________________
બાંધણી, અગાસ વગેરે તીર્થધામોની યાત્રાઓ સંપન્ન થઈ. તા. ૧૫-૨-૯૮થી તા. ૨૦-૨-૯૮ સુધી સાબરકંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની ધર્મયાત્રા તથા આંશિકા પદયાત્રા (હાંસલપુરથી ઇડર)નું આયોજન કરવામાં આવ્યું.
અધ્યાત્મજ્ઞાનની શિબિરોની દૃષ્ટિએ જોઈએ તો આ તબક્કા દરમિયાન ઈ.સ. ૧૯૯૪માં ગુરુપૂર્ણિમા નિમિત્તે શિબિરનું આયોજન થયું; જેમાં આદરણીયશ્રી નીરજ જૈન (સતના મ.પ્ર.) તથા અન્ય વિદ્વાનો પધાર્યા હતા. તા. ૨૬-૨-૯૫ના દિવસે યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદીના સહયોગથી શ્રી બળવંતરાય નિસર્ગોપચાર કેન્દ્ર, વડોદરામાં શિબિરનું આયોજન થયું.
આ તબક્કાની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ તરફ નજર કરીએ તો માણેકબાગ હોલ, અમદાવાદમાં તા. ૧૯-૯-૯૪થી તા. ૨૫-૯-૯૪ - પંચ દિવસીય સ્વાધ્યાય-ભક્તિસત્રનું આયોજન થયું હતું તથા તા. ૪૧૦-૯૬થી ૬-૧૦-૯૬ ‘સર્વમાન્ય પ્રાર્થના' વિષય પર પૂ. શ્રીએ મનનીય સ્વાધ્યાયો આપ્યાં હતાં. તા. ૨૪-૫-૯૭થી ૨૯-૯-૯૦ સુધી નવરંગપુરા અમદાવાદમાં ‘ભારતીય સંતોની પ્રેમ અમીરસધારા' વિષયને આધારે પૂજ્યશ્રીના સ્વાધ્યાયના કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત આ સમય દરમ્યાન સાયલા, રામકૃષ્ણમિશન (મણીનગર), રામદાસ આશ્રમ-ભાવનગર, ગુજરાત વિધાપીઠ-અમદાવાદ,‘રણછોડધામ' • નાંદોલ તથા રખિયાલના શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિરમાં, પૂજ્ય આત્માનંદજીના સ્વાધ્યાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
-
તા. ૯-૧૧-૯૭ના દિવસે બ્રહ્મક્ષત્રિયવાડી, અમદાવાદમાં ડૉ. સોનેજી હોસ્પિટલને ૩૧ વર્ષ પૂરા થયા તે નિમિત્તે સ્વાધ્યાય તથા સાધર્મી રાજ્યનું આયોજન થયું. ઈ.સ. ૧૯૯૮ ફેબ્રુઆરીમાં ભોળાનાથ જેસીંગભાઈ સંશોધન રવાના ઉપક્રમે ત્રિદિવસીય વ્યાખ્યાનમાળામાં પૂજ્યશ્રીના સ્વાધ્યાયોનો કાર્યક્રમ સાનંદ સંપન્ન થયો.
મે ૧૯૯૫માં તીનમૂર્તિ, બોરીવલી, મુંબઈમાં તથા ચિંચણીમાં જીવન-વિકાસલક્ષી શિબિરો રાખવામાં આવી. જેમાં આદરણીય સર્વશ્રી ડો. હરિભાઈ કોઠારી, અંબુભાઈ શાહ, રમણીકભાઈ ઘેલાણી, અનુપમભાઈ શાહ વગેરે મહાનુભાવોનો સાથ-સહકાર સાંપડ્યા હતા. તા. ૬-૦-૯૫થી ૧૨-૦-૯૫ સુધી સંસ્થાના જિનમંદિરમાં શ્રીૠષભદેવ તથા શ્રી મહાવીર ભગવાનની વેદીપ્રતિષ્ઠા નિમિત્તે ૭ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પૂ. શ્રી રાકેશભાઇ તેમની મુમુક્ષુ મંડળ સાથે મુંબઈથી ખાસ પધાર્યા હતાં. ડિસેમ્બર ૧૯૯૫ની શિબિરમાં ઇન્દોરના બા. બ્ર. વિદ્વવર્ય પંડિત રતનલાલજી તથા ડિસેમ્બર ૧૯૯૬ની શિબિરમાં પૂજ્ય વિદિતાત્માનંદજી મહારાજ ખાસ પધાર્યા હતાં. તા. ૩૦-૧૦-૯૬થી ૫-૧૧-૯૬ સુધી આપણી સંસ્થામાં ગુજરાત વિધાપીઠના અનુસ્નાતક વિદ્યાર્થીઓની શિબિર રાખવામાં આવી હતી; જેમાં યોગાસનો અને ગાંધી વિચારધારાને વણી લેવામાં આવ્યા હતા. તા. ૯-૨-૯૦ના રોજ કોબા પરિવારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. તેમાં સંસ્થાને વિશિષ્ટ સહયોગ આપનાર સ્વ. આદરણીય શ્રી ભોગીભાઈ શાહ, આ. શ્રી રમણીકભાઈ શેઠ, આ. શ્રી જયંતિભાઈ સંઘવી તથા આ. શ્રી હેમેન્દ્રભાઈ શાહ વગેરે મહાનુભાવોને પ્રશસ્તિપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૯૦ની ગુરુપૂર્ણિમાની શિબિર દરમ્યાન પૂ. શ્રી જિનચંદ્રવિજયજી મહારાજના સ્વાધ્યાયનો લાભ મળ્યો હતો.
દહેગામ તાલુકાના રખિયાલ ગામે, તા. ૨૯-૫-૯૦ના રોજ લોકનાદ ટ્રસ્ટના પરિસરમાં, સંસ્થા દ્વારા, શ્રીકુમુદભાઈ / સુધાબેન મહેતાના સૌજન્યથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિર'નો મંગળ પ્રારંભ થયો; જેમાં
તીર્થ-સૌરભ
જતજયંતી વર્ષ : ૨૫
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org