને તત્કાલીન સમાજ અને ભાષાને દૃષ્ટિમાં રાખીને વેદોનું નિષ્પક્ષ વિવેચન કરી શકેલ નથી.
જો કે પ્રાચીન સમયમાં ઉપલબ્ધ સાધનો, પરંપરા, ગંભીર અધ્યયન વગેરેનું અવલંબન લઈને મહર્ષિ યાસ્ક વેદોના અનેક શબ્દોનું નિવર્ચન કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે પરંતુ તેમનો એ પ્રયત્ન વર્તમાનકાળે વેદોને તત્કાલીન વાતાવરણની દૃષ્ટિએ સમજવામાં પૂર્ણ રૂપે સહાયક થતો જણાતો નથી. તેમણે નિરુક્ત બનાવ્યું છે પરંતુ તે વેદોના સમસ્ત પરિચિત અથવા અપરિચિત શબ્દો સુધી પહોંચી શક્યું નથી. યાસ્કના સમયના વાતાવરણ તથા પુરોહિતોની સાંપ્રદાયિક મનોવૃત્તિ જોતાં એવું પ્રતીત થાય છે કે કદાચ યાસ્કની આ પ્રવૃત્તિનો વિરોધ પણ થયો હશે. પુરોહિતવર્ગની એવી માન્યતા હતી કે વેદ અલૌકિક છે – અપૌરુષેય છે. આથી તેમાં પ્રયુક્ત શબ્દોનો અર્થ અથવા નિર્વચન લૌકિક રીતિએ લૌકિક શબ્દો દ્વારા મનુષ્ય કેવી રીતે કરી શકે? એ પ્રકારની વેદરક્ષકોની મનોવૃત્તિ હોવાને કારણે પણ સંભવ છે કે યાસ્ક આ કાર્ય સંપૂર્ણપણે ન કરી શક્યા હોય. આ નિરુક્ત ઉપરાંત વેદોના શબ્દોને તત્કાલીન અર્થસંદર્ભમાં સમજવાનું કોઈ પણ સાધન ન પહેલાં હતું, ન હાલ છે. સાયણ નામના વિદ્વાને વેદો પર જે ભાષ્ય લખ્યું છે તે વૈદિક શબ્દોને તત્કાલીન વાતાવરણ તથા સંદર્ભની દૃષ્ટિએ સમજાવવા માટે અસમર્થ છે. તેઓ અવચીન ભાષ્યકાર છે. તેમણે પોતાની અર્વાચીન પરંપરા અનુસાર વેદોની રુચાઓનો મુખ્યત્વે યજ્ઞપરક અર્થ કર્યો છે. આ અર્થ ઐતિહાસિક તથા પ્રાચીન વેદકાલીન સમાજની દષ્ટિએ ઠીક છે કે નહિ, તેનો વર્તમાન સંશોધકોને વિશ્વાસ બેસતો નથી. આથી એમ કહી શકાય કે આજ સુધી વેદોનો યથાયોગ્ય અર્થ આપણી સામે આવી શક્યો નથી. સ્વામી દયાનંદે વેદો પર એક નવું ભાષ્ય લખ્યું છે, પરંતુ તે પણ વેદકાલીન પ્રાચીન વાતાવરણ તથા સામાજિક સ્થિતિને પૂર્ણપણે સમજાવવામાં અસમર્થ જ છે. | વેદાભ્યાસી સ્વ. લોકમાન્ય તિલકે પોતાના “ઓરાયન' નામક પુસ્તકમાં લખ્યું છે કે અવેસ્તાની કેટલીક કથાઓ વેદોને સમજવામાં સહાયક બને છે. કેટલાક સંશોધક વિદ્વાનો વેદોને બરાબર સમજવા માટે અંદ, અવેસ્તા-ગાથા તથા વેદકાલીન અન્ય સાહિત્યના અભ્યાસપૂર્ણ મનન, ચિંતન વગેરે પર ભાર દે છે. દુર્ભાગ્યવશ કેટલાક ધર્માધ રાજાઓએ છંદ, અવેસ્તા-ગાથા વગેરે સાહિત્યનો જ નાશ કરી નાખ્યો છે. વર્તમાન સમયમાં જે કંઈ પણ થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેને ખરેખરા અર્થમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org