________________
૬૮
અંગઆગમ
તપોધન હતા અર્થાત્ પંચાગ્નિ તપ તપતા હતા તથા કંદ, મૂળ, ફળ, બીજ અને હરિત અર્થાત્ લીલી-કાચી વનસ્પતિનો ભોજનાદિમાં ઉપયોગ કરતા હતા. આ વર્ણનથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે મૂળ ગાથાઓમાં નિર્દિષ્ટ ઉપર્યુક્ત મહાપુરુષો જૈન સંપ્રદાયના ક્રિયાકાંડ અનુસાર જીવન વ્યતીત કરતા ન હતા. છતાં પણ તેઓ સિદ્ધિ પામ્યા હતા. આ વાત આહતપ્રવચનમાં સ્વીકારવામાં આવી છે. આ તથ્ય જૈન પ્રવચનની વિશાળતા તેમ જ સભ્ય શ્રતની ઉદારતાપૂર્ણ વ્યાખ્યાનો સ્વીકાર કરવા માટે પર્યાપ્ત છે. જેમની દૃષ્ટિ સમ્યફ છે અર્થાત્ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યથી પરિપ્લાવિત છે તેમનું શ્રુત પણ સમ્યફ શ્રુત છે અર્થાત્ તેમનું સમ્યફ જ્ઞાની હોવાનું સ્વાભાવિક છે. આવી અવસ્થામાં તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય શું છે? જૈન પ્રવચનમાં જેમને અન્યલિંગસિદ્ધ કહેવામાં આવ્યા છે તે આ પ્રકારના મહાપુરુષો હોઈ શકે છે. જે જૈન સંપ્રદાયનો વેષ ધારણ ન કરતા હોય અર્થાત્ જેમનો બાહ્ય ક્રિયાકાંડ જૈન સંપ્રદાયનો ન હોય છતાં પણ જેઓ આંતરિક શુદ્ધિના પ્રભાવે સિદ્ધિ – મુક્તિ પામ્યા હોય તેઓ અન્યલિંગસિદ્ધ કહેવાય છે. ઉપર્યુક્ત ગાથાઓમાં અન્યલિંગ વડે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓના જે નામ આપવામાં આવ્યા છે તે આ છે : અસિત દેવલ, દ્વૈપાયન, પારાશર, નમી વિદેહી, રામપુત્ર, બાહુક તથા નારાયણ. આ બધા મહાપુરુષો વૈદિક પરંપરાના મહાભારત વગેરે ગ્રંથોમાં સુપ્રસિદ્ધ છે. આ ગાથાઓમાં “તે પુત્ર મહાપુરક્ષા ઉદિતા રૂદ સંમતા' એ પ્રકારના નિર્દેશ દ્વારા મૂલસૂત્રકારે એમ બતાવ્યું છે કે આ બધા પ્રાચીન સમયના પ્રસિદ્ધ મહાપુરુષો છે તથા તેમને “દ અર્થાત આહત પ્રવચનમાં સિદ્ધરૂપે સ્વીકારવામાં આવેલા છે. અહીં “ફનો સામાન્ય અર્થ આહુતપ્રવચન તો છે જ પરંતુ વૃત્તિકારે ઋષિભાષિતાની' અર્થાત “ઋષિભાષિત આદિ ગ્રંથોમાં એવી જાતનો વિશેષ અર્થ પણ બતાવ્યો છે. આનાથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે ઋષિભાષિત ગ્રંથ એટલો અધિક પ્રમાણપ્રતિષ્ઠિત છે કે તેનો નિર્દેશ વૃત્તિકારના કથનાનુસાર મૂલસૂત્રકારે પણ કર્યો છે.
સૂત્રકૃતાંગમાં “ઋષિભાષિત' નામનો પરોક્ષ રૂપે ઉલ્લેખ છે પરંતુ સ્થાનાંગ તથા સમવાયાંગમાં તો તેનો સ્પષ્ટ નિર્દેશ છે. બંનેમાં તેની અધ્યયનસંખ્યા પણ બતાવવામાં આવી છે. સ્થાનાંગમાં પ્રશ્નવ્યાકરણના દસ અધ્યયનોનાં નામો બતાવતાં ‘ઋષિભાષિત' નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' “ઋષિભાષિતના ચુમ્માલીસ અધ્યયનો દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવેલા જીવો દ્વારા કહેવાયેલાં છે' એ રીતે
ઋષિભાષિત' નામનો તથા તેના ચુમ્માલીસ અધ્યયનોનો નિર્દેશ સમવાયાંગના ૧. સ્થાન. ૧૦, સૂત્ર ૭૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org