SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ચઢી શકે છે.) જરા વિચારીએ! આવો Chance જ્યાં મળી શકે છે તે મનુષ્યભવને દુર્લભ ન કહીએ તો બીજું શું કહીએ? હવે સમજાશે કે જે વસ્તુ બીજા ભવોમાં મળવી દુર્લભ છે એ વસ્તુ મેળવવાનો આ મનુષ્યભવ દ્વારા લાભ મળ્યો, અને એને માટે જરૂરી શક્તિ અને ઉપર ગણાવ્યા તેવા સંયોગો મળ્યા તો એ મેળવીએ તોજ આ મનુષ્યભવ સાર્થક થાય. કદાચ મોક્ષમાર્ગનાં સાત પગથિયાં આ ભવમાં ન ચઢી શકીએ તો પણ એ સીડી ચઢવા માટે પગ તો ઉપાડીએ. મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શન (સમકિત) પ્રાપ્તિથી થાય છે. કદાચ એ પ્રાપ્ત પણ ન થાય તોય એના તરફ રૂચિ તો કેળવીએ. આ મનુષ્ય દેહ છુટી જાય ત્યાર પહેલાં આટલું તો અવશ્ય કરી લઈએ. તો આ સમ્યગ્દર્શન શું છે? કોણ આપે? કોને આપે? એ ન મળે ત્યાં સુધી શું કરવું? એ જાણી એ પ્રમાણે શ્રદ્ધા કરીએ એ પ્રમાણે આચરણ કરવા પ્રયત્ન કરીએ તોય આ મનુષ્યભવ મહદ્ અંશે સાર્થક થાય. સાચા દેવ, શાસ્ત્ર (ધર્મ) અને ગુરુ ઉપર આત્મલક્ષે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ શ્રી રત્નકરેંડ શ્રાવકાચારમાં શ્રી સમંતભદ્ર આચાર્યે કહ્યું. જીવ, અજીવ, આશ્રવ, બંધ, (પુણ્ય, પાપ પણ આમાં આવી જાય). સંવર, નિર્જરા, મોક્ષ, વગેરે તત્ત્વોના યથાર્થ અર્થ જાણી તેની ઉપર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણીને તે પ્રમાણે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ અન્યત્ર કહ્યું. વાસ્તવિક જોઈએ તો બધાનો એક જ અર્થ × તીર્થ-સોરભ Jain Education International એક જ લક્ષ છે અને તે એ કે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું, મારાં કર્મોને કારણે મને સુખ-દુ:ખ મળે છે અને હું ધારું તો આ કર્મોને ખપાવીને પૂર્ણપણે મુક્ત થઇ અનંત કાળ માટે અનંત આનંદનો અનુભવ કરી શકું. મારી આ શક્તિ આજે પણ મારામાં છે અને સદ્ગુરુના અને શાસ્ત્રના યોગ્ય માર્ગદર્શન દ્વારા અરિહંત ભગવાન હું જાતે બની શકું તેમ છું. એક વખત આવી શ્રદ્ધા થાય, આવો નિર્ધાર થાય અને એ માટે પ્રયત્નો કરવાની શરૂઆત થાય, તો બસ, આ મનુષ્યભવ સાર્થક થવામાં યોગ્ય શરૂઆત થઈ ગઈ. ભગવાનતીર્થંકરો તો કહે છે કે એક વખત આવું સમ્યગ્દર્શન જીવ પ્રાપ્ત કરે, તે જીવ નિયમથી મોક્ષે જવાનો-ટાઈમ વત્તો ઓછો લાગે તે જુદી વાત. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે અને કર્યા પછી જીવે શું કરવું તે શાસ્ત્રોની જુદી જુદી ગાથાઓ દ્વારા જોઈએ. શ્રી શાંતિપાઠમાં કહે છે કે : ‘શાસ્ત્રોંકા હો પઠન સુખદા, લાભ સત્સંગતિકા; સવૃત્તોંકા સુજસ કહકે, દોષ ઢાંકું સભીકા; બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઉં, તોલોઁ સેઉં ચરન જિનકે, મોક્ષ જલ ન પાઉં.' અર્થ સમજાય તેવા છે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઉપર ગણાવી તેવી વસ્તુઓ મને મળે-મારું જીવન એવું થાઓ. શ્રીપદ્મનંદિપંચવિંશતિમાં ગૃહસ્થ જીવનમાં આટલી આઠ વસ્તુઓ મને મળતી રહો એમ માગ્યું. શ્લોક છે. ચ આરાધ્યન્તે જિનેન્દ્રા, ગુરુષુ ચ વિનતિર્ધાર્મિક પ્રીતિરુઐ:1 પાત્રેભ્યો દાનમાપન્નિહતજનકૃતે તચ્ચ કારુણ્યબુધ્યા તત્ત્વાભ્યાસ: સ્વકીયવ્રતરતિરમલં દર્શને યંત્ર પૂજ્યાં તદ્ગાર્હસ્થ્ય બુધાનામિતરદિહ પુનઃખદો મોહપાશ:// અર્થાત્ જે ગૃહસ્થ અવસ્થામાં જિનેન્દ્રોની રજતજયંતી વર્ષ : ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy