________________
'कला बहत्तर पुरुषकी, तामें दो सरदार; एक जीवकी जीविका, एक जीव उद्धार. '
''
શ્રી ઋષભદેવ ભગવાને મનુષ્યની બોંતેર કળાઓ ગણાવી છે; તેમાં બે મુખ્ય કહી. એક જીવને મળેલા જીવન શરીરને નીભાવવા માટે જરૂરી ઉધમ કરવો તે. સારી રીતે જીવવું એ પણ એક કળા છે હોંશિયારી છે. બીજી કહી કે આ જીવન શરીર દ્વારા આ જીવનો પોતાનો ઉદ્ધાર કરવો અર્થાત્ જન્મ-મરણના ચક્રાવામાંથી છૂટીને પોતાના આત્માને પરમાત્મા બનાવવો - બનવા તરફ લઈ જવો. કમભાગ્યે આપણામાંના મોટા ભાગના લોકો પહેલી કળામાં જ અટવાઈ પડીએ છીએ. બીજી કળાનો તો ખ્યાલ જ આવતો નથી. અને કદાચ બીજી કળાની પ્રાપ્તિનું ભાન આવે તો તે પ્રાપ્ત કરવાનો સાચો રસ્તો જીવને મળતો નથી, મળે તો શ્રદ્ધા જાગતી નથી અને કદાચ શ્રદ્ધા જાગે તો તે માટે પ્રયત્ન કરાતો નથી.
-
માનવજીવનની સાર્થકતા
શ્રી મણિભાઈ ઝ. શાહ
-
Jain Education International
-
-
મહા મુશ્કેલથી મળેલા આ મનુષ્યભવ અને તેમાં પણ આત્મામાંથી પરમાત્મા બની શકાય એવા પરમાર્થને અનુકૂળ યોગ મળવા છતાં જો આ આત્મા આ દિશામાં થોડી પણ પ્રગતિ ન કરે તો તેને શું કહેવું? આ બાબતમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૯૩૫ ખૂબ સૂચક છે - એમાંના થોડા અંશો જોઈએ.
· ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા
૪૬ તીર્થ-સોરભ
યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.'
આટલી વાતમાં એટલી બધી ગહન અને સૂચક વાતો શ્રીમદજીએ કહી દીધી કે ન પૂછો વાત. જરા તપાસીએ.
એક સમય એટલે? આંખ મીચીને ઉઘાડીએ એટલી વેળામાં તો અનેક સમય થઈ જાય. સમય એટલે સમય (ટાઈમ) માપવાનું નાનામાં નાનું એકમ (યુનીટ).
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કેટલી? એનું વર્ણન કરીએ તો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે, છતાં જરાક જોઈએ.
‘ભરત ક્ષેત્રના છ ખંડ પર એકાધિકાર ધરાવતા સમ્રાટ. એમના અંતર્ગત ૩૨૦૦૦ મુકુટબદ્ધ રાજાઓ, ૯ નિધિ, ૧૪ રત્નો, ૯૬૦૦૦ રાણીઓ... એમની સેનામાં ૮૪ કરોડ યોદ્ધા, ૧૮ કરોડ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ...' વગેરે, વગેરે.
વિચાર કરો કે આટલી બધી સંપત્તિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન મનુષ્યભવનો એક સમય! કેમ? જે પરમપદ – પરમાત્મપદ આ મનુષ્યભવમાં
પ્રાપ્ત થઈ શકે છે તે ઉપર જણાવી તે બધી સંપત્તિ આપવા છતાં પણ ન મળી શકે.
કેટલો બધો વખત તો નિગોદમાં (અતિ . સૂક્ષ્મ જીવો જે એક શ્વાસ લઈને મૂકીએ
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org