________________
કફ
અ
.
જ હતા
શુભહસ્તે કરવામાં આવ્યું.
(૦) ઈ.સ. ૧૯૯૧માં “શ્રીમદ્ રાજચંદ્ર વિશેષાંક'નું વિમોચન આદ. શ્રી વજુભાઈ ખોખાણીના વરáસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપાળુદેવના ૧૨૫માં જન્મદિન નિમિત્તે આંદ. શ્રી ન્યાલચંદભાઈ વોરા પધાર્યા હતા.
(૮) ઈ.સ. ૧૯૯૧માં આચાર્ય વિદ્યાસાગર વિશેષાંક'નું વિમોચન કરવામાં આવ્યું હતું.
(૯) ઈ.સ. ૧૯૯૧માં “અધ્યાત્મ-જ્ઞાન પ્રવેશિકા' (હિન્દી) અધ્યાત્મતત્ત્વ પ્રશ્નોત્તરી' પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.
(૧૦) તા. ૧૯-૦-૯૨ના ગુરુપૂર્ણિમાના શુભ દિને આચાર્યશ્રી “સમંતભદ્ર વિશેષાંક'નું વિમોચન મહાવીર બ્રહ્મચર્યાશ્રમ કારંજા (મહારાષ્ટ્ર)નાં અધિષ્ઠાતા, બા. બ્ર. શ્રી માણિકચંદજી ચવરેના વરદ હસ્તે કરવામાં આવ્યું.
(૧૧) તા. ૩-૦-૯૩ના દિવસે શ્રી ગણેશપ્રસાદ વર્મી' (બડે વર્ણજી) વિશેષાંકનું વિમોચન જેના સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન, સતના-નિવાસી આદરણીય શ્રી નીરજજી જેન દ્વારા કરવામાં આવ્યું.
(૧૨) ઈ.સ. ૧૯૮૦માં સંસ્થા દ્વારા સુવાક્યોનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું.
ઉપર જણાવેલા બધા બાંધકામોમાં અને વિશેષ કરીને નવા સ્વાધ્યાય-હોલના નિર્માણકાર્યમાં સિંહફાળો આપનાર, મૂળ ઘાટકોપરનિવાસી, આદ. મુ. શ્રી જયંતભાઈ એમ. શાહ છે, જેમણે પોતાની આગવી કોઠાસૂઝ, ગૃહનિર્માણકળાની નિષ્ણાતતા અને સતત પ્રેમપરિશ્રમથી આ કાર્ય સિદ્ધ કર્યું અને તેમાં તેમને સ્વ. શ્રી શશીકાંતભાઈ ધ્રુવ અને અન્ય અનેક મહાનુભાવોનો પણ સુંદર સહયોગ મળ્યો. મુ. ચંદુભાઈની ચિરવિદાય પછી આજદિન સુધી સંસ્થાનું વહીવટી સુકાન તેઓએ ખૂબ ખંત, પ્રેમ અને વહીવટી કૌશલ્યથી પાર પાડીને સૌનો પ્રેમ સંપાદિત કર્યો છે અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સફળતાપૂર્વકની સેવાઓ આપી રહ્યાં છે. આ બધાં કાર્યોમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ઇન્દિરાબેનનો તથા સમસ્ત પરિવારનો પણ તેમને સુંદર સહયોગ મળતો રહે છે. છેલ્લા લગભગ છ વર્ષથી તો તેઓ. વર્ષમાં નવથી દસ મહિના કોબા રહીને સાધના-સેવા, તત્ત્વજ્ઞાનના વર્ગો તથા “દિવ્યધ્વનિ'માં સુંદર લેખો આપી અનેક રીતે સંસ્થાકીય ઉન્નતિમાં વિશિષ્ટ સહયોગ આપી રહેલ છે. (૪) ચોથો તબક્કો : (ઈ.સ. ૧૯૯૪થી ૨૦૦૦).
આ ગાળા દરમ્યાન સંસ્થાનો વિકાસ નિરંતર ચાલુ જ રહ્યો છે; જેમાં ભારતના વિવિધ તીર્થોની યાત્રાઓ, યુવા-શિબિરોનું આયોજન તથા યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીના પ્રેમ-પરિશ્રમથી યોગઆરોગ્ય અંગેની અનેક શિબિરો અમદાવાદ, સાબરકાંઠા જિલ્લાઓમાં થઈ. શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ નિમિત્તે સમસ્ત ગુજરાત તથા મુંબઈના વિવિધ ઉપનગરોમાં લગભગ સો જેટલાં શ્રી આત્મસિદ્ધિના પારાયણોનું આયોજન થયું અને ૨૪ નવી મુમુક્ષુ કુટિરોનું નિર્માણ થયું. સંસ્થાના નવા સ્વાગત કક્ષ અને વેચાણ-વિભાગનો મંગળ-પ્રારંભ, ન્યૂયોર્કના આપણા વિશિષ્ટ આત્મીયજન અને મુમુક્ષુ શ્રી પ્રફુલભાઈ સુધાબેન લાખાણીના સૌજન્યથી, તા. પ-૦-૯૫ના રોજ ખૂબ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં થયા. મુ. શ્રી વસનજીદાદા તથા શ્રી અનુપચંદદાદાએ સુગતિમરણની સંલેખનાપૂર્વક આરાધના કરીને સંસ્થામાં જ દેહ છોડ્યો.
* આ તબક્કા દરમિયાન ઈ.સ. ૧૯૯૮ તથા ૨૦૦૦ની વિદેશની તીર્થયાત્રાઓ ઉલ્લાસભાવપૂર્વક સંપન્ન થઈ. વળી, તારંગા, ઇડર, રામટેક કારંજાદિ મહારાષ્ટ્રના તીર્થો, ઉત્તરભારતના તીર્થો, મહેસાણા,
રજ:: ૪ યંતી વર્ષ : ૨૫
તી-સૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org