________________
જ્ઞાન પ્રાપ્ત થતું. વિધાર્થીઓએ આશ્રમના વસવાટ દરમિયાન કડક ચર્ચાનું પાલન કરવાનું રહેતું. રાજાનો કુંવર હોય કે ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય-સૌને સમાન નિયમો પાળવાના રહેતા. બ્રાહ્મમુહૂર્તમાં ઉઠવાથી માંડીને રાત્રે સૂવાનો સમય થાય ત્યાં સુધીના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેતું. ગુરૂઓ પણ અભ્યાસનિષ્ઠ અને શાસ્ત્રોના સાચા જ્ઞાતા હતા. તેમના વિચાર, વાણી અને વર્તનમાં સમાનતા રહેતી. જેમનો આચાર અનુસરવા યોગ્ય હોય તેઓ આચાર્ય કહેવાતા. આવા આચાર્યોનો સમાજમાં પ્રભાવ પડતો. સમાજમાં ગુરુનું સ્થાન આદરણીય ગણાતું. રાજાઓ અને ધનિકો પણ ગુરુને સન્માનીય પદે પ્રતિષ્ઠિત કરતાં. આવા વાતાવરણમાં જે શિક્ષણ અપાતું તેમાં સંસ્કારિતાની મહેક મ્હોરી ઉઠતી.
પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઉપર દર્શાવેલી પરિસ્થિતિ અદૃશ્ય થવા લાગી. શિક્ષણ માટેની આશ્રમ-પ્રથા તૂટવા લાગી; અને તેની જગ્યાએ આધુનિક શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિધાલયો સ્થપાવા લાગ્યા. ગુરૂનો સતત સહવાસ અને પ્રેરણા મેળવવાની તક ઓછી થવા લાગી. શિક્ષણમાં અગાઉ નીતિ, અધ્યાત્મ, જીવનના મૂલ્યો વગેરે વિષયોને જે સ્થાન મળતું હતું તે ક્રમશઃ ઘટવા લાગ્યું અને વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ થયું. આવું શિક્ષણ આપનારા શિક્ષકો વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા હોય પરંતુ તેમની નૈતિક સજ્જતા ઓછી હોય તેવું બનવા લાગ્યું. શિક્ષકોમાંથી પણ ધીમે ધીમે અભ્યાસનિષ્ઠા અને વિધાર્થી-નિષ્ઠા ઘટવા લાગી અને તેઓ પણ સમાજના અન્ય વર્ગોની માફક ધન-દોલત અને દુન્યવી સંપત્તિ પાછળ દોડવા લાગ્યા. કેટલાક તો લાંચરૂશ્વત અને અન્ય ભ્રષ્ટાચારમાં પણ સામેલ થઈને શિક્ષકના નામને બટ્ટો લાગે તેવા કૃત્યોમાં સામેલ થવા લાગ્યા.
૬૨
તીર્થ-સૌરભ
Jain Education International
ટૂંકમાં સમગ્ર સમાજના અધઃપતનની સાથે સાથે શિક્ષક પણ તેમાં સામેલ થવા લાગ્યો. ખરેખર તો આવા સમયમાં શિક્ષકે સમાજને ઉંચા મૂલ્યો તરફ ગતિ કરાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને દોરવણી આપવા જોઈએ પરંતુ કમભાગ્યે તેમ થઈ શક્યું નહીં. ભ્રષ્ટાચારના કળણમાં ડૂબેલો નિર્બળ અને સત્વહીન શિક્ષક પાસેથી સંસ્કારિતાનો વારસો મેળવવાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? આવા બદલાતા જતા સંજોગોમાં સમાજમાં શિક્ષકનો આદર અને સ્થાન પણ ઘટવા લાગ્યા. અગાઉના સમયમાં ગુરૂજનોને સર્વોચ્ચ સ્થાન મળતું પરંતુ ધીમે ધીમે ગુરુઓ બિચારા અને બાપડા બનવા લાગ્યા. ધનવાનો અને રાજકારણીઓને સમાજમાં પ્રતિષ્ઠા મળવા લાગી અને શિક્ષકોએ આવા લોકોની ચરમપોશી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. આવા સંજોગોમાં ગુરુ કે શિક્ષક સ્થાનભ્રષ્ટ થયા અને એવા નિસ્તેજ ગુરુ પાસેથી સંસ્કારિતાનો વારસો શિષ્યોને મળે તેવી વ્યર્થ આશ! કોઈ રાખે નહીં.
શિક્ષણ દ્વારા સંસ્કારિતાની જ્યોત પ્રગટાવીએ
શિક્ષણના ક્ષેત્રે જ્ઞાન અને ચારિત્ર્યની જ્યોત ઝાંખી જરૂર થઈ છે પરંતુ સાવ ઓલવાઈ ગઈ નથી. દેશના કોઈને કોઈ ખૂણે સાચો શિક્ષક આજે પણ ધૂણી ધખાવીને બેઠો છે. આવા સંસ્કાર દીવડાઓની વાટને સંકોરીએ અને તેમાં થોડુંક તેલ પૂરીએ તો તેને પ્રજ્વલિત થતાં વાર નહીં લાગે. એકવાર આ પ્રક્રિયા શરૂ થશે તો તેનાથી આખી હવાનું રૂખ બદલાઈ જશે અને સમગ્ર વાતાવરણમાં સંસ્કારિતાનો પમરાટ ફેલાઈ જશે. આને માટે શું કરવું જોઈએ તેને વિચારવાનો અને આવા પરિપકવ વિચારોનો અમલ કરવાનો સમય પાકી ગયો છે.
For Private & Personal Use Only
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org