SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણ અને સંસ્કાર પ્રા. અનિલ સોનેજી આજના શિક્ષિત યુવાનવર્ગ ઉપર નજર કરીશું તો એક સામાન્ય છાપ એવી ઊભી થશે કે આ કહેવાતા શિક્ષિતોમાં સંસ્કારિતાની સુવાસ નથી. અલબત્ત, આમાં કેટલાક સન્માન્ય અપવાદો હશે; છતાં એક બાજુ શિક્ષણ લેનારાઓની સંખ્યા વધતી જાય છે અને બીજી બાજુ સંસ્કારની સૌરભ ઘટતી જાય છે એવું લાગ્યા વગર રહેશે નહીં. આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસો ધરાવનાર ભારત જેવા દેશમાં આવી પરિસ્થિતિ ઊભી થાય તે ખરેખર શોચનીય છે અને તેથી આવી સ્થિતિ કેમ ઊભી થઈ તેના કારણો અને ઉપાયો વિચારવા જરૂરી થઈ પડે છે. શિક્ષણ અને કેળવણી : સૌપ્રથમ તો આપણે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજી લેવાની જરૂર છે. શિક્ષણ એ માનવીને પૈસા રળી આપવાની આવડત આપે છે. ઇજનેર, ડોક્ટર, કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થનાર વ્યક્તિ જે શિક્ષણ મેળવે છે તેમાં તેના વ્યવસાયનું કૌશલ્ય તેને પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા તેની આજીવિકા ચલાવવાનું સરળ બને છે. પરંતુ આ શિક્ષણને આપણે કેળવણી ન કહી શકીએ. કેળવણી માનવીને જીવન જીવવાની એક આદર્શ પદ્ધતિ શીખવે છે. સાચી કેળવણીનો ધ્યેય વ્યક્તિત્વનો વિકાસ છે. જે. કાર્ડિનલ ન્યુપેને કહ્યું હતું કે કેળવણીનો ધ્યેય મનુષ્યને ‘જેન્ટલમેન’ બનાવવાનો છે. શિક્ષણનું ચિંતન એ બાબતને સ્વીકારે છે કે શિક્ષણનું ધ્યેય ફક્ત તકનીકી વિધાનું જ્ઞાન આપવાનું નથી, પરંતુ ‘ચારિત્ર્ય', ‘વિચારની કેળવણી ’, ‘ દૃઢ માન્યતાને ખીલવવી', ‘નવા ધ્યેયો અપનાવવા' ‘વિચારોની ક્ષિતિજો રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International વિકસાવવી’, ‘વિચાર અને આચાર વચ્ચે તાદાત્મ્ય કેળવવું', − આ બધા શિક્ષણના સાચા ધ્યેયો છે. પરંતુ તે ધ્યેયો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં અદૃશ્ય થતાં જાય છે. નીતિ, મૂલ્ય, ધર્મ, કે આધ્યાત્મિકતાને વિસારે પાડવામાં આવ્યા છે અને વિધાર્થીઓ, વડીલો, અધ્યાપકો, અને સમાજના અગ્રણી હિતચિંતકોએ ભૌતિક વિકાસની દોડમાં તેને એકબાજુ હડસેલી દીધાં છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં તો સા વિદ્યા યા વિમુક્તયે’’ એમ કહીને વિદ્યાનું અંતિમ ધ્યેય સંસારમુક્તિ જ બતાવેલો છે અને આવી મુક્તિ કે મોક્ષપદ અપાવે તે જ સાચી વિધા એમ પુરાતનકાળથી સ્વીકારવામાં આવ્યું છે. સાચા જ્ઞાન દ્વારા મુક્તિ એ તો બહુ મોટી વસ્તુ છે અને તેને પ્રાપ્ત કરનારા તો કોઈક વીરલા જ હોય, પરંતુ આપણું આજનું શિક્ષણ આવી મુક્તિ માટેની એક પૂર્વભૂમિકા ઊભી કરી આપે અને માનવીને આંતરિક રીતે સજ્જ બનાવે તેવી અપેક્ષા તો આપણે જરૂર રાખી શકીએ. શિક્ષણ અને સંસ્કાર એકબીજાથી વિખૂટા કેમ પડ્યા? પહેલાના સમયમાં લોકો વિધા પ્રાપ્ત કરવા માટે ગુરૂ પાસે જતાં અને ગુરુઆશ્રમમાં રહીને ભણતા. અહીં તેઓને સાદુ જીવન, સમૂહમાં રહેવાનું, શાસ્ત્રોનો અભ્યાસ, વ્યવહારુ જ્ઞાન વગેરેની તાલીમ ગુરૂના પ્રત્યક્ષ સંપર્કમાં પ્રાપ્ત થતી. ગુરુના જીવનને નજીકથી નિહાળવાની તક પ્રાપ્ત થતી અને આદર્શ જીવન કોને કહેવાય તેનો મર્મ વિધાર્થીને ગુરુના જીવનમાંથી પ્રાપ્ત થતો. નીતિ, અધ્યાત્મ, જીવનના મૂલ્યો વગેરેનું નક્કર તીર્થ-સૌરભ For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy