SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાપીઠ, અમદાવાદ મુકામે વિશ્વશાંતિમાં જૈન દર્શનનું યોગદાન' - વિષય પર પૂજ્યશ્રી આત્માનંદજીએ મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત માણેકબાગ હોલ, અમદાવાદમાં તા. ૬-૯-૯૦ થી તા. ૧૨૯-૯૦ દરમિયાન “જ્ઞાન-ભક્તિ-પારાયણ યજ્ઞ’ અને ઓક્ટોબર-૧૯૯૩માં “અધ્યાત્મ પારાયણ સપ્તાહનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્યશ્રી આત્માનંદજી તથા અન્ય સંત-વિદ્વાનોના સ્વાધ્યાયોનો લાભ અમદાવાદની વિશાળ જનતાએ લીધો હતો. (૧૫) જીવનવિકાસલક્ષી યુવાશિબિરોનો પ્રારંભઃ આ તબક્કા દરમિયાન આદ, યોગાચાર્યશ્રી દુષ્યતભાઈ મોદીના સહયોગથી ઈ.સ. ૧૯૮૮ના મે મહિનાથી યુવાનો માટેની જીવનવિકાસલક્ષી શિબિરનો પ્રારંભ થયો; જે દર વર્ષે હજુ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત ઈ.સ. ૧૯૯૨માં સંસ્થાના વાર્ષિકોત્સવ નિમિત્તે ત્રિદિવસીય શિબિર તથા ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉપશમ - વૈરાગ્યની વૃદ્ધિ અર્થે સંસ્થામાં નવ દિવસની શિબિર યોજવામાં આવી હતી. તા. ૨૧૨-૯૩થી તા. ૮-૧૨-૯૩ સુધી સેવા - સાધના - સમર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂજ્યશ્રી જિનચંદ્રજી મહારાજ ખાસ પધાર્યા હતા. આ ઉપરાંત અનેક નાની-મોટી શિબિરોનું આયોજન આ તબક્કા દરમિયાન થયું. (૧૬) આ તબક્કાની તીર્થયાત્રાદિ પ્રવૃત્તિઓ જોઈએ તો પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં કુંભોજ, કુંથલગિરિ, પૂના, તારંગા, કલકત્તા, પૂર્વભારતના તીર્થો, બાવનગજાદિ મધ્યપ્રદેશના તીર્થો, શ્રી સમ્મદશિખર આદિ અનેક તીર્થયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ-વિદેશના અને સ્થાનિક ભાઈ-બહેનોએ ભાગ લઈ સ્વ-પર કલ્યાણ સાધ્યું હતું. (૧૦) આ તબક્કા દરમિયાન મુમુક્ષુઓની ૧૪ મોટી કુટિરો બંધાઈ તેમ જ લગભગ ૬૦ ફૂટ જેટલી ઊંચી અને ૫૦,૦૦૦ (પચાસ હજાર) લીટરની ક્ષમતાવાળી ટાંકી બંધાઈ, જેથી ભાવોમાં પણ ૨૪ કલાક પાણીની ઉપલબ્ધિ થઈ શકે. ' આ તબક્કા દરમિયાન વિવિધ સાહિત્યનું પ્રકાશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. જેની વિગત નીચે મુજબ છે. (૧) ઈ.સ. ૧૯૮૫ના સંસ્થાના દશાબ્દી મહોત્સવ’ દરમ્યાન “આત્મસ્મૃતિ ગ્રંથ'નું વિમોચન સાયલા આશ્રમના સંસ્થાપક સ્વ. પૂ. લાડકચંદજી બાપુના વરદ્યસ્ત થયું. આ ગ્રંથમાં સંસ્થાના ઇતિહાસ ઉપરાંત વિદ્વાનોના લેખો તથા વૈવિધ્યપૂર્ણ અને રસમય સામગ્રી આપવામાં આવેલી છે. ' (૨) ઈ.સ. ૧૯૮૫માં પૂ. શ્રી જિનેન્દ્રવર્ણીજી લિખિત તથા આદ. બહેનશ્રી સુનંદાબહેન વોરા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત “શાંતિપથદર્શન ભાગ-૧'નું વિમોચન આદરણીય શ્રી નવનીતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. (૩) ઈ.સ. ૧૯૮૬માં આદ. સુનંદાબેન વોરા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત “શાંતિપથદર્શન ભાગ૨'નું વિમોચન કરવામાં આવ્યું. (૪) ઈ.સ. ૧૯૮૦માં “દૈનિક-ભક્તિ સ્વાધ્યાય'ના નવા સંસ્કરણનું વિમોચન આદ. મુ. ગાંધીવાદી વિચારસરણીના પ્રખર હિમાયતી શ્રી નવલભાઈ શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. (તા. ૧૦-૫-૮૦) (૫) ઈ.સ. ૧૯૮૮માં “સાધક-ભાવના'નું પ્રકાશન કરવામાં આવ્યું. . (૬) પૂ. શ્રી આત્માનંદજી લિખિત “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' પુસ્તકનું વિમોચન તા. ૧૧૦-૮૮ના રોજ માનવસેવા સંઘ હોલ, માટુંગા, મુંબઈ મુકામે, મુંબઈ હાઈકોર્ટના જસ્ટીસ શ્રી કન્યાના - ૨૪ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy